એક્સેસરીઝ:રેશમની એક્સેસરી આધુનિક-કમ્ફર્ટેબલ ટ્રેન્ડ

14 દિવસ પહેલાલેખક: આસ્થા અંતાણી
  • કૉપી લિંક

હવે ગણતરીના દિવસોમાં નવરાત્રિની શરૂઆત છે ત્યારે માર્કેટનો લેટેસ્ટ છે રેશમની એક્સેસરીનો. હાલમાં રેશમમાંથી બનાવેલાં કડાં, ઇયરિંગ્સ, નેકલેસ જેવી એક્સેસરીનો ટ્રેન્ડ લોકપ્રિય બન્યો છે. આ એક્સેસરી નવરાત્રિમાં ચણિયાચોળીની સાથેસાથે લગ્ન જેવા પ્રસંગમાં પણ પહેરી શકાય છે. હાલમાં રેશમમાંથી બનાવેલી નીચેની એક્સેસરી લોકપ્રિય બની છે. આવી એક્સેસરીની મેકિંગ કિટ પણ મળે છે જેને ઘરની મહિલાઓને ગિફ્ટમાં પણ આપી શકાય છે. Â સિલ્ક થ્રેડ જ્વેલરી સેટ સિલ્ક થ્રેડ જ્વેલરી સેટમાં મોટાભાગે બ્રાઇટ રંગના રેશમના તાંતણાઓનો સમાવેશ કરવામાં આવેલો હોય છે. આના કારણે એવું પરફેક્ટ કોમ્બિનેશન સર્જાય છે જેને દરેક પ્રકારના ચણિયાચોેળી સાથે સહેલાઇથી પહેરી શકાય છે. આ પ્રકારના સેટ પાંચસો રૂપિયાથી માંડીને 1500 રૂપિયા સુધીની રેન્જમાં ઉપલબ્ધ છે. આ સિલ્ક થ્રેડ જ્વેલરી સેટ સિંગલ રંગમાં તેમજ મલ્ટિકલરના કોમ્બિનેશનમાં ઉપલબ્ધ છે. Â સિલ્ક થ્રેડ કંગન આ સિલ્ક થ્રેડ કંગનને નવરાત્રિમાં પહેરીને મ્હાલી શકાય છે પણ સાથેસાથે નવરાત્રિ પછી એને મેક્સી, ડ્રેસ કે પછી વેસ્ટર્ન આઉટફિટ સાથે રોજબરોજના જીવનમાં પહેરી શકાય છે. આ કંગન પહેરવામાં એકદમ હળવા હોવાના કારણે એ પહેરવાથી કોઇ સમસ્યા નથી થતી. Â સિલ્ક થ્રેડ ઝુમકા સિલ્ક થ્રેડ ઝુમકાને ચણિયાચોળીની સાથે સાથે સલવાર સૂટ અને કુર્તી સાથે પહેરી શકાય છે. તહેવારો વખતે પણ આ‌વા ઝુમકા અનોખો લુક આપે છે. સામાન્ય રીતે આવા ઝુમકા 100 રૂપિયાથી માંડીને 300 રૂપિયા સુધી મળી જાય છે.

અન્ય સમાચારો પણ છે...