પહેલું સુખ તે...:વર્કઆઉટ રૂટિનમાં સ્વિમિંગનો શું કામ કરવો જોઇએ સમાવેશ? આ રહ્યાં કારણો...

20 દિવસ પહેલાલેખક: સપના વ્યાસ
  • કૉપી લિંક
  • શરીરની તમામ મસલ્સ સ્ટ્રેન્થ વધારવાનો રસ્તો માત્ર વેઇટ લિફ્ટિંગ જ નથી. સ્વિમિંગ એ ટોટલ બોડી વર્કઆઉટ છે જે અપર બોડી, કોર અને લોઅર બોડીના મસલ્સને ટાર્ગેટ કરે છે

સ્વિમિંગ એક્સરસાઇઝનો બહુ લોકપ્રિય પ્રકાર છે કારણ કે આ એક્ટિવિટીમાં આનંદ તો મળે જ છે પણ સાથે સાથે એ સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડતું ચેલેન્જિંગ વર્કઆઉટ છે. તમારા રોજિંદા વર્કઆઉટમાં સ્વિમિંગનો સમાવેશ કરવાથી શરીરની ચરબી ઘટાડવામાં તો મદદ મળે જ છે પણ સાથે સાથે બ્લડ પ્રેશરના લેવલ તેમજ મેન્ટલ હેલ્થની જાળવણી સહિત બીજા અનેક સ્વાસ્થ્યને લગતા ફાયદા થાય છે. સ્વિમિંગ વર્કઆઉટનો સારો વિકલ્પ સાબિત થાય છે કારણ કે એનાથી સ્ટ્રેન્થ બિલ્ડિંગ થાય છે, મસલ્સ મજબૂત બને છે અને બ્રિધિંગમાં ફાયદો થાય છે. આના કારણે જો શક્ય હોય તો આ એક્સરસાઇઝ ઝડપથી શરૂ કરી દેવી જોઇએ.
સ્વિમિંગ વર્કઆઉટના ફાયદાઓ
જે વ્યક્તિ નિયમિત સ્વિમિંગ કરે છે એને ખબર હોય છે કે આ બહુ ટફ વર્કઆઉટ છે. જોકે કેટલીક વ્યક્તિઓ એને હળવાશ અનુભવવા માટે કરવામાં આવતી એક્ટિવિટી તરીકે માણે છે. જે વ્યક્તિને સ્વિમિંગ ન આવડતું હોય તો અથવા તો જેણે હજી સ્વિમિંગ કરવાની શરૂઆત જ કરી હોય તેને હજી સ્વિમિંગની એક્ટિવિટીનો ક્રોસ ટ્રેનિંગ એક્ટિવિટી અથવા તો એક એક્સરસાઇઝ તરીકેની ક્ષમતાનો અહેસાસ નથી હોતો. હકીકતમાં સ્વિમિંગ એક ફિઝિકિલ ફિટનેસને વધારે સારી બનાવવાનો એક વિકલ્પ છે અને એ સંપૂર્ણ હેલ્થ પર હકારાત્મક અસર કરે છે.
ક્ષમતામાં વધારો
સ્વિમિંગ વ્યક્તિની શારીરિક ક્ષમતામાં વધારો કરે છે. સ્વિમિંગ એ રિપેટિટિવ એક્સરસાઇઝ છે. એક વખત તમે યોગ્ય રીતે સ્વિમિંગ કરતા શીખી જાઓ પછી ક્રમશ: એના પ્રમાણમાં વધારો કરીને ફ‌િઝિકલ એક્ટિવિટીની ક્ષમતામાં વધારો કરી શકો છો. સ્વિમિંગ કાર્ડિયોવસ્ક્યુલર ક્ષમતામાં વધારો કરીને ફિઝિકલ ‌ફિટનેસ સુધારે છે જેના કારણે વ્યક્તિ લાંબા સમય સુધી સ્વિમિંગ કે પછી બીજી ફિઝિકલ એક્ટિવિટી કરી શકે છે.
હાર્ટ રેટમાં સુધારો
સ્વિમિંગ એવી એરોબિક એક્સરસાઇઝ છે જે કાર્ડિયોવસ્ક્યુલર એક્ટિવિટીને ટેકો આપે છે. વ્યક્તિ જ્યારે આરામ કરતી હોય ત્યારે હાર્ટ રેટ નીચો હોય તે આદર્શ પરિસ્થિતિ છે પણ એક્સરસાઇઝ વખતે હાર્ટ રેટ વધારે હોય એ ઇચ્છનીય છે. એક્સરસાઇઝને પગલે વધેલો હાર્ટ રેટ મસલ્સને વધારે ઓક્સિજન આપવાની ટ્રેનિંગ આપે છે જેના કારણે શરીર વધારે કેલરીનું દહન કરે છે તેમજ કોલેસ્ટેરોલનું સ્તર ઘટાડે છે. આમ, એક્સરસાઇઝ દરમિયાન હાર્ટ રેટ વધવો બહુ જરૂરી છે અને સ્વિમિંગ જેવી એક્સરસાઇઝ કરવાથી હાર્ટ રેટમાં વધારો થઇને એ સુધરે છે. જ્યારે વ્યક્તિ સ્વિમિંગ કરે છે ત્યારે હાર્ટ રેટ વધે છે અને દરેક ધબકારે વધારે બ્લડનું પમ્પિંગ થાય છે. સમયાંતરે આના કારણે રેસ્ટિંગ હાર્ટ રેટમાં પણ ઘટાડો થાય છે જેના કારણે અનેક રોગો થવાની શક્યતામાં ઘટાડો થાય છે.
