મૂડ એન્ડ માઇન્ડ:સ્લીપ મેનેજમેન્ટ

20 દિવસ પહેલાલેખક: ડો. સ્પંદન ઠાકર
  • કૉપી લિંક
  • ઊંઘની ક્વોલિટી અને કવોન્ટિટી બંનેનો ભાગ મહત્ત્વનો છે. ઊંઘ પૂરતી ન લેવાય તો આખા દિવસ દરમિયાન વાંચવામાં ધ્યાન કેન્દ્રિત કરવું અને વાંચેલું યાદ રાખવું મુશ્કેલ થઇ શકે

સ્ટુડન્ટ એક યોદ્ધાની જેમ સ્ટ્રેસ સામે લડતા હોય છે. આ દરમિયાન તેમની સૌથી મોટી લડત કોની સામે હોય છે? ભણતર જોડે કે માતા-પિતાની અપેક્ષાઓ સામે? હકીકત એ છે કે તેમની લડત હંમેશાં ઊંઘ સાથે રહે છે. દિવસમાં 12-14 કલાક વાંચવા માટે તે હંમેશાં પોતાની ઊંઘનો ભોગ આપવાનું વિચારતા હોય છે. ક્યારેક 5-6 કલાકથી ઓછી ઊંઘ લેવાનો પ્લાન બનાવીને સમયનો મહત્તમ ઉપયોગ કરવાનો ધ્યેય રાખે છે. ક્યારેક વધારે ઊંઘી જવાય તો ખૂબ જ સ્ટ્રેસમાં આવી જાય છે અને આખો દિવસ ઉચાટમાં નીકળે છે. ઊંઘ યાદશક્તિ જાળવવા માટે ખૂબ જ જરૂરી છે. નીઓકોર્ટેક્ષ અને હિપોકેમ્પસ વચ્ચે યાદશક્તિ માટેના જ્ઞાનતંતુની સર્કિટ આવેલી છે. મેમરીનું કોન્સોલિડેશન એટલે કે શોર્ટ ટર્મ મેમરીમાંથી લોન્ગ ટર્મ મેમરીમાં કન્વર્ટ કરવા માટે ખૂબ જ જરૂરી છે કે વ્યક્તિ પૂરતી ઊંઘ લે. જેમ વ્યક્તિની શારીરિક હેલ્થ માટે આરામ જરૂરી છે એવી જ રીતે આરામ યાદશક્તિ માટે પણ જરૂરી છે. ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ ઊંઘ ઉપર નિર્ભિત છે. ઓછી ઊંઘ લેવાથી વારંવાર બીમાર પડવાની સંભાવના વધી જાય છે. આખા દિવસના ટાઈમ-ટેબલમાં ઊંઘનો ભાગ સામાન્ય રીતે 7-9 કલાક રાખવો ખૂબ જ જરૂરી છે. બાયોલોજિકલ ક્લોક મુજબ વ્યક્તિની ઊંઘની પેટર્ન પણ એટલી જ મહત્ત્વની છે જેટલી ઊંઘની લંબાઈ. આમ, ઊંઘની ક્વોલિટી અને કવોન્ટિટી બંનેનો ભાગ મહત્ત્વનો છે. સમયની દોડમાં સ્ટુડન્ટ ભૂલી જાય છે કે ઊંઘ પૂરતી નહીં લેવાય તો આખા દિવસ દરમિયાન વાંચવામાં ધ્યાન કેન્દ્રિત કરવું અને વાંચેલું યાદ રાખવું મુશ્કેલ થઇ શકે છે. એક્ઝામ ગોઈંગ સ્ટુડન્ટ્સ માટે સૌથી જરૂરી સલાહ એ જ છે કે પોતાના સમયને યોગ્ય રીતે ગોઠવી સ્લીપ ટાઈમ મેનેજ કરે. આ સિવાય વચ્ચે પણ જો બપોરે એક નૅપ લઇ લેવાય તો તે તેમને વધારે ફાયદો કરાવી શકે છે. વ્યક્તિ 45 મિનિટથી વધારે એકસાથે કોન્સન્ટ્રેટ કરી શકતી નથી. વાંચન દરમિયાન વચ્ચે વચ્ચે નાના ગેપ લેવા જોઈએ જેથી મનને સમય મળતો રહે. તેના લીધે માઈન્ડની કેપેસિટી વધી શકે છે. અત્યારે જયારે મોબાઇલનું વળગણ વધતું જાય છે ત્યારે ઊંઘના સમયે બને ત્યાં સુધી મોબાઇલ બાજુ ઉપર મૂકીને સુવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરીક્ષાને હજુ ઘણી વાર હોવાથી 6 મહિના અગાઉ આ ટાઈમ ટેબલનું અનુકરણ કરી લેવાય તો છેલ્લા સમયે થતા ગભરાટને અવોઇડ કરી શકાય. મૂડ મંત્ર - પૂરતી ઊંઘ શેષ્ઠ દવા છે. સારી યાદશક્તિ અને હકારાત્મક વિચારો માટેનું ઈંધણ ઊંઘ પૂરું પાડે છે. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...