તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
યુવક અને યુવતી વચ્ચે જ્યારે તારામૈત્રક રચાય છે ત્યારે તેઓ મનમાં તો એકબીજાની લાગણી સમજતા જ હોય છે પણ એને શબ્દોમાં વ્યક્ત કરવાની હિંમત નથી હોતી. પહેલા લાગણી કોણ વ્યક્ત કરે એની મીઠી મુંઝવણમાં ઘણીવાર રસ્તાઓ ફંટાઇ જાય છે. યુવતીને પોતાની ઇમેજની બીક લાગતી હોવાથી એકરાર કરતા ડરતી હોય છે જ્યારે યુવકને મોટાભાગે તેનો શરમાળ સ્વભાવ પ્રપોઝ કરવામાં રોકતો હોય છે. જો સંબંધ આવી સમસ્યામાં અટવાયો હોય તો છોકરીએ પ્રપોઝ કરવની પહેલ કરવી જોઇએ કે નહીં એ વિશે એ જાણવું રસપ્રદ થઇ પડશે. છોકરી પણ કરી શકે છે પ્રપોઝ થોડા વર્ષો પહેલાં માનવામાં આવતું હતું કે જો કોઇ યુવતી સામેથી પ્રપોઝ કરે તો એનું કેરેક્ટર બરાબર નથી પણ હવે યુવાનોની વિચારસરણી આવી નથી અને એમાં ધરમૂળથી પરિવર્તન આવી ગયું છે. હવે પહેલા કોણ પ્રપોઝ કરે? એવું વિચારમાં સમયની જે બરબાદી થાય એ છોકરા કે છોકરીને ફાવતી નથી. પ્રપોઝ કર્યા પછી પણ જે જવાબ આવે એની પણ પૂરતી તૈયારી રાખવાની બાબતમાં આજનો યુવાવર્ગ ખૂબ જ સ્પષ્ટ છે. હવે છોકરી પ્રપોઝ કરે એ વાત યુવાનોને પણ હકારાત્મક રીતે આવકારદાયી લાગે છે. હવે જો સ્ત્રી ડેટિંગની બાબતમાં પહેલ કરે તો એ બાબત પુરુષોને ખૂબ જ હોટ લાગે છે. યુવતીઓ હોય છે સ્પષ્ટ આજે પણ મોટા ભાગના છોકરાઓ પોતાના સંબંધની શરૂઆત માત્ર આકર્ષણ અને લુક પરથી જ કરતા હોય છે એટલે જ તેમને નવા સંબંધમાં જોડાવામાં બહુ સમય નથી લાગતો. છોકરીઓની બાબતમાં આ બાબત હજી પણ એટલી સામાન્ય નથી બની. છોકરી જ્યાં સુધી ખરેખર લાંબા સંબંધ માટે તૈયાર નહીં હોય ત્યાં સુધી પહેલ નહીં કરે. તે પહેલ કરે છે એ જ સૂચવે છે કે તે પોતાના નિર્ણયમાં ખૂબ જ સ્પષ્ટ અને ગંભીર છે. માનસિકતાનો તફાવત છોકરો ખરેખર સાચા પ્રેમમાં હોય અને તે પોતે જેને ચાહે છે તેને ગુમાવવા ન માગતો હોય ત્યારે તે પ્રેમના ઇઝહારમાં પહેલ કરતાં ડરતો હોય છે. અને એ જ રીતે છોકરી જ્યારે ખરેખર પ્રેમમાં હોય અને પોતાની પ્રિય વ્યક્તિને ગુમાવવા ન માગતી હોય ત્યારે તે ઇઝહારમાં પહેલ કરતાં અચકાતી નથી. આ વાત વિરોધાભાસી લાગી શકે છે, પણ એ વાસ્તવિક પણ છે. આ સંજોગોમાં જો યુવતી સામેથી એકરાર કરે તો અનેક માનસિક ગૂંચવણનો અંત આવી શકે છે અને નવા સંબંધની હકારાત્મક શરૂઆત થઇ શકે છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.