મસલ્સ સ્ટ્રેન્થમાં ઇમ્પ્રુવમેન્ટ
મસલ્સ સ્ટ્રેન્થ વધારવાનો એકમાત્ર રસ્તો વેઇટ લિફ્ટિંગ જ નથી. સ્વિમિંગ એ ટોટલ બોડી વર્કઆઉટ છે જે અપર બોડી, કોર અને લોઅર બોડીના મસલ્સને ટાર્ગેટ કરે છે. દરેક સ્ટ્રોક સાથે તમારા દરેક મસલ ગ્રુપને એક્સરસાઇઝ મળે છે અને એ સમયાંતરે વધારેને વધારે મજબૂત બને છે. વ્યક્તિ જ્યારે સ્વિમ લેપ્સ કરે છે ત્યારે તે મોટાભાગે અપર બોડીનો ઉપયોગ કરે છે. ફ્રી સ્ટાઇલ સ્ટ્રોક અને બટરફ્લાય સ્ટ્રોક જેવા કેટલાક સ્ટ્રોકમાં હાથ, છાતી, ખભા અને પીઠના સ્નાયુઓનું વર્કઆઉટ થાય છે. જો વ્યક્તિ નિયમિત લેપ્સની પ્રેક્ટિસ કરે તો વેઇટ લિફ્ટિંગ કરવાથી જેટલી કેલરી બર્ન થાય છે એટલી જ કેલરી બર્ન કરી શકે છે. જો તમે એવી કોઇ સ્વિમિંગ ટેક્નિકની પ્રેક્ટિસ કરો જેમાં ઘણી બધી કિકિંગ એક્સરસાઇઝ હોય તો લોઅર બોડી વર્કઆઉટ થાય છે. આના કારણે પગ અને નિતંબના સ્નાયુઓ મજબૂત બને છે.
ફેફસાંની કેપેસિટીમાં વધારો
સ્વિમિંગ માટે યોગ્ય બ્રિધિંગ ટેક્નિક શીખવાનું અને એની પ્રેક્ટિસ કરવાનું બહુ જરૂરી છે કારણ કે અંડરવોટર સ્વિમિંગ કરતી વખતે શ્વાસોચ્છ્વાસ પર નિયંત્રણ હોવું બહુ જરૂરી છે. સ્વિમિંગ એક્ટિવિટીમાં રહેલું એરોબિક એલિમેન્ટ ફેફસાંની કેપેસિટી અને ક્ષમતામાં વધારો કરવામાં મદદ કરે છે. એક્સરસાઇઝ અને સ્વસ્થ રોજિંદા જીવન માટે હેલ્ધી રેસ્પિરેટરી સિસ્ટમ હોવી બહુ જરૂરી છે. અલગ અલગ સ્વિમિંગ સ્ટ્રોક સ્વિમરની ક્ષમતામાં વધારો કરે છે. શરીરની ફેફસાંની ક્ષમતામાં વધારો થવાથી શરીરની ઓક્સિજન શોષવાની ક્ષમતામાં વધારો થાય છે અને એની સમગ્ર સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર પડે છે.
લો-ઇમ્પેક્ટ એક્ટિવિટી
ઘણી વખત રનિંગ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ જેવી કેટલીક એક્સરસાઇઝ શરીર પર અને ખાસ કરીને શરીરના જોઇન્ટ પર દબાણ કરે છે. જે વ્યક્તિ લો-સ્ટ્રેસ એક્સરસાઇઝ એક્ટિવિટી કરવા ઇચ્છતી હોય તેમને એક્વેટિક એક્સરસાઇઝ અથવા તો હાઇડ્રોથેરાપીની સલાહ આપવામાં આવતી હોય છે. સ્વિમિંગ એ દરેક વયજૂથની વ્યક્તિ માટે એક્સરસાઇઝનો સારામાં સારો વિકલ્પ છે. સ્વિમિંગની એક્સરસાઇઝ એક ક્રોસ ટ્રેનિંગ પ્રોગ્રામ તરીકે અથવા તો એરોબિક એક્સરસાઇઝના પ્રોગ્રામ તરીકે કરી શકાય છે. સ્વિમિંગ આમ તો ટફ વર્કઆઉટ છે પણ જે વ્યક્તિ લો-ઇમ્પેક્ટ એક્સરસાઇઝની શોધમાં હોય તેમના માટે એ સારો વિકલ્પ સાબિત થાય છે. જો તમે તમારા એક્સરસાઇઝ રૂટિનમાં એક્સરસાઇઝના કોઇ ચેલેન્જિંગ પણ ફાયદાકારક પ્રકારનો સમાવેશ કરવા ઇચ્છતા હો તો ચોક્કસપણે સ્વિમિંગના વિકલ્પ વિશે વિચારી શકાય. એ હાર્ટ રેટમાં સુધારો કરે છે, મસલ્સ મજબૂત બનાવે છે અને બીજા અનેક ફાયદા પહોંચાડે છે. સ્વિમિંગ પહેલી નજરે એકદમ સરળ લાગે છે પણ પૂલમાં રમત રમવાની સરખામણીમાં એ સારી એવી ચેલેન્જિંગ એક્સરસાઇઝ છે.
hello@coachsapna.com

અન્ય સમાચારો પણ છે...