તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેરેન્ટિંગ:બાળકને બચાવો ટેક્નોલોજીનું ગુલામ બનતાં

મમતા મહેતા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતા-પિતાએ પોતે મોબાઇલ ફોન વાપરવાના સમય અંગે સેલ્ફ અવેરનેસ લાવવી કારણ કે બાળકો પેરેન્ટ્સનું અનુકરણ કરે છે

મારું બાળક સાંભળતું નથી? તમારા બાળકને એકની એક વાત વારંવાર કહેવી પડે છે? બાળક ઘરમાં ફેમિલી સાથે પણ મોબાઇલ વાપરે છે? નાની નાની વાતમાં ગુસ્સો કરે છે? તેની પાસે ફોન કે ગેજેટ્સ ન હોય તો હાઇપર થઈ જાય છે? તો ચેતજો, કેમ કે તમારું બાળક સ્માર્ટ ફોન અને ટેક્નોલોજીથી બંધાઈ ગયું છે. સતત ફોનમાં અટવાયેલું રહેવાથી બાળકની માનસિક અને શારીરિક સમસ્યાનો ભોગ બને છે. સ્વભાવમાં બદલાવ ઘણાં માતા-પિતાની ફરિયાદ છે કે બાળક આખો દિવસ મોબાઇલમાં આઇપોડમાં કે ટીવીમાં ગેમ રમ્યા કરે છે. પાંચ વર્ષ કે એનાથી નાની વયનાં બાળકની મોબાઇલ ફોન, ટીવી સ્ક્રીન કે કોઈ પણ ડિજિટલ ગેજેટ્સના ઉપયોગથી તેમની આંખો નબળી પડી જાય છે. તેમના મગજનો વિકાસ કે ક્રિએટિવિટી ઓછી થઈ જાય છે. બાળકનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલે તો બાળક માનસિક સમસ્યાનો ભોગ બને છે. એકાગ્રતાનો અભાવ ટીનએજર્સની વાત કરીએ તો આજકાલ તેઓ વધારે પડતા મોબાઇલનો ઉપયોગ કરી રહ્યા છે અને પરિણામે તેમનામાં એકાગ્રતાનો અભાવ જોવામાં મળે છે. લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસી રહેવાથી ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે. તેઓ ઓબેસિટીનો ભોગ બને છે તથા ભણવામાં નબળાં પડતાં જાય છે. ફેમિલી તથા સોશિયલાઈઝેશન ઓછું થઈ જાય છે. આઉટડોર એક્ટિવિટી કે રમતગમતમાં બાળકોની રુચિ ઓછી થતી જાય છે. માનસિક તણાવ તથા અનિદ્રા જણાય છે. બાળકનાં પેરેન્ટ્સ બાળક દ્વારા વધારે પડતો ગુસ્સો કરવો, તેમની આંખમાંથી પાણી આવવું તથા માથું દુખવું અને આંખો લાલ રહેવી જેવી ફરિયાદ કરે છે. આમ, ડિજિટલ ગેજેટ્સ, ટેક્નોલોજીના વધારે પડતાં ઉપયોગથી બાળકોની માનસિક તથા શારીરિક હેલ્થ ખોરવાઈ જાય છે. માતા-પિતાનો દોષ આવી પરિસ્થિતિ ઊભી થાય છે એમાં દોષ આમાં માતા-પિતાનો જ છે. બાળક થોડું મોટું થાય કે તરત જ માતાપિતા તેને મોબાઇલથી વાકેફ કરાવતાં હોય છે. તેમાં ફોટા બતાવવા, ગીતો સાંભળવાં કે કોઈ વિડીયો બતાવવા, કામમાં વ્યસ્ત હોય કે મહેમાન આવે ત્યારે બાળકોને ટીવી સામે અથવા મોબાઇલ લઈને બેસાડી દે છે. જેથી પોતાનું કામ સારી રીતે કરી શકે, પરંતુ તેમની આ આદતથી બાળક ગેઝેટ્સનું બંધાણી થતું જાય છે. યોગ્ય દિશામાં વાળો સૌપ્રથમ તો માતા-પિતાએ પોતે મોબાઇલ ફોન, ગેઝેટ્સ વાપરવાના સમય અંગે સેલ્ફ અવેરનેસ લાવવી જરૂરી છે. યાદ રાખો બાળકો માતાપિતાનું અનુકરણ કરતાં હોય છે. માતાપિતા ઘરે કે બાળકો સાથે હોય ત્યારે મોબાઇલ, ટીવી બંધ રાખવાં, બાળકો સાથે વાતચીત કરવી તેમજ ક્વોલિટી સમય વિતાવવો. બાળકો અવારનવાર ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં હોય ત્યારે તેમાં ચાઇલ્ડલોક સિક્યોરિટી કે પાસવર્ડ રાખવા જોઈએ. બાળકોના રૂમમાં ટીવી કે સ્ક્રીન ન રાખવા જોઈએ અને શક્ય હોય તો પરિવારમાં બધાં સાથે મળીને જ મનોરંજનના કાર્યક્રમો જોવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...