તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સેસરીઝ:શિયાળાને હૂંફાળો બનાવતી ખાસ એક્સેસરીઝ

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઠંડી જામી રહી છે ત્યારે માનુનીઓ માટે ફેશનેબલ લુકની સાથે સાથે નીચા તાપમાન સામે રક્ષણ મેળવવાનું જરૂરી બની ગયું છે

- આસ્થા અંતાણી

ઠંડી જામી રહી છે ત્યારે માનુનીઓ માટે ફેશનેબલ લાગવાની સાથે સાથે ઠંડીમાં રક્ષણ મેળવવું પણ જરૂરી બની ગયું છે. એવી કેટલીક એક્સેસરીઝ છે જે શિયાળામાં હૂંફ આપવાની સાથે સાથે ટ્રેન્ડી લુક પણ આપે છે.

- પોમ બિની ક્યુટ પોમ બિની એકદમ ફેન્સી લાગે છે અને શિયાળાની ઠંડી હવાથી પણ બચાવે છે. બિની સ્ટાઇલની ટોપી એક ખાસ પ્રકારની ટોપી છે જેને શિયાળામાં પહેરવામાં આવે છે. આ બિની કેપ પર પોમની ડિઝાઇન એને આકર્ષક બનાવે છે અને એ ઉષ્મા પણ પ્રદાન કરે છે. આ ટોપી કાનને ઠંડી હવાથી બચાવે છે. પોમ બિની બહુ મોંઘીદાટ નથી હોતી એટલે એનું આકર્ષક કલેક્શન તમારા લુકને વધારે શાનદાર બનાવી શકે છે.

- ડિઝાઇનર સોક્સ ડિઝાઇનર સોક્સની આકર્ષક જોડી પગની સુંદરતામાં વધારો કરે છે. શિયાળામાં હૂંફાળા સોક્સની જોડી બહુ આરામદાયક સાબિત થાય છે. યુવતીઓ માટે માર્કેટમાં જાતજાતના રંગીન અને ડિઝાઇનર સોક્સ ઉપલબ્ધ છે. જો શિયાળામાં તમારી પાસે મોજાંની જોડી ન હોય તો સૌથી પહેલાં દરેક ડ્રેસ સાથે મેચ થાય એવા ડિઝાઇનર સોક્સની જોડી વહેલી તકે વસાવી લેવી જોઇએ.

- ટચસ્ક્રીન ગ્લોવ્સ શિયાળામાં સારા હાથમોજાં એટલે કે ગ્વોવ્સની જોડી ઠંડીથી બચાવે છે અને ભારે આરામદાયક સાબિત થાય છે. જોકે સતત ગ્લોવ્સ પહેરવાનું અગવડતાદાયક સાબિત થઇ શકે છે કારણ કે ગ્લોવ્સ પહેરીને ફોનના ટચસ્ક્રીનને ઓપરેટ કરવાનું શક્ય નથી હોતું. જોકે હવે ટચસ્ક્રીન ફ્રેન્ડલી ગ્લોવ્સ ઉપલબ્ધ છે જેને પહેરીને આરામથી ટચસ્ક્રીન ઓપરેટ કરી શકાય છે. આ ટચસ્ક્રીન ગ્લોવ્સ અનેક રંગો અને ડિઝાઇનમાં મળે છે.

- ઓવરસાઇઝ સ્કાર્ફ ઓવરસાઇઝ સ્કાર્ફ ડિઝાઇનર શાલની ગરજ સારે છે. આ ઓવરસાઇઝ સ્કાર્ફ અનેક કલર અને ડિઝાઇનમાં તેમજ અલગ અલગ પ્રકારના મટિરિયલમાં મળે છે. આને કોઇપણ આઉટફિટ પર પહેરી શકાય છે અને એનાથી લુક સાવ બદલાઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો