તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજાવટ:ઘરમાં ઉભી કરો અલાયદી ઓફિસ સ્પેસ

દિવ્યા દેસાઇ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓફિસ અથવા તો વર્કિંગ સ્પેસ એવી જગ્યા છે જ્યાં તમારે દિવસના અનેક કલાક પસાર કરવાના હોય છે એટલે સમજી વિચારીને હવાદાર અને થોડી પ્રાઇવસી મળી શકે એવી જગ્યાની પસંદગી કરવી જરૂરી છે, આનાથી કાર્યક્ષમતામાં વધારો થશે

જો તમે ઘરેથી જ કોઇ કામ કરતા હો અને તમારે ઘરમાં એવી અલાયદી સ્પેસની જરૂર હોય જ્યાં તમે શાંતિથી કોઇ ખલેલ વગર કામ કરી શકો તો એ શક્ય છે. જો સર્જનાત્મક વિચાર કરીને પ્લાનિંગ કરવામાં આવે તો ઘરમાં જ અલાયદી અને આરામદાયક ઓફિસ સ્પેસ ઉભી કરી શકાય છે. આ જગ્યાએ કલાકો સુધી કામ કરીને સફળતા તરફ આગળ વધી શકો છો. યોગ્ય લોકેશનની પસંદગી ઓફિસ અથવા તો વર્કિંગ સ્પેસ એવી જગ્યા છે જ્યાં તમારે દિવસના અનેક કલાક પસાર કરવાના હોય છે એટલે સમજી વિચારીને હવાદાર અને થોડી પ્રાઇવસી મળી શકે એવી જગ્યાની પસંદગી કરવી જરૂરી છે. આ વર્કિંગ સ્પેસમાં થોડી મોકળાશ હોવી જોઇએ જેથી તમને એવું ન લાગે કે તમે પાંજરામાં કેદ થઇ ગયા છે. તમે ગમે તેટલી નાની જગ્યામાં રહેતા હો તો પણ મોકળાશની લાગણી અનુભવાય એવી રીતે યોગ્ય લોકેશન પર વર્કિંગ સ્પેસ સેટઅપ કરી શકો છો. સ્ટોરેજ ફર્નિચરનું સિલેક્શન આ વર્ક સ્પેસ માટે ફર્નિચરની પસંદગી કરતી વખતે ધ્યાન રાખો કે એ ફર્નિચરની સાથે સાથે યોગ્ય સ્ટોરેજની ગરજ પણ સારે. જો તમારી ડેસ્ક અને સ્ટોરેજમાં પૂરતાં ખાના હશે તો તમે તમારી વસ્તુઓને સારી રીતે સાચવીને અને ગોઠવીને રાખી શકો છો. આ વર્ક સ્પેસનું ફર્નિચર ઘરના બીજા રૂમના ફર્નિચર સાથે મેચ થાય એ જરૂરી છે. જો એવું નહીં હોય તો વર્ક સ્પેસ ઘરની સુંદરતા બગાડી શકે છે. લાઇટની સજાવટ સ્પેસ મેનેજમેન્ટમાં લાઈટિંગનો યોગ્ય ઉપયોગ પણ જગ્યા મોટી હોવાનો અહેસાસ કરાવે છે. વર્કિંગ સ્પેસમાં લાઈટિંગનું આકર્ષણ તેને મોકળાશવાળી અને જીવંત બનાવી દે છે. ડિમર્સની સાથે તમે લાઈટિંગ લેવલને એડજસ્ટ કરી શકો છો. એક જ લાઈટને બદલે ફોક્સ લાઈટિંગથી પણ એક અલગ પ્રકારનો આભાસ ઊભો થાય છે. તેને માટે ટેબલ લેમ્પ, રિસેસ્ડ લેમ્પ, ફુટ લેમ્પ અને ફ્રી સ્ટેન્ડિંગ લેમ્પ પણ લગાવી શકો છો. કોર્નર ટેબલ હોય તો કોર્નર લેમ્પ રાખો. આર્ચની જગ્યા છે તો ફ્રી