લેટ્સ ટોક:અંડરવેર શેમિંગ...ખોટી શરમ મૂકે છે મોટી મુસીબતમાં

મુક્તિ મહેતા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાજમાં લોકો ફિમેલ હાઇજિન જેવા મુદ્દા પર ચર્ચા કરતી વખતે શરમ અનુભવે છે. આ માનસિકતાના કારણે ખોટી માન્યતાને વેગ મળે છે

અંત:વસ્ત્રો એટલે કે આંતરિક વસ્ત્રો દરેક વ્યક્તિની અંગત વાત છે, પછી એ વ્યક્તિ પુરુષ હોય કે સ્ત્રી... સામાન્ય રીતે પુરુષોનાં અંત:વસ્ત્રો વિશે કોઇ ચર્ચા નથી થતી પણ જો કોઇ મહિલા કે યુવતીનાં અંત:વસ્ત્રોની વાત થતી હોય તો નાનામાં નાની વાત પણ વિવાદનો મુદ્દો બની જતી હોય છે. આવો જ એક મુદ્દો છે અંડરવેર શેમિંગનો. ભારતમાં વર્ષોથી મહિલાઓ કે યુવતીઓનાં અંત:વસ્ત્રો સાથે શરમનો મુદ્દો જોડાયેલો છે અને એટલે જ વર્ષોથી એને ધોઇને સૂકવતી વખતે એને દુપટ્ટા, સ્કર્ટ, ટોવેલ કે પછી અન્ય વસ્ત્રનાં આવરણ હેઠળ સૂકવવામાં આવે છે. જોકે આ આદત સદંતર ખોટી છે અને સ્વાસ્થ્યને લગતી સમસ્યા પણ સર્જાઇ શકે છે. ખોટો સંકોચ અંડરવેર શેમિંગનાં મૂળમાં ખોટો સંકોચ રહેલો છે. આના કારણે ભારે પ્રયાસો કરવા છતાં મહિલાઓની સેક્સ્યુલિટી અને હાઇજિન જેવા મુદ્દા પર પૂરતી જાગૃતિ કેળવાતી નથી. હજી સમાજમાં અનેક લોકો ફિમેલ હાઇજિન જેવા મુદ્દા પર ચર્ચા કરતી વખતે શરમ અનુભવે છે. તેમની આવી માનસિકતાના કારણે લોન્જરી અને બીજા મહિલાઓનાં ઇનરવેરને જાહેરમાં હવામાં અને સૂર્યપ્રકાશમાં સૂકવવાનું ટાળવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં તો જાહેરમાં લોન્જરી અને પેન્ટી સૂકવવાની આદતને બેહૂદી અને શરમજનક ગણવામાં આવે છે. આ પ્રકારની માનસિકતાને કારણે મહિલાઓ એને ભેજવાળા વાડામાં અથવા તો બાથરૂમની અંદર જ સૂકવે છે. આટલું ઓછું હોય એમ એની ઉપર બીજાં વસ્ત્રનું અથવા તો સાડીનું આવરણ ઢાંકી દેવામાં આવે છે. જોકે આવી કુટેવને કારણે અનેક શારીરિક સમસ્યાઓ પણ થઇ શકે છે. ભેજવાળાં વાતાવરણની આડઅસર જો અંત:વસ્ત્રો હવામાં કે તડકામાં સૂકવવાને બદલે ભેજવાળાં વાતાવરણમાં જ સૂકવવામાં આવે છે એ સૂકાઇ તો જાય છે પણ એમાં ભેજ રહી જવાને કારણે એમાં બેક્ટેરિયાનો ગ્રોથ થાય છે. શરીરમાં વજાઇના અત્યંત સંવેદનશીલ અવયવ ગણાય છે અને એની સારી રીતે સંભાળ રાખવી જરૂરી છે. જો આખો દિવસ ભેજવાળી પેન્ટી પહેરી રાખવામાં આવે તો એમાં માઇક્રો-ઓર્ગનાઇઝમ વિકસે છે અને એના કારણે અનેક રોગ થાય છે. રિંગવર્મ ઇન્ફેક્શન, યુરિનરી ટ્રેકનું ઇન્ફેક્શન અથવા તો પ્યુબિક સ્કીન ડિસીઝ જેવી સમસ્યાઓના મોટાભાગના કિસ્સાઓ પાછળ ભેજવાળાં આંત:વસ્ત્રો જવાબદાર હોય છે. આ સિવાય ભેજવાળી