મે એમ ઇચ્છતા હો કે તમારું ઘર હંમેશાં સાફ અને સ્વચ્છ રહે તેમજ ફર્નિચર અને ફ્લોર ચમકતી રહે તો એ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે. જોકે આ ક્લિનિંગ માટે બહારથી ક્લિનિંગ લિક્વિડ ખરીદવાની જરૂર નથી. તમે આ ક્લિનર્સ ઘરે પણ બનાવી શકો છો. આ ઘરને સાફ કરીને એને ચમકાવી દે છે. ટાઇલ્સની સફાઇ માટેનું મિશ્રણ વ્યક્તિ જ્યારે કોઇ ઘરમાં એન્ટ્રી લે છે ત્યારે સૌથી પહેલાં ફ્લોરિંગ અને ડેકોર ડિઝાઇન પર નજર પડે છે. જો તમારા ઘરની ફ્લોર પર લાગેલી ટાઇલ્સની વચ્ચેની તિરાડોમાં ગંદકી જામી જાય અને જો યોગ્ય સમયે એને સાફ ન કરવામાં આવે તો એ જામી જાય છે. આ ગંદકીને સાફ કરવા માટે બેકિંગ સોડા અને પાણીને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરીને એને ગંદકીની જગ્યા પર લગાવો. આ પછી વિનેગર અને પાણીને મિક્સ કરીને આ મિશ્રણ સ્પ્રે બોટલથી ગંદકી પર સ્પ્રે કરો. આનાથી તમામ ગંદગી સાફ થઇ જશે. માઇક્રોવેવની સફાઇ જો તમારા માઇક્રોવેવની અંદર ગંદકી જામી ગઇ હોય તો એને ખાસ મિશ્રણથી સાફ કરવું પડે છે. આ મિશ્રણ બનાવવા માટે એક સ્પ્રે બોટલમાં થોડું પાણી, થોડું વ્હાઇટ વિનેગર તેમજ અડધો કપ બેકિંગ સોડા મિક્સ કરો. હવે જ્યારે માઇક્રોવેવ ઠંડું હોય ત્યારે આ સોલ્યુશનથી કોટિંગ કરી લો. હવે દરવાજો બંધ કરીને સોલ્યુશનને એનું કામ કરવા દો. આને આખી રાત રાખો તેમજ સવારે ઉઠીનેમ માઇક્રોવેવને સાબુના પાણીથી સાફ કરીને કોરા કપડાથી લુછી લો. કાચ સાફ કરવા માટે વિનેગર કપ-રકારબી પર અને ફ્લાવર વાઝ પર એવા કેટલાક ડાઘ લાગે છે જે એકદમ હઠીલા હોય છે અને ઝડપથી નથી નીકળતા. આ ડાઘને સાફ કરવાનું કામ બહુ મુશ્કેલ હોય છે. આ ડાઘ દૂર કરવા માટે 1 કપ રબિંગ આલ્કોહોલ, 1 કપ પાણી અને 1 કપ વિનેગરનું મિશ્રણ ફાયદાકારક સાબિત થાય છે. ડાઘ પર આ મિશ્રણને માઇક્રોફાઇબર કપડાં અથવા તો જૂનાં ન્યૂઝપેપરની મદદથી ઘસો. રબિંગ આલ્કોહોલ અને પાણીનું મિશ્રણ ડાઘ પર કામ કરશે જ્યારે વિનેગર સરફેસ પર ચમક લાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.