ફિટનેસ મંત્ર:સરળ વ્યાયામથી હાથ બનશે સુડોળ

12 દિવસ પહેલાલેખક: સ્નિગ્ધા શાહ
  • કૉપી લિંક

અનેક મહિલાઓને હાથ સહિત શરીરના ઉપરના ભાગમાં ચરબી જામી જતી હોય છે અને પછી તેમને સ્થૂળતાની સમસ્યા સતાાવતી હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે બહુ ભારે એક્સરસાઇઝ કરવાની જરૂર નથી ‌પડતી પણ ચાર સરળ વ્યાયામની મદદથી હાથ સહિત શરીરના ઉપરના ભાગને ફિટ બનાવી શકાય છે.

હાથને બનાવો સ્લીમ
મેટ પર ઊભા થઇ જાઓ. પહેલાં જમણા હાથને ઉપરની તરફ લઇ જાઓ અને પછી એ સમયે જ ડાબા હાથને નીચેની તરફ લઇ આવો. હાથને એકસાથે આગળ-પાછળ કરો. આ પ્રક્રિયા બીજા હાથ સાથે પણ કરો. શરૂઆતમાં 10-10ના સેટ લગાવો.

કાંડાને ફેરવો
જમીન પર સીધા ઊભા રહી જાઓ. બંને પગને એકબીજાની પાસે રાખો. હવે બંને હાથને સાઇડ પર ફેલાવી લો. કાંડાને પહેલાં ક્લોકવાઇઝ અને પછી એન્ટિ ક્લોક વાઇઝ ફેરવો. આ પ્રક્રિયાનું 30-30 વખત પુનરાવર્તન કરો. તમે સમય પ્રમાણે સેટ વધારી શકો છો.

ઘૂંટણની એક્સરસાઇઝ
ઘૂંટણના આધારે ઊભા થઇને જમણા પગને આગળ લાવો. ડાબા પગને જગ્યા પર રાખો. હાથને સાઇડ પર ફેલાવીને કોણી પાસેથી વાળીને ઉપર કરો. બંને હાથ એકસાથે પહેલાં આગળ કરો અને પછી પાછળ લઇને આ‌વો. આ પછી ફરીથી બંને પગને પહેલાંની જગ્યાએ લઇ આ‌વો.

હાથ ફેલાવો
સીધા ઊભા રહી જાઓ. પગને એકબીજાની પાસે રાખો. બંને હાથને સાઇડમાં ફેલાવી લો. હવે એને પહેલાં આગળની તરફ લાવો અને પછી શક્ય હોય એટલા પાછળની તરફ લઇ જાઓ. ધીમે ધીમે ગતિ વધારો. આ વ્યાયામના 30 સેટ કરો.

અન્ય સમાચારો પણ છે...