પેન્ટી પહેરવાથી ત્વચામાં ખંજવાળ, લાલ ચકામાં, બર્નિંગ સેન્સેશન જેવી સમસ્યાઓ થાય છે. જો આ પેન્ટીને ખુલ્લામાં અથવા તો સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે તો ફેબ્રિકમાં બેક્ટેરિયલ ગ્રોથ થવાની શક્યતા ઘટી જાય છે. પરિવારમાં જાગૃતિ જરૂરી જો તમે ઇચ્છતા હો કે તમારા પરિવારની દીકરી કે મહિલા અંડરવેર શેમિંગને કારણે સર્જાતી શારીરિક સમસ્યાઓનો ભોગ ન બને તો તમામ સભ્યોમાં આ વિશે જાગૃતિ કેળવાય એ જરૂરી હોય છે. લોન્જરી અને બીજાં અંત:વસ્ત્રો જાહેરમાં સૂકવવા એ શરમનો મુદ્દો નથી...આ વાતની સ્પષ્ટતા દરેક વ્યક્તિનાં મનમાં હોવી જોઇએ. પરિવારમાં એ લાગણી હોવી જરૂરી છે કે સમાજની ખોટી શરમમાં પરિવારની મહિલાઓ અને યુવતીઓનાં સ્વાસ્થ્યને જોખમમાં મૂકવું હિતાવહ નથી. અંત:વસ્ત્રોની નિયમિત સફાઇ જરૂરી મોંઘી અને ડેલિકેટ ફેબ્રિકની અન્ડરવાયર બ્રા કે પછી પેડેડ બ્રા જો રોજ નિચોવીને ધોવામાં આવે તો એ ડેમેજ થાય છે અને એટલે જ સ્ત્રીઓ આવા ગાર્મેન્ટને રોજ ધોવાનું ટાળે છે. બ્રા રોજ ન ધોઈએ તો ચાલે એવો કન્સેપ્ટ વિદેશમાં છે અને હવે આપણે ત્યાં પણ કેટલીક સ્ત્રીઓ એનું અનુકરણ કરવા લાગી છે. જોકે એ હાનિકારક નીવડી શકે છે. બહારના ઠંડાં દેશોમાં લોકોને પસીનો થતો નથી, જેને કારણે તેમનાં કપડાં અને અન્ડરગાર્મેન્ટ પણ કોરાં હોય છે. આપણે ત્યાં ભેજવાળા વાતાવરણને લીધે ખૂબ પરસેવો થાય છે અને એટલે જ બ્રાને રોજ ધોઈને સ્વચ્છ કરવી જરૂરી છે. ન ધોવામાં આવે તો પસીનામાં જમા થતા બેક્ટેરિયાના લીધે સ્કિન ઇન્ફેક્શન થઈ શકે. બ્રાને ધોયા પછી એમાંથી સાબુવાળું પાણી પૂરી રીતે નીકળી જાય અને ત્યાર બાદ પહેરતાં પહેલાં એ સુકાયેલી હોય એની ખાતરી કરવી મહત્ત્વની છે. ઘણી વાર ઉતાવળમાં મહિલાઓ થોડી ભીની હોય તો એ બ્રા પહેરી લેતી હોય છે, પણ એ ભીનાશને કારણે સ્કિન પર રેશિસ આવી શકે છે.

સીધો સૂર્યપ્રકાશ ટાળો... Â અંત:વસ્ત્રોને યોગ્ય રીતે ધોવાનું અને સૂકવવાનું બહુ જરૂરી છે. Â ઇનરવેરને કોઇ દુપટ્ટા કે ટોવેલ જેવાં આવરણ નીચે સૂકવવાને બદલે સૂર્યપ્રકાશમાં સૂકવવાં જોઇએ. આમાં થોડી વાર લાગે છે પણ વધારે સારો અને સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે. Â જોકે અંત:વસ્ત્રોને આકરા સૂર્યપ્રકાશમાં સીધા સૂકવી દેવાને બદલે શેડ નીચે હવામાં સૂકવવાથી એનો રંગ ઝાંખો નથી પડી જતો અને ઇલાસ્ટિક પર પણ તડકાની નકારાત્મક અસર નથી પડતી. Â તમે ઇચ્છો તો મશીન ડ્રાયનો વિકલ્પ પસંદ કરી શકો છો, પણ એ પછી પણ એને થોડો સમય ખુલ્લી હવામાં સૂકવવાં જ જોઇએ.

અન્ય સમાચારો પણ છે...