બ્યુટી મંત્ર:એક્સપાયર થયેલા મેકઅપનો સ્માર્ટ ઉપયોગ

ગાયત્રી જોશી6 મહિનો પહેલા
  • કૉપી લિંક

તમે ગમે તેટલું ધ્યાન રાખો પણ આમ છતાં તમારા મેકઅપ કલેક્શનમાં એવી કેટલીક મોંઘીદાટ વસ્તુઓ મળી જ આવશે જેની એક્સપાયરી ડેટ આવી ગઇ હોય. જોકે કેટલાક સ્માર્ટ આઇડિયા પર અમલ મૂકવામાં આવે તો તમારે આ એક્સપેન્સિવ મેકઅપની વસ્તુઓ કચરાપેટીમાં ફેંકવાની જરૂર નહીં પડે. મસ્કરા : સામાન્ય રીતે મસ્કરા ત્રણથી છ મહિનામાં એક્સપાયર થઇ જાય છે પણ એ પછી પણ તમે એનો ઉપયોગ આડીઅવળી આઇબ્રોને સરખી રીતે શેપ આપવામાં કરી શકો છો. આ સિવાય જો તમને માથાંમાં કે પછી આઇબ્રોમાં સ્પષ્ટ રીતે નજરે ચડતો કોઇ સફેદ વાળ અકળાવતો હોય તો એક્સપાયર થઇ ગયેલી મસ્કરાથી એને ટચ-અપ કરી શકો છો. આઇ શેડો : સામાન્ય રીતે આઇ શેડો એક વર્ષ જેટલો જ સમય ટકે છે. આટલા સમય પછી એને ટ્રાન્સપરન્ટ નેઇલ પોલિશ સાથે મિક્સ કરીને તમારો કસ્ટમાઇઝ્ડ નેલકલર તૈયાર કરી શકો છો. સ્કિન ટોનર : સ્કિન ટોનરમાં સારા એવા પ્રમાણમાં આલ્કોહોલ હોય છે. એ એક્સપાયર થઇ જાય તો એનો ઉપયોગ ગ્લાસ, મિરર કે પછી મોબાઇલ સ્ક્રીન સાફ કરવા માટે કરી શકાય છે. લિપ બામ : જો લિપ બામ એક્સપાયર થઇ જાય તો એને પગની એડી પર લગાવવું જોઇએ. લિપ બામના આ ઉપયોગથી પગની એડી એકદમ સુંવાળી બની જશે. આ એક્સપાયર લિપ બામની મદદથી ક્યુટિકલ્સ પણ ક્લિન કરી શકાય છે. લિપસ્ટિક : એક્સપાયર થઇ ગયેલી તમારી ફેવરિટ લિપસ્ટિકમાંથી ટિન્ટેડ લિપ બામ બનાવી શકો છો. જો તમારી લિપસ્ટિક એક્સપાયર થઇ જાય તો એને થોડી ગરમ કરી લો જેથી એમાં રહેલા બેક્ટેરિયા નાશ પામે. આ ગરમ લિપસ્ટિકને વેસેલિન કે પછી પેટ્રોલિયમ જેલી સાથે મિક્સ કરવાથી ફેવરિટ શેડનો ટિન્ટેડ લિપ બામ તૈયાર થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...