ફેશન:સિમ્પલ, સોબર અને સ્માર્ટ કુર્તીઓ

20 દિવસ પહેલાલેખક: પાયલ પટેલ
  • કૉપી લિંક

ઓફિસ જતી માનુનીઓમાં હાલમાં ડિઝાઇનર કુર્તી બહુ લોકપ્રિય છે. આ કુર્તી પહેરીને સ્ટાઇલિશ લુક મળે છે. આ ફેશનેબલ કુર્તીને ઓફિસ, પાર્ટી કે પછી લગ્નમાં પણ પહેરી શકાય છે. હાલમાં પેનલ કુર્તીનો ટ્રેન્ડ લોકપ્રિય બન્યો હોવાનો કારણે એની ડિમાન્ડ પણ બહુ વધારે છે. હાલમાં સિમ્પલ, સોબર અને સ્માર્ટી કુર્તીઓની અનેક ડિઝાઇન માર્કેટમાં ઉપલબ્ધ છે. Â વન સાઇડેડ પેનલ્ડ કુર્તી વન સાઇડેડ પેનલ્ડ કુર્તીના અનેક વિકલ્પ માર્કેટમાં મળે છે અને આ એટલી સરળ છે કે એને ટેલર પાસે પણ સિવડાવી શકાય છે. આ વન સાઇડેડ પેનલ્ડ કુર્તીમાં ગળાની અનેક ડિઝાઇન ઉપલબ્ધ છે પણ એમાં ગોળ ગળું સૌથી સારું લાગે છે. આમાં કોલર સ્ટાઇલ ગળું પણ બહુ લોકપ્રિય બન્યું છે. જો તમે ઇચ્છો તો આ કુર્તી સાથે દુપટ્ટો પહેરી શકો છો અથવા તો દુપટ્ટા વગર પણ સ્ટાઇલિંગ કરી શકો છો. તમે આ વન સાઇડેડ પેનલ્ડ કુર્તીને પેન્ટ અથવા તો પલાઝો સાથે પહેરી શકો છો. આ બંને યુનિક લુક આપે છે. આ સ્ટાઇલ દરેક પ્રકારના ફેબ્રિકમાં સારી લાગે છે. કોટન મટીરિયલમાં ડિઝાઇન કરેલી આ કુર્તી અત્યંત આરામદાયક અનુભવ આપે છે. આ વન સાઇડેડ પેનલ્ડ કુર્તી સાથે હાથમાં કડું કે ઘડિયાળ એલિગન્ટ લુક આપે છે. આનાથી લુક નિખરી જશે. Â એ-નેકલાઇન બ્રોકેટ કુર્તી એ-નેકલાઇન બ્રોકેટ કુર્તી પણ પેનલ્ડ કુર્તીની જ એક પેટર્ન છે. એ-નેકલાઇન બ્રોકેટ કુર્તીને શર્ટનું ઇલ્યુઝન પણ આપી શકે છે. ઓફિસમાં કે પછી ઇવેન્ટ પાર્ટીમાં જો આ એ-નેકલાઇન બ્રોકેટ કુર્તી પહેરવામાં આવે તો બહુ શાનદાર લુક મળે છે. એ-નેકલાઇન બ્રોકેટ કુર્તી અલગ અલગ રીતે સ્ટાઇલ કરવામાં આવે છે. આ પેનલ્ડ કુર્તીને ઓફિસની ઇવનિંગ પાર્ટીમાં પણ પહેરી શકાય છે. આની સાથે નોર્મલ તેમજ સિમ્પલ એક્સેસરી બહુ સરસ લાગે છે. આ કુર્તી સાથે પહેરવા માટે પલાઝો કે પછી સ્ટ્રીટ પલાઝોની પસંદગી કરી શકાય છે. એ બહુ શાનદાર લુક આપે છે. એ-નેકલાઇન બ્રોકેટ કુર્તીને પ્રિન્ટેડ કોટન અથવા તો નોર્મલ ફેબ્રિકમાં બનાવી શકાય છે. આ પ્રકારની કુર્તી સાથે મેચિંગ એક્સેસરી પહેરીને પાર્ટી લુક મેળવી શકાય છે. Â લોન્ગ ફ્રોક સ્ટાઇલ લેયર્ડ કુર્તી લોન્ગ ફ્રોક સ્ટાઇલની આ લેયર્ડ કુર્તી ઓફિસ માટે બહુ જ જબરદસ્ત લુક આપે છે. આજકાલ આ સ્ટાઇલનો બહુ ટ્રેન્ડ છે. આ પ્રકારની કુર્તી અનેક ડિઝાઇનમાં મળે છે અને દરેક પ્રકારની બોડી ટાઇપ ધરાવતી યુવતીઓ એને પહેરી શકે છે. શાનદાર લુક આપતી આ કુર્તી પહેરવામાં પણ સરળ અને કમ્ફર્ટેબલ હોય છે એટલે એની ડિમાન્ડમાં બહુ વધારો થયો છે. જો આ કુર્તીની લંબાઇ શોર્ટ કરી દેવામાં આવે તો એની સાથે નીચે ધોતી સ્ટાઇલ સલવાર પણ પહેરી શકાય છે. આ ડ્રેસિંગ સ્ટાઇલ પણ બહુ આકર્ષક લાગે છે. આ લેયર્ડ કુર્તી એથનિક લુક આપે છે એટલે એની સાથે ડિઝાઇનર ઇયરિંગ્સ પહેરવાથી સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે. તમે આની સાથે બોટમમાં ચુડીદાર પણ પહેરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...