ફેશન:રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ...

પાયલ પટેલ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગણતરીના દિવસોમાં આસો સુદ નવરાત્રિનો શુભારંભ થઇ રહ્યો છે. આ તહેવાર ગરબાના શોખીન યંગસ્ટર્સનો ફેવરિટ તહેવાર છે. નવરાત્રિમાં ફેશનિસ્ટા આધુનિક અને ટ્રેડિશનલ લુકનો સમન્વય ઇચ્છતી હોય છે. યુવાનો અને યુવતીઓ આખું વર્ષ ઉત્સાહભેર આ તહેવારની રાહ જોતા હોય છે. ગરબા રમવાની શોખીન યુવતીઓ ઇન્ડો-વેસ્ટર્ન નવરાત્રિ આઉટફિટની પસંદગી કરતી થઇ છે કારણ કે એ પહેરવાથી આકર્ષક લુક તો મળે જ છે પણ સાથે સાથે ગરબા રમવાનું પણ સગવડતાદાયક સાબિત થાય છે. હાલમાં માર્કેટમાં ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. }ક્રોપ ટોપ અને ધોતી પેન્ટ્સ ક્રોપ ટોપ અને ધોતી પેન્ટ્સ નવરાત્રિમાં ગરબે ઘૂમવા માટે આરામદાયક અને સ્ટાઇલિશ વિકલ્પ સાબિત થાય છે. આમાં બેથી ત્રણ રંગીન ધોતી પેન્ટ્સ સાથે અલગ અલગ સ્ટાઇલિશ ક્રોપ ટોપનું કોમ્બિનેશન કરીને રોજ નવો લુક મેળવી શકો છો. હકીકતમાં નવરાત્રિ કલરફુલ ડ્રેસિંગનો તહેવાર છે. આ સંજોગોમાં રોજ નવીન કલર કોમ્બિનેશન સ્ટાઇલને ચાર ચાંદ લગાવી લેશે. આવી રીતે રોજ તમે નવો લુક મેળવી શકો છો. }લહેંગા સાથે ડેનિમ શર્ટ સામાન્ય રીતે નવરાત્રિમાં પહેરવા માટે ટ્રેડિશનલ ડ્રેસિંગની પસંદગી કરવામાં આવે છે. જોકે બધા કરતા અલગ દેખાવાની ઇચ્છા ધરાવતી માનુની પોતાની સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને નવા નવા પ્રયોગ કરતા અચકાતી નથી. યુવતીઓ ફ્યુઝન ડ્રેસિંગ કરવાનું પસંદ કરતી હોય છે. આમાં વર્કવાળા કોટન લહેંગા સાથે ડેનિમ શર્ટ પહેરીને અનોખો લુક મેળવી શકાય છે. આ સ્ટાઇલ તમને વેસ્ટર્ન ટચ આપે છે અને તમે ગ્રુપમાં બધા કરતા અલગ લાગી શકો છો. જો તમારે વધારે ખર્ચ કર્યા વગર વેસ્ટર્ન લુકવાળી નવી સ્ટાઇલ જોઇતી હોય તો જીન્સ પર કોઇ ક્રોપ ટોપ અથવા તો તમારા ચણીયા ચોળીનું બ્લાઉઝ પહેરી તેની પર મિરર વર્ક અથવા તો ગામઠી કચ્છી વર્કનો દુપટ્ટો લઇ તેની પ્લીટ્સ બનાવી બ્લાઉઝ પર લગાવી દો અને તેની સાઇડની પ્લીટ્સ જીન્સમાં લગાવી દો. આની સાથે જ્વેલરીમાં તમે ઇયરિંગ્સ, ટીકો અને કંદોરો નાખી શકો છો જે તમને ટ્રેડિશનલ સાથે વેસ્ટર્ન લુક આપશે અને ગરબા રમવાની પણ એટલી જ મજા આવશે. આનાથી તમે ગ્રુપમાં બધા કરતા સાવ અલગ જ લાગશો અને બધાની નજર તમારા પર જ રહેશે. }કુર્તી કોમ્બિનેશન અલગ અલગ સ્ટાઇલની કુર્તી નવરાત્રિમાં પહેરવા માટે હંમેશાં ટ્રેન્ડમાં રહી છે. ફેશનપ્રેમી યુવતીઓ આની સાથે અલગ અલગ પ્રયોગ કરતી રહી છે. આ કુર્તીને દરેક પ્રકારના બોટમ અને લહેંગા સાથે પહેરી શકાય છે. આ કુર્તી એની અલગ અલગ પેટર્ન, લંબાઇ અને કટને કારણે ઇન્સ્ટન્ટ નવો લુક આપે છે. ડિઝાઇનર પેન્ટ્સ સાથે આ કુર્તી અને હેવી