લેટ્સ ટોક:રાત્રે સૂતી વખતે ઇનરવેર પહેરવાં જોઇએ કે નહીં?

13 દિવસ પહેલાલેખક: મુક્તિ મહેતા
  • કૉપી લિંક

રાત્રે સૂતી વખતે ઇનરવેર પહેરવા જોઇએ કે નહીં એનો આધાર દરેક યુવતીની વ્યક્તિગત પસંદગી પર રહેલો છે. ઘણી યુવતીનો રાત્રે સૂતી વખતે બ્રા પહેરવાથી સતત ભીંસનો અનુભવ થયા કરે છે. આ સંજોગોમાં તેઓ નિરાંતનો લાગણી અનુભવવા માટે રાત્રે ઇનરવેર પહેરવાનું પસંદ નથી કરતી હોતી. કેટલીક યુવતીઓને રાત્રે બ્રા પહેર્યા વગર ઊંઘ આવતી નથી. બ્રા વગર તેમને વિચિત્ર લાગણી અનુભવાતી હોય છે. જોકે તબીબી દૃષ્ટિએ જોઇએ તો રાત્રે સૂતી વખતે ઇનરવેર પહેરવાથી કે પહેરવાથી કોઇ ફરક નથી પડતો. આ વ્યક્તિગત પસંદગીનો મુદ્દો છે. આ બંને વિકલ્પના પોતપોતાના ફાયદા અને નુકસાન છે. આરામદાયક નીંદર જરૂર મોટાભાગની મહિલાઓ ઘર અને બહાર બન્નેની જવાબદારીઓ નિભાવવાના ચક્કરમાં એટલી થાકી જાય છે કે પોતાની ઊંઘ પણ પૂરી કરતી નથી. જેમ આખો દિવસ રહે છે રાતે પણ તેમ જ સૂઇ જાય છે. તેમનું જીવન એટલું વ્યસ્ત હોય છે કે રાતે કપડાં બદલવા જોઇએ એ વાત પણ તેઓ નથી સમજતી. જોકે રાત્રે ફિટ કપડાં પહેરવાથી, બ્રા પહેરીને સૂઇ જવાથી કે મેકઅપ કરીને સૂઈ જવાથી રાતે ઊંઘમાં ખલેલ પડે છે અને બીજો દિવસ આખો સુસ્તીમાં રહેવાને કારણે વ્યર્થ જાય છે. આમ, રાત્રે આરામદાયક નીંદર માટે પસંદગીના કપડાં અને ઇનરવેરમાં રિલેક્સ થવું જરૂરી છે. ટાઇટ બ્રા નુકસાનકારક જો તમે રાત્રે બ્રા પહેરી જ સહજ અનુભવ કરતાં હોવ તો બ્રા પહેરીને જ સૂઓ અને બ્રા પહેરવાથી જો અગવડ અનુભવતા હોવ તો બ્રા પહેર્યા વગર સૂઓ. બ્રા પહેરીને સૂઓ ત્યારે આ વાતનું ધ્યાન રાખો કે તમે રાત્રે સૂતી વખતે જે બ્રા પહેરો તે નરમ કોટન ફેબ્રિકની હોય અને એકદમ ટાઇટ ફિટિંગની ન હોય. ઘણીવાર અત્યંત ટાઇટ બ્રા પહેરવાથી રક્તનું પરિભ્રમણ અવરોધાય છે. રાત્રે પહેરવા માટે સ્પોર્ટ્સ બ્રા પણ સારો વિકલ્પ છે. રાત્રે સૂતી વખતે રિલેક્સ રહેવું જરૂરી છે. આ સંજોગોમાં બ્રાનું ટાઇટ ઇલાસ્ટિક દબાણ ન કરે એ માટે ઢીલી બ્રાની પસંદગી કરો. શક્ય હોય તો અંડરવેર ન પહેરો બ્રા પહેરીને સૂવાની આદત ખરેખર કેટલીય હેલ્થ પ્રોબ્લેમને આમંત્રણ આપે છે. ખૂબ જ ટાઇટ બ્રા તમારી સ્કીન સાથે સતત ઘસાઇને હાઇપર પિગ્મેન્ટેશનનું કારણ બની શકે છે, જેનાથી તમારી ત્વચા પર બળતરા અને અન્ય નુકસાન થઇ શકે છે. રાતે અંડરવેર પહેરીને સૂવાથી વજાઇનામાં બળતરા અને સોજો થવાની સંભાવના વધી જાય છે અને એ યીસ્ટ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. ઘણીવાર સ્ત્રીઓ સૂતી વખતે પણ પેન્ટી પહેરે છે, પણ સૂતી વખતે પેન્ટી ન પહેરવાની આદત બનાવો. શરૂઆતમાં પેન્ટી વિના સૂવું તમને અજુગતું લાગશે, પરંતુ ગાયનેકોલોજિસ્ટ્સનું માનવું છે કે થોડા કલાકો સુધી આ કરો, જેથી તમારા પ્રાઈવેટ પાર્ટની ત્વચા પણ શ્વાસ લઈ શકે. સતત આવરણ બેક્ટેરિયાના વિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવે છે અને સ્ત્રીઓ સરળતાથી ચેપનો ભોગ બને છે. સૂતી વખતે યોનિની સંભાળ સુગંધિત સાબુનો ઉપયોગ કર્યા પછી યોનિમાર્ગમાં જો ખંજવાળ અથવા બળતરા થથી હોય તો યોનિને સાફ કરવા માટે હાઇપોઅલર્જેનિક સાબુનો ઉપયોગ કરવો અને રાત્રે સૂતી વખતે યોનિ સાફ કરીને જ સૂવાની આદત પાડવી યોનિની આસપાસ ક્યારેય સુગંધિત ક્રીમ અથવા જેલનો ઉપયોગ કરશો નહીં. આ ભાગને ઠંડા પાણીથી અને સ્વચ્છ કપડાંથી સાફ કરો. ત્યાં પરફ્યુમ અથવા સુગંધિત વસ્તુઓ લગાવવાથી કુદરતી પીએચ સંતુલન ખલેલ પહોંચે છે, તેથી આ ભાગમાં તેનો ઉપયોગ પણ કરવો નહીં.

અન્ય સમાચારો પણ છે...