બાળકોના ઉછેરની વાત આવે ત્યારે માતા-પિતા બંને સામે અનેક સમસ્યાઓ આવે છે. એવામાં સિંગલ પેરન્ટ હોય ત્યારે એને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડતો હશે, તે સમજી શકાય એમ છે. જ્યારે દંપતિ એક સંતાનના પેરન્ટ્સ બને છે ત્યારે તેમનું સપનું તો સાથે મળીને સંતાનના ઉછેરનું જ હોય છે. જોકે સંજોગોવશાત ઘણી વખત એકલાહાથે બાળઉછેરની જવાબદારી નિભાવી પડે છે. આવી કટોકટીમાં માતા અથવા પિતાએ સિંગલ પેરન્ટની જવાબદારી નિભાવવી પડે છે. સિંગલ પેરન્ટની આ જવાબદારી નિભાવવી બિલકુલ સહેલી નથી આવકનો મુદ્દો સિંગલ પેરન્ટિંગમાં પોતાનું ધ્યાન રાખવાની સાથે બાળકનું પણ ધ્યાન રાખવાનું હોય છે અને તે પણ માત્ર એક જ વ્યક્તિની આવકમાંથી. એવામાં સિંગલ પેરન્ટ પાસે પોતાના માટે પણ સમય નથી હોતો. આમાં પેરન્ટે ઘરની સાથે ઓફિસ પણ સંભાળવી પડે છે અને મલ્ટી ટાસ્કિંગની ભૂમિકા નિભાવવી પડે છે. જો તમે એકલા પિતા હો તો માતાની અને એકલી માતા હો તો પિતાની ભૂમિકા પણ નીભાવવી પડે છે. સિંગલ ડેડીની સમસ્યા સિંગલ ડેડી હોય અને દીકરી નાની હોય તો પણ દરેક પ્રકારની સમસ્યા ઊભી થાય છે. એે એની સાથે દરેક જગ્યાએ જઇ નથી શકતા. દીકરી નાની હોવાથી પોતાનાં બધાં કામ જાતે નથી કરી શકતી. એવામાં સિંગલ ડેડી માટે સમસ્યાનો પાર નથી રહેતો. વળી જો સંતાનમાં દીકરી હોય તો જેમ જેમ દીકરી મોટી થતી જાય છે તેમ તેમ તેને ટીનેજને લગતા પ્રશ્નો સતાવવા લાગે છે. આ સંજોગોમાં ઘણી વખત સિંગલ પિતા મૂંઝાઇ જાય છે અને તેને નજીકની મહિલા સંબંધીની મદદની જરૂર પડે છે. જાત પ્રત્યે દુર્લક્ષ ક્યારેક પાર્ટનર છોડી જાય અથવા દુનિયામાંથી વિદાય લઇ લે ત્યારે તેમના માટે નાના નાના નિર્ણય લેવાનું પણ મુશ્કેલ બની જાય છે. સિંગલ પેરન્ટે પોતાને આઘાતમાંથી બહાર લાવવાની સાથે બાળકોની સંભાળ પણ લેવાની હોય છે. દરેક નિર્ણયો તેમણે જ લેવાનાં હોય છે. આમ કરવાનું મુશ્કેલીભર્યું હોય છે. સિંગલ પેરન્ટ બાળક સાથે સમય વધારે સમય ગાળે છે જેના પરિણામે જાત પ્રત્યે દુર્લક્ષ સેવાય છે. પ્રેશરવાળી પરિસ્થિતિ સિંગલ પેરન્ટિંગની સૌથી મોટી મુશ્કેલી છે, પ્રેશરને એકલા જ સહન કરવાનું. તમે એકલાં હો ત્યારે તમામ સમસ્યાઓનો સામનો તમારે એકલાએ જ કરવાનો હોય છે. જો કંઇ ખોટું અથવા ખરાબ બને તો તેના માટે માત્ર અને માત્ર તમે જ જવાબદાર હો છો. એ જ રીતે કંઇ સારું બને તેનું શ્રેય પણ તમને જ મળે છે. સ્વાવલંબી બાળક સિંગલ પેરન્ટિંગનો એક લાભ એ છે કે સિંગલ પેરન્ટના સંતાનો સ્વાવલંબી હોય છે. બાળકોએ નાનપણથી જ એ સમજી લેવું પડે છે કે તેમની મમ્મી અથવા તેમના પપ્પા પર અન્ય જવાબદારીઓ છે. તેઓ આત્મનિર્ભર અને વહેલાં સમજદાર બની જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.