એક્સેસરીઝ:માનુનીઓની પહેલી પસંદ બની છે સ્ટાઇલિશ હોબો બેગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હોબો બેગમાં અનેક સાઇઝ અને સ્ટાઇલ ઉપલબ્ધ છે જેના કારણે એ ફેશનપરસ્ત યુવતીઓની ફેવરિટ બેગ બની ગઇ છે

હોબો બેગ માનુનીઓ માટેના પર્સની એક સ્ટાઇલ છે જેની સાઇઝ પ્રમાણમાં થોડી મોટી હોય છે. આ પ્રકારની બેગનું મટીરિયલ મોટાભાગે સોફ્ટ હોય છે અને એમાં લાંબો પટ્ટો હોય છે જેથી તેને એક ખભા પર સરળતાથી પહેરી શકાય છે. આ બેગનું મટીરિયલ સોફ્ટ અને ફ્લેક્સિબલ હોવાથી એને જરૂર પડે ત્યારે ઓછી જગ્યામાં પણ સહેલાઇથી મૂકી શકાય છે. હોબો બેગમાં અનેક સાઇઝ અને સ્ટાઇલ ઉપલબ્ધ છે જેના કારણે એ ફેશનપરસ્ત યુવતીઓની ફેવરિટ બેગ બની ગઇ છે. આ સ્ટાઇલની બેગ 2000ની શરૂઆતમાં બહુ લોકપ્રિય બની હતી. જોકે સમયાંતરે તેનો ટ્રેન્ડ ઓછો થઇ ગયો હતો. જોકે એકાદ વર્ષથી આ પ્રકારની બેગ ફરી ટ્રેન્ડમાં આવી છે. આ સ્ટાઇલનું પર્સ પ્રમાણમાં મોટું હોવાથી એમાં યુવતીઓની જરૂરિયાતની મોટાભાગની વસ્તુઓ સરળતાથી સમાઇ જાય છે. } મોટી સાઇઝની હોબો બેગ : આ પ્રકારની હોબો બેગ ઓફિસ જતી યુવતીઓમાં બહુ લોકપ્રિય છે. આ બેગની સાઇઝ પ્રમાણમાં મોટી હોવાથી એમાં જરૂરિયાતની તમામ વસ્તુઓ અને ફાઇલ રાખી શકાય છે. જો ઉતાવળમાં બહારગામ જવાનું થાય તો આવી બેગમાં એક જોડી કપડાં પણ સરળતાથી રાખી શકાય છે. } રંગબેરંગી હોબો બેગ : રંગબેરંગી હોબો બેગ સ્ટાઇલિશ યુવતીઓ અથવા તો કોલેજિયન્સમાં લોકપ્રિય છે. આવી કલરફુલ હોબો બેગ પર્સનાલિટીને એક ખાસ સ્પાર્ક આપે છે. આવી રંગબેરંગી હોબો બેગને તને આઉટફિટ સાથે મિક્સ એન્ડ મેચ કરીને એનો ઉપયોગ કરી શકો છો. } લેધરની હોબો બેગ : લેધરની હોબો બેગ કોર્પોરેટ અને ક્લાસી લુક આપે છે. આવી બેગ થોડી મોંઘી હોય છે પણ એ અત્યંત મજબૂત અને ટકાઉ હોય છે. આવી લેધરની હોબો બેગ કોઇ કોન્ફરન્સમાં કે પછી બિઝનેસ મીટિંગમાં કોર્પોરેટ લુક આપે છે. } પાઉચ સ્ટાઇલ હોબો બેગ : પાઉચ સ્ટાઇલની હોબો બેગ પ્રમાણમાં થોડી નાની હોય છે. એને પ્રસંગોપાત કે થોડા સમય માટે બહાર જવું હોય તો વાપરી શકાય છે. } ગોળાકાર હોબો બેગ : જે યુવતીઓ પરંપરાગત પર્સ કે બેગથી કંટાળી ગઇ હોય તેમના માટે ગોળાકાર હોબો બેગ સારો વિકલ્પ છે. આ સ્ટાઇલની બેગનો શેપ જ ગોળ હોવાના કારણે કંઇક અલગ સ્ટાઇલનું પર્સ વાપરવાની લાગણી થશે. } નાની સાઇઝની હોબો બેગ : નાની સાઇઝની હોબો બેગ બહુ ઓછી જગ્યા રોકે છે અને એને લઇને ફરવાનું પણ કમ્ફર્ટેબલ છે. જો સાથે બહુ સામાન ન રાખવાનો હોય તો નાની સાઇઝની હોબો બેગ બેસ્ટ ચોઇસ છે.

અન્ય સમાચારો પણ છે...