કારતક માસમાં દેવઉઠી એકાદશી પર ભગવાન વિષ્ણુના જાગ્યા બાદ માંગલિક કાર્યોની શરૂઆત થઇ ચૂકી છે. આ સાથે જ લગ્ન વિવાહ જેવા માંગલિક કાર્ય શરૂ થઇ જાય છે. આ સંજોગોમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિના સહિત 2023ના વર્ષમાં લગ્ન માટે અનેક શુભ મુહૂર્ત છે અને અનેક જોડીઓ લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહી છે. જ્યારે ઘરમાં લગ્નની તૈયારી પૂરજોશમાં ચાલી રહી હોય ત્યારે દરેક દુલ્હનની ઇચ્છા હોય કે તે સૌથી સુંદર લાગે. લગ્ન માટે યોગ્ય ડ્રેસની પસંદગીનો મુદ્દો પણ તેમના માટે બહુ અગત્યનો હોય છે. હાલમાં એવી કેટલીક સ્ટાઇલ છે જે બ્રાઇડલ આઉટફિટમાં યુવતીઓની ફેવરિટ સાબિત થઇ રહી છે. Â લહેંગો લગ્નમાં પહેરવા માટે લહેંગો દુલ્હનનો ઓલટાઇમ ફેવરિટ ડ્રેસ છે. માર્કેટમાં લહેંગાની અનેક ફેશનેબલ સ્ટાઇલ મળી આવશે. કેટલીક જગ્યાએ તો ખ્યાતનામ ડિઝાઇનર્સના લાખોના લહેંગાની ફર્સ્ટ કે સેકન્ડ કોપી તમારા બજેટમાં મળી જશે. બ્રાઇડલ લહેંગામાં હેવી ઝરી, સ્ટોન અને વર્કવાળા લહેંગા વધારે ડિમાન્ડમાં છે. જો તમને કોઇ અલગ સ્ટાઇલ પહેરવાની ઇચ્છા હોય તો પ્રિન્ટેડ, મર્મેડ, બનારસી અથવા તો વેસ્ટર્ન ટચવાળો લહેંગો ટ્રાય કરી શકો છો. જોકે લહેંગો ખરીદતી વખતે તમારા સ્કિન ટોન અને ફિગર સાઇઝનું ચોક્કસ ધ્યાન રાખશો. Â સલવાર સૂટ લગ્નમાં પહેરવા માટે ઘણી માનુનીઓ સલવાર સૂટની પસંદગી કરી રહી છે. પહેલાં તો મોટાભાગે પંજાબી લગ્નોમાં બ્રાઇડ હેવી સલવાર સૂટને વેડિંગ ડ્રેસ તરીકે પહેરતી હતી પણ ઇન્ટરનેટના વ્યાપ પછી અનેક જગ્યાઓ પર માનુનીઓ વેડિંગ ડ્રેસ તરીકે સલવાર સૂટની પસંદગી કરતી થઇ ગઈ છે. તમને હેવી વર્કવાળા બ્રાઇડલ સૂટ તો સરળતાથી મળી જશે. જોકે આ સૂટ ખરીદતી વખતે એનો દુપટ્ટો પણ હેવી વર્કવાળો હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. Â અનારકલી ગાઉન જો તમે લગ્નમાં લહેંગો કે સાડી પહેરવા ઇચ્છતા ન હોય તો અનારકલી ગાઉન ટ્રાય કરી શકો છો. હવે ઘણી આધુનિકાઓ બ્રાઇડલ ડ્રેસ તરીકે અનારકલી ગાઉન પહેરવાનું પસંદ કરે છે. પીચ, ટી-ગ્રીન, લાલ, લાઇટ ગ્રીન અને મલ્ટિકલર બ્રાઇડલ ગાઉન બહુ ડિમાન્ડમાં છે. વધારે ઓપ્શન શોધવા માટે ઇન્ટરનેટની મદદ પણ લઇ શકો છો. Â સાડી લગ્ન વખતે સાડી પહેરવાનો વિકલ્પ બહુ જૂનો છે પણ એ હંમેશાં સારો લાગે છે. સાડી કમ્ફર્ટેબલ અને ક્લાસી ડ્રેસ છે. માર્કેટમાં તમને સાડીની અનેક વેરાયટી મળશે. લગ્નમાં મોટાભાગે બ્રાઇડ્સ ભારે બનારસી સાડી કે પછી હેવી જરીવર્ક પહેરવાનું પસંદ કરે છે.જો તમે લગ્નમાં સાડી પહેરવાના હો તો એની સાથે મેચિંગ દુપટ્ટાની પણ ખરીદી કરી લો. હાલમાં કોન્ટ્રાસ્ટ લોકપ્રિય છે એટલે જો તમે ઇચ્છો તો કોન્ટ્રાસ્ટ દુપટ્ટાની પસંદગી પણ કરી શકો છો. Â શરારા-ગરારા તમે તમારા બ્રાઇડલ ડ્રેસ તરીકે શરારા કે ગરારા પણ ટ્રાય કરી શકો છો. બ્રાઇડલ આઉટફિટ તરીકે હેવી વર્ક શરારા કે પછી ગરારા એક સારો વિકલ્પ સાબિત થાય છે. એ ટ્રાય કરી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.