સ્ટેન્ડિંગ લેમ્પ મૂકો. સીલિંગમાં ખાલી જગ્યા હોય તો હેંગિંગ લેમ્પ લગાવી શકો. વોલપેપરથી સજાવટ જો તમે ઘરમાં સેટ કરેલી ઓફિસ સ્પેસને ઓછા ખર્ચામાં એકદમ અલગ લુક આપવા ઇચ્છતાં હો તો દીવાલને વોલપેપર દ્વારા સજાવી શકો છો. વોલપેપરની અલગ અલગ ડિઝાઇન્સથી તમે જગ્યાને સારી રીતે સજાવી શકો છો. જો તમે જગ્યાને ક્લાસિક લુક આપવા ઇચ્છો છો તો વુડન કલરનાં વોલપેપરને પસંદ કરો. વુડન કલરનું વોલપેપર તમને સરળતા મળી જશે. માર્કેટમાં આ વુડન વોલપેપરની ડિઝાઇનનાં અનેક વિકલ્પો પણ ઉપલબ્ધ છે. વ્યવસ્થિત ડેસ્ક જો તમારી વર્કસ્પેસની ડેસ્ક વ્યવસ્થિત હશે તો જ તમને કામ કરવાની મજા આવશે. જો કામની જગ્યાનો સામાન વિખરાયેલો અને આડોઅવળો હશે તો એની અસર તમારી પ્રોડક્ટિવિટી પર પણ પડશે અને તમે સમયસર કામ નહીં કરી શકો. સૌપ્રથમ તમે ડેસ્કને મેનેજ કરવા માટે ડેસ્ક પેડનો ઉપયોગ કરી શકો. તેનાથી તમારી ડેસ્ક ગમેતેમ ફેલાયેલી નહીં લાગે. માઉસ અને ઇલેક્ટ્રિક પેન સ્લિપ પણ નહીં થાય. ટેબલનો લુક પણ સારો દેખાશે અને કામમાં તમને તાજગીનો અનુભવ થશે. ઘણીવાર ડેસ્ક પર આપણે કમ્પ્યૂટર એક્સેસરીઝના મોટા-મોટા કેબલ્સ આપણને બહુ નડતા હોય છે, પરંતુ વેલ્ક્રો સ્ટ્રેપ્સની મદદથી આપણે તેને અડજસ્ટ કરી શકીએ છીએ. તેની મદદથી કેબલને ફોલ્ડ કરીને બાંધી શકીએ છીએ અને ડેસ્કને ચોખ્ખી રાખી શકીએ છીએ. નોટ્સ બનાવવા માટે મોટાં-મોટાં રજિસ્ટરને બદલે નાની નોટબુકનો ઉપયોગ કરી શકાય. તેનાથી તમારી નોટ્સ ઓર્ગેનાઇઝ રહેશે અને જ્યારે જોઇએ ત્યારે એક જ જગ્યાએથી મળી જશે. તમે ઓફિસમાં કોમ્પેક્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકો છો. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવેલા સાધનો કદમાં નાના હોય છે પણ સારું પરિણામ આપે છે.

વસ્તુઓ માટે ફાળવો નિશ્ચિત જગ્યા વર્કસ્પેસ વ્યવસ્થિત રહે અને એમાં તમે સારી રીતે કામ કરી શકો એ માટે કામની દરેક વસ્તુ માટે નિશ્ચિત જગ્યાની ફાળવણી કરવી જોઇએ અને એનો ત્યાં જ વપરાશ કરવો જોઇએ. વર્કસ્પેસમાં પ્રિન્ટર માટે અલાયદી જગ્યા ફાળવો. જો તમે વાયરલેસ પ્રિન્ટરનો ઉપયોગ કરી રહ્યા હો તો એને ઓફિસમાં અલાયદા કેબિનેટમાં રાખો જેથી તમને ડેસ્ક પર જગ્યા મળશે. તમારા કામની તમામ ઓફિસ એક્સસરી નિશ્ચિત જગ્યો સ્ટોર કરો જેથી તરત મળી જાય.

અન્ય સમાચારો પણ છે...