પેરેન્ટિંગ:કરિયર કાઉન્સેલિંગબદલાતા સમયની ખાસ ડિમાન્ડ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મમતા મહેતા

હાલમાં સતત બદલાઇ રહેલા સમયમાં બાળકો માટે તેના રસ અને રુચિને અનુકૂળ હોય એવા અનેક કરિયર વિકલ્પો ઉપલબ્ધ છે જેની ઘણી વખત પેરેન્ટ્સને ખબર નથી હોતી. આ સંજોગોમાં બાળકો માટે યોગ્ય કરિયરની પસંદગી કરવામાં માતા-પિતાને મદદ કરે છે પ્રોફેશનલ કરિયર કાઉન્સેલર. એ બાળકના બૌદ્ધિક જ્ઞાન અને તાર્કિક ક્ષમતાનું આકલન કરીને તેના માટે યોગ્ય કરિયર પસંદ કરવામાં મદદ કરે છે. Âબાળકો માટે જરૂરી અત્યાર સુધી એવી માન્યતા હતી કે કરિયર કાઉન્સેલિંગ જેવી સુવિધાનો ઉપયોગ ઉચ્ચ વર્ગના લોકો જ કરે છે અને મધ્યમવર્ગના બાળકોની કરિયર માત્ર માર્કના આધારે જ નક્કી થતી હોય છે, તેમની પસંદગીના આધારે નહીં. જોકે હવે સમય બદલાયો છે. હવે સમાજમાં એવો મોટો વર્ગ ઉભો થયો છે જે બાળકને પોતાની પસંદગી પ્રમાણે કરિયર સિલેક્ટ કરવાનો હક આપે છે. આવા લોકો હવે કરિયર કાઉન્સેલરની મદદ લેવાનું પસંદ કરે છે. Â બા‌ળકની ક્ષમતાનું આકલન બાળકની વાસ્તવિક ક્ષમતાનો તાગ મેળવવા માટે કરિયર કાઉન્સેલિંગની જરૂર હોય છે. કેટલાક બાળકો પોતાને શું કરવું છે એ વિશે બહુ સ્પષ્ટ હોય છે પણ કેટલાક બાળકો કરિયરની પસંદગી વિશે કન્ફ્યુઝ હોય છે. આવા બાળકોની તમામ જિજ્ઞાસા અને સવાલોના જવાબ કરિયર કાઉન્સેલર આપે છે. દરેક બાળકનું કરિયર કાઉન્સેલિંગ સેશન અલગ અલગ સમયગાળાનું હોય છે. કોઇ બાળકનું કરિયર કાઉન્સેલિંગ 2થી 3 કલાકમાં થઇ જાય છે તો કેટલાક બાળકને સમજાવામાં એક દિવસ જેટલો સમય પણ લાગી શકે છે. કરિયર કાઉન્સેલર પહેલાં બાળકને સારી રીતે સમજવાનો પ્રયાસ કરે છે અને એના આધારે જ તેના માટે યોગ્ય કરિયરના વિકલ્પની સલાહ આપે છે. Â યોગ્ય કરિયર પસંદગીમાં મદદ કરિયર કાઉન્સેલિંગના માધ્યમને કારણે બાળકને યોગ્ય વિષય કે પછી ફિલ્ડ પસંદ કરવાની તક મળે છે. કાઉન્સેલિંગના સેશન પછી બાળકના મનમાં રહેલી અનેક અવઢવ દૂર થાય છે. સામાન્ય રીતે બાળકોનો પરિવાર એવી સ્ટ્રીમની પસંદગી કરે છે જેમાં બાળકના વધારે માર્ક આવતા હોય છે પણ કરિયર કાઉન્સેલર એ વાત સમજાવે છે કે સ્ટ્રીમની પસંદગી માર્કના આધારે નહીં પણ બાળકના રસ અને રુચિને ધ્યાનમાં રાખીને કરવી જોઇએ. Â માર્કેટ ટ્રેન્ડની જાણકારી કરિયર કાઉન્સેલિંગ કરાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે કરિયર કાઉન્સેલર પેરેન્ટ્સને બાળકની પસંદગી પ્રમાણે નવી-નવી કરિયરના વિકલ્પ પણ આપે છે અને એને અનુકૂળ સ્ટ્રીમની પસંદગી કરવામાં મદદ કરે છે. જરૂરી નથી કે બાળક માત્ર ડોક્ટર, એન્જિનિયર, ટીચર કે પાઇલટ જ બને, એ ફાઇનાન્સ, ટેક્નોલોજી, આર્કિટેક્ચર, હોટેલ મેનેજમેન્ટ તેમજ મીડિયા જેવાં ફિલ્ડમાં પણ કરિયર બનાવી શકે છે. Â પેરેન્ટ્સ ધ્યાન રાખે બાળકનું યોગ્ય રીતે કરિયર કાઉન્સેલિંગ કરાવવું હોય તો કાઉન્સેલર સામે બાળકને ડરાવવું કે ધમકાવવું ન જોઇએ. આવું કરવાથી બાળક ખુલ્લા મને પોતાના દિલની વાત નહીં કરે. બાળકના ભણવાની સરખામણી મિત્રો, પરિવારજનો કે પાડોશીઓના બાળકો સાથે ન કરો. દરેક બાળકની રુચિ અલગ અલગ હોઇ શકે. કરિયર કાઉન્સેલિંગના સેશન પહેલાં ક્લાસ-ટીચર અને ટ્યુશન-ટીચર સાથે ચર્ચા કરો અને આના તારણની ચર્ચા કાઉન્સેલર સાથે કરો.

અન્ય સમાચારો પણ છે...