દરેક યુવતી સ્ટાઇલિશ, ક્લાસી અને ફેશનેબલ દેખાવા ઇચ્છા છે. જોકે, ઘણી વખત આવા વારંવાર આવા આઉટફિટ ખરીદવાનું શક્ય નથી હોતું અને વારંવાર આવા આઉટફિટ ખરીદવાનું ખર્ચાળ સાબિથ થયા છે. જોકે જો થોડી સ્માર્ટનેસ વાપરીને સેલમાંથી યોગ્ય રીતે શોપિંગ કરવામાં આવે તો પ્રમાણમાં બહુ ઓછી કિંમતે સારી ગુણવત્તાવાળા આઉટફિટ પ્રમાણમાં સસ્તી કિંમતે મળી શકે છે. એવી કેટલીક બજેટ ફ્રેન્ડલી ટિપ્સ છે જેનું પાલન કરીને કોઇ પણ યુવતી ઓછી કિંમતમાં ક્લાસી અને સ્ટાઇલિશ લાગી શકે છે.
 સ્માર્ટ શોપિંગનો વિકલ્પ જો તમે સેલમાંથી સારી રીતે શોપિંગ કરતા ઇચ્છતા હો તો સેલની સિઝનમાં દરેક પ્રકારના સેલની માહિતી હોવી જોઇએ. વર્ષમાં અનેક વખત એવા પ્રસંગ ઊભા થાય છે જ્યારે તમને ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતના સેલમાં સારું એવું ડિસ્કાઉન્ટ મળે છે. આ ડિસ્કાઉટ 50થી 70 ટકા જેટલું હોઇ શકે છે. આમ, સેલમાંથી સ્ટાઇલિશ અને ટ્રેન્ડી આઉટફિટ ખરીદને સારી એવી બચત કરી શકો છો. જો તમને બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવાનો શોખ હોય તો પણ સેલની જાહેરાત પર ધ્યાન રાખવું જોઇએ કારણ કે મોટી મોટી બ્રાન્ડેડ કંપનીઓ પણ વર્ષમાં એક વખત તો સેલની જાહેરાત પણ કરતી હોય છે.
 મિક્સ્ડ એન્ડ મેચ સ્ટાઇલ તમારે સ્માર્ટ અને બજેટ ફ્રેન્ડલી શોપિંગ કરીને ક્લાસી અને એલિગન્ટ લુક જોઇતો હોય તો મિક્સ્ડ એન્ડ મેચ ફોર્મ્યુલા ટ્રાય કરવી જોઇએ. જો તમે કોઇ પાર્ટીમાં જવાનું હોય તો અને તમે ડ્રેસ મામલે કન્ફ્યુઝ હો તો તમે મિકસ્ડ એન્ડ મેચ ફોર્મ્યુલા અજમાવી શકો છો. જો તમે એક ડ્રેસ સાથે કોન્ટ્રાસ્ટ કે ફ્યુઝન કોમ્બિનેશન પહેરશો તો સ્ટાઇલિશની સાથે સાથે ટ્રેન્ડી લુક પણ મેળવી શકાય છે. અલગ અલગ સેલમાંથી અલગ અલગ વસ્તુઓ ખરીદીને આગવી મિક્સ્ડ અને મેચ સ્ટાઇલ બનાવી શકો છો.
 બ્લેક છે બેસ્ટ ઓનલાઇન સેલમાંથી શોપિંગ કરવા માટે બ્લેક સારામાં સારો કલર છે કારણ કે એમાં પસંદગીનો કલર બદલાઇ જવાની શક્યતા લગભગ શૂન્ય હોય છે. બ્લેક બીજા રંગના કલરના ડ્રેસ સાથે અને દરેક પ્રકારની પેટર્ન સાથે સારી રીતે કોઓર્ડિનેટ કરે છે. બ્લેક એવો ક્લાસી રંગ છે જે નાના બજેટમાં સ્લિમ અને સ્ટાઇલિશ લુક આપે છે.  કિંમત કરો ચેક હાલમાં સેલની સિઝન ચાલી રહી છે અને અનેક જગ્યાએ ઘણું બધું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જોકે તમે સેલમાં શોપિંગ કરવા જવા ઇચ્છતા હો તો આ બધી વસ્તુઓની કિંમત પહેલાં ઓનલાઇન પણ ચેક કરી લો. સામાન્ય રીતે ઓનલાઇન સેલમાં વસ્તુ ઓફલાઇન સેલ કરતાં વધારે સસ્તી મળી જતી હોય છે. જોકે ઓનલાઇન શોપિંગ કરતી વખતે આ શોપિંગ ભરોસાપાત્ર વેબસાઇટ પરથી જ કરવું જોઇએ કારણ કે આવી વેબસાઇટ પરથી જ ખરીદેલાં કપડાં અને શુઝ જેવી વસ્તુઓની સાઇઝમાં સમસ્યા નથી નડતી.
 વહેલાં તે પહેલાં જો તમે સેલમાંથી ખરીદી કરતા હો તો દુકાનદારની ગોળ-ગોળ વાતોથી દૂર રહો. દુકાનદાર માટે આ રોજનું કામ છે અને તે દરેક ગ્રાહક સાથે આવી જ રીતે વાત કરતો હોય છે. જો તમારે સેલમાંથી શોપિંગ કરવું હોય તો પહેલાં બે દિવસમાં જ આ શોપિંગ કરી લેવું હિતાવહ છે કારણ કે એ સમયે દરેક સાઇઝ અને દરેક રંગમાં વિકલ્પો મળી રહે છે. જો સેલને થોડા દિવસ થઇ જાય તો તમને અનુરૂપ સાઇઝની વસ્તુઓ ન મળે એવું પણ થઇ શકે છે. સેલમાંથી ક્યારેય નાની સાઇઝનાં વસ્ત્રો ન લો, મોટી સાઇઝનાં વસ્ત્રો લઇ શકો છો કારણ કે એને સહેલાઇથી ઓલ્ટર કરી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.