તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેરેન્ટિંગ:જમવામાં કચકચ કરતાં બાળકોને ભોજન કરાવવાની સ્માર્ટ ટિપ્સ

મમતા મહેતા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાળકને ખાવાની વસ્તુ માત્ર સ્વાદ પરથી નહીં, પણ રંગ, આકાર અને સુગંધ પરથી પણ ભોજન માટે આકર્ષે છે

બાળકને તમામ પોષણ મળે એ રીતે ભોજન કરાવવાનું કામ મમ્મીઓ માટે માથાના દુખાવો બની જતું હોય છે. કેટલાક બાળકો પસંદગીની એક-બે વસ્તુઓ જ ખાતા હોય છે. હકીકતમાં આપણે જે ભોજન કરીએ છીએ તેનાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે. આહાર શરીરમાં દરેક સેલના નિર્માણમાં મદદ કરે છે. યોગ્ય રીતે પોષક ભોજન ન લેવામાં આવે તો બાળકના વિકાસને અસર થઇ શકે છે. આ કારણોસર નાની ઉંમરે બાળક યોગ્ય ખોરાક ખાવાની આદત વિકસાવે તે બહુ જ જરૂરી છે. Â માતાના વિશેષ પ્રયાસ બાળક શું ખાશે તે માતાએ નક્કી કરવાનું છે. માતા સ્માર્ટનેસ વાપરીને બાળકની ખાનપાનની આદત સુધારી શકે છે. જો તમે તમારા બાળકને તમામ ખાદ્યપદાર્થો ખાવા જોઈએ એમ શીખવવા માગતા હોવ તો સૌથી પહેલા માતા-પિતાએ પોતાના ભોજનનાં એને સ્થાન આપવું જોઇએ. બ્રોકલી અને પાલક જેવા ઘણા શાકભાજી ખાવા બહુ જ જરૂરી છે પણ જો બાળક ખાવા માટે તૈયાર ન હોય તો એને ભાવે એની નવી વાનગી બનાવીને ખવડાવાનો પ્રયાસ કરો. અણગમતાં શાકભાજી ઘણી સામગ્રીમાં સંતાડીને બાળકને આપી શકાય કે જેની એને ખબર નહીં પડે. બાળકને ખાવાની વસ્તુના માત્ર સ્વાદ પરથી નહીં, પણ એનો રંગ, આકાર અને સુગંધ જણાવીને એ પરથી ભોજન માટે પ્રોત્સાહન આપો. એને નવી વાનગી આપતી વખતે એને ગમતી વાનગી પણ આપો. એને પોષક શાકભાજી કોઈ ફેવરીટ ડીપ અથવા સ્ટફ પરાઠાં સાથે મિક્સ કરીને આપો. કૂકી કટર્સથી વાનગીઓને વિવિધ આકારમાં કાપીને એને આપી શકો છો. Â ઝડપથી નહીં બદલાય આદત પસંગીની વસ્તુ જ બાળકનો સ્વભાવ જમવાના સમયનું ટેન્શન ન બની જાય તે જોવું ખાસ અગત્યનું છે. તમને ચિંતા હોય કે બાળકની ખાનપાનની આદતને કારણે એના ગ્રોથ અને ડેવલપમન્ટ પર અસર થાય છે તો બાળકોના ડાયટિશિયનને મળો. તે તમારા બાળકના ગ્રોથના આધારે ફૂડ પ્લાન કરી આપશે. યાદ રાખો કે તમારા બાળકની ખાવાની આદતો રાતોરાત બદલાશે નહીં. આના માટે તમારે મહેનત કરવી પડશે. Â બાળકો માટે આદર્શ ફૂડ બાળકોને દિવસ દરમિયાન એક તાજું ફળ અચૂક ખવડાવો. નાસ્તામાં પૌંઆ, ઉપમા, ઢોંસા અથવા ઈડલી ઘરે જ બનાવીને આપો. આ બધી જ વસ્તુઓમાં વિટામિન અને પોલીફેનોલ રહેલું છે, જે પાચન અને મૂડ સુધારવામાં અસરકારક છે. આ ખોરાકથી બાળકમાં જંક ફૂડ ખાવાની ઈચ્છા ઘટે છે. લંચમાં દાળ, ચણા, રાજમા, છોલે અથવા મગની દાળ કે કોઈપણ દાળ ખવડાવો. ભોજન બાદ બાળકોને એક ગ્લાસ ભરીને ઘરે જ બનાવેલી છાશ આપો. સાંજે સાત વાગ્યા સુધીમાં ડિનર કરી લેવાથી બાળકોના સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો