સેક્સ સેન્સ:સમયસર સાચવી લો સંબંધ

2 મહિનો પહેલાલેખક: મેધા પંડ્યા ભટ્ટ
  • કૉપી લિંક

દિશા અને કૃણાલનાં લગ્નને ચાર વર્ષ થઇ ચૂક્યા હતા. બંને નોકરી કરતાં હતાં અને એકબીજા માટે પૂરતો સમય પણ કાઢી લેતાં હતાં. બંને એકબીજા સાથે વાતચીત કરવામાં અને જે પણ ઇચ્છા કે લાગણીઓ હોય તે વ્યક્ત કરીને પ્રેમથી જીવન જીવવામાં માનતાં હતાં. એકબીજાની શારીરિક અને માનસિક તકલીફો અને પરિસ્થિતિ વિશે પણ ચર્ચા કરતા. એક દિવસ રાત્રે બંને સૂવાની તૈયારી કરી રહ્યા હતા. દિશા બાથરૂમમાંથી સ્નાન કરીને બહાર આવી. તેને જોઇને કૃણાલને તેના પ્રત્યે આકર્ષણ થયું. લાઇટ કલરના પિંક નાઇટગાઉનમાં ખુલ્લા ભીના વાળને કોરા કરતી દિશાને જોઇને તેની અંદરનો પુરુષ પ્રેમ સળવળી ઊઠ્યો. તેણે દિશાની નજીક જઇને તેને પાછળથી કમરના ભાગથી પકડીને પોતાની તરફ ખેંચી લીધી. દિશા થોડી ગભરાઇને કૃણાલની તરફ ખેંચાઇ ને તેને સીધી ફરીને લપાઇ ગઇ. દિશાની છાતીનો ભાગ કૃણાલને સ્પર્શ થતા તે વધારે ઉત્તેજિત થઇ ગયો. દિશા અને કૃણાલ છેલ્લાં ઘણા સમયથી કામ અને વ્યસ્તતાની વચ્ચે શારીરિક સુખનો આનંદ લઇ શકતા નહોતા. દિશાને મનમાં ને મનમાં ક્યાંક લાગવા લાગ્યું હતું કે કૃણાલ તેને સમય નથી આપી રહ્યો. વાત વધારે પડતી વધી જાય તે પહેલાં જ આજે કૃણાલે તેને પોતાના બાહુપાશમાં લઇ લીધી હતી. તેથી તેના બાહુપાશમાં જતા જ દિશાએ હળવી મજાક સાથે પૂછ્યું કે કેમ આટલા દિવસ દૂર રહ્યા અને આજે દોડી આવ્યા. કૃણાલે તેના ખભાથી નિતંબના ભાગને સ્પર્શ કરીને તેના પગના પાછળના ભાગને સ્પર્શ કરી છેક પાની સુધી નમી ગયો અને મસ્તીના મૂડમાં માફી માગી લીધી. તેણે દિશાના શરીરના સ્પર્શને હાથથી જાળવી રાખ્યો. કૃણાલની આ જ અદાઓ દિશાને વધારે ગમતી હતી. ફરીથી કૃણાલે દિશાના પગની પાની અને પગના આગળના પંજાના ભાગને સ્પર્શ કરી તેનો હાથ દિશાના પગ તરફ ઉપરની બાજુ લઇ જવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તરત જ દિશા એ પગ ખેંચી લીધો અને હળવા મસ્તીના મૂડમાં ત્યાંથી ખસી ગઇ. કૃણાલ ઊભો થઇ તેને દીવાલને ટેકે લઇ ગયો. હવે બંને એકબીજાનાં શરીર સાથે રમત રમવાની ક્રિયામાં ઓતપ્રોત થવા માગતાં હતાં પણ તે પહેલાં થોડી હળવી, મસ્તીભરી પળો માણવાની ઇચ્છા હોય તેવું બંનેના વર્તન પરથી લાગતું હતું. દીવાલના ટેકે ઊભેલી દિશાને કૃણાલ ગળાના ભાગે પોતાના હોઠ વડે સ્પર્શવા લાગ્યો અને સાથે જ તેના હાથ દિશાના શરીરનાં અંગો પર ફરવા લાગ્યા. સામે દિશા પણ કૃણાલને નજીક ખેંચવા લાગી અને તેની સાથે સહમતી દર્શાવવા લાગી. બંનેએ ઘણા સમય પછી મનગમતી ઇચ્છાઓ સાથે સમય વિતાવ્યો. એકબીજા સાથે વાતચીત અને સ્પર્શ તો ખરો જ પણ સાથે જ કેવા પ્રકારના સમાગમ અને આસનો સાથે આનંદ માણવો છે તે પણ વાત કરીને એકબીજાને તૃપ્ત કર્યા. જીવનમાં કપલ્સ વચ્ચે તકલીફ નાની હોય કે મોટી, બંનેએ પોતાની સેક્સ લાઇફને જાળવી રાખવા માટે એકબીજાની ઇચ્છા અને આનંદને પ્રાધાન્ય આપવું જરૂરી હોય છે. દરેક સંબંધમાં સેક્સમાં ક્યારેક એક લાંબો સમયગાળો આવી જતો હોય છે. તે ક્યારેક કોઇ કાર્યને લઇને હોય તો ક્યારેક કોઇ કારણોસર હોય પણ અંતે બે વ્યક્તિને તે નજીક લઇ આવવાનું અને જોડવાનું કાર્ય કરે છે. દિશા અને કૃણાલ બંને એકબીજા સાથે પોતાના શરીરનાં અંગોની અને યૌન સંબંધોની વાતચીત મુક્તપણે કરતાં હતાં. જે વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવી શકતા હોઇએ, તેની સાથે શરીરને લગતી કે શરીરના કોઇપણ અંગને લગતી વાતચીત સ્પષ્ટ રીતે કરવામાં કોઇ છોછ નથી. સાથે જ સંભોગક્રિયા દરમિયાન એકબીજાને શું ગમે છે અને કેવા પ્રકારની હરકતોથી વધારે મજા આવે છે, આનંદ આવે છે કે ઉત્તેજિત થવાય છે તે પણ પૂછવું જરૂરી છે. જે વ્યક્તિ સાથે સંબંધ બાંધ્યો હોય કે બાંધવા જઇ રહ્યા હો તેની સાથે તમારી માનસિકતાની સાથે જાતીય ઇચ્છાઓ વિશે પણ વાતો કરવી જરૂરી છે. જે રીતે તમને તમારાં અંગો, ઇચ્છાઓ, આનંદ, આકર્ષણ અને ઉત્તેજનાની ખબર છે તે દરેક બાબતથી તમારા પાર્ટનરને પણ માહિતગાર કરવો જોઇએ. સાથે જ તમારા પાર્ટનર વિશેની પણ આ તમામ માહિતીઓ વિશે જાણવાની ઇચ્છા દર્શાવવી જોઇએ. વાતચીતથી જે રીતે માનસિકતા વિશે જાણી શકાય છે તે જ રીતે શરીરનાં અંગો વિશેની વાતચીત કરવાથી શારીરિક ક્રિયા સહેલી અને આનંદદાયક બનાવી શકાય છે. પોતાની ઇચ્છાઓ અને ઉત્તેજીત અંગો વિશેની પાર્ટનર સાથે ખૂલીને વાતચીત કર્યા બાદ એક સંતોષકારક સમાગમનો આનંદ માણી શકાય છે. આ ચર્ચાઓ કરવામાં કોઇ પ્રકારની શરમ રાખવી નહીં. medha.pandya@gmail.com

અન્ય સમાચારો પણ છે...