તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેનેજમેન્ટ મંત્ર:એકલી રહેલી યુવતી માટે સુરક્ષા છે પહેલો સાથીદાર

રશ્મિ શાહ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાતના સમયે શોર્ટકટના બદલે મેઇન રોડનો જ ઘરે જવા માટે ઉપયોગ કરો. સૂમસામ પાર્કિંગ વિસ્તારમાં ક્યારેય એકલા ન જાઓ

ઘરથી દૂર બીજા શહેરમાં રહેતી યુવતીઓને સતત સુરક્ષાની ચિંતા સતાવતી હોય છે. તેના પરિવારજનો પણ આના કારણે ચિંતામાં રહેતા હોય છે. જોકે પરિવારજનોથી અલગ બીજા શહેરમાં રહેતી યુવતીઓ કેટલાક મુદ્દાઓનું ધ્યાન રાખે તો પોતાની સુરક્ષાની જાતે જ સંભાળ રાખી શકે છે. સુરક્ષાના નિયમોનું પાલન જો તમે ઘરથી દૂર એકલાં રહેતાં હો તો હંમેશાં ભરોસાપાત્ર હાઉસહેલ્પની જ મદદ લો અને એનું પોલીસ વેરિફિકેશન ચોક્કસ કરાવો. પોલીસ વેરિફિકેશન વગર કોઇને ઘરમાં કામ પર ન રાખો. શક્ય હોય તો પોતાના રૂમમાં કેમેરો લગાવો અને એવી સોસાયટીમાં જ રહેવાનો આગ્રહ રાખો જ્યાં સીસીટીવી કેમેરા લગાવેલા હોય. આ સિવાય ઘરે એકલા હોય અને બે મિનિટ માટે પણ બહાર જવું હોય તો તાળું મારવામાં આળસ ન રાખો. ઘરમાં સેફ્ટી ડોર પણ લગાવો. બેલ વાગે કે તરત દરવાજો ખોલવાની ઉતાવળ ન કરો, પહેલા સેફ્ટી ડોરથી ચેક કરો. ફોન હંમેશાં ફુલ ચાર્જ રાખો બહાર જતી વખતે પોતાનો ફોન ફુલ ચાર્જ થયેલો હોય એ ચેક કરો. બને ત્યાં સુધી પ્રવાસ દરમિયાન ફોન પર જોરજોરથી વાત કરવાનું કે ગીતો સાંભળવાનું ટાળો કારણ કે જો આવી આદત હશે તો તમને આસપાસ શું ચાલી રહ્યું છે એની ખબર નહીંં પડે. બહાર ટ્રાવેલ કરતી વખતે આંખ, નાક અને કાન હંમેશાંં ખુલ્લાં રાખો. ફોનની જીપીએસ સિસ્ટમ ઓન જ રાખો જેથી કોઇ સુરક્ષા એપ ડાઉનલોડ કરી હોય તો જરૂરિયાત વખતે એનો સરળતાથી ઉપયોગ કરી શકાય. શોર્ટકટ ન લો ઘણીવાર આપણે ઘરે જલદી પહોંચવા માટે શોર્ટકટ લઇએ છીએ પણ આ એકદમ ખોટું છે. આપણને એમ લાગે છે કે ગઇ કાલે રાત્રે આ રસ્તે ગઇ હતી ત્યારે તો બધું બરાબર હતું એટલે આજે પણ બરાબર હશે, પણ એ બિલકુલ જરૂરી નથી. રાતના સમયે શોર્ટકટના બદલે મેઇન રોડનો જ ઘરે જવા માટે ઉપયોગ કરો. સૂમસામ પાર્કિંગ વિસ્તારમાં ક્યારેય એકલા ન જાઓ, ગાર્ડને સાથે લઇ જવાનો આગ્રહ રાખો. જો રાત્રે મોડું થઇ ગયું હોય અને એમ લાગતું હોય કે કોઇ તમારો પીછો કરી રહ્યું છે તો રસ્તામાં કોઇ હોસ્પિટલ, એટીએમ અથવા તો દુકાનની અંદર જતા રહો અને ત્યાંથી મદદ લઇને જ આગળ વધો. સતર્કતા જ સલામતિ જો તમે રાત્રે ઓટો કે ટેક્સીમાં એકલા પ્રવાસ કરી રહ્યાં હો તો ઓટો નંબર પ્લેટની વિગતો મિત્રને મોકલી દો. ખાલી બસમાં ચડવાની ભૂલ ક્યારેય ન કરો. કેબ કે ઓટોના ડ્રાઇવરને તમને ખબર હોય એ રસ્તાથી જવાની સ્પષ્ટ સૂચના આપો. જરૂર પડે તો જાણે કોઇનો ફોન-કોલ આવ્યો છે એમ ફોનમાં વાત કરતા રહો. આવા વર્તનથી ડ્રાઇવર ખોટું કરતા અચકાશે. જો તમને લાગે કે ડ્રાઇવર ખોટા રસ્તે લઇ જઇ રહ્યો છે તો એને તરત ટોકો અને આમ છતાં તે માને તો તમારો દુપટ્ટો એના ગળામાં ફસાવી દો અને બૂમો પાડીને મદદ માગો.

અન્ય સમાચારો પણ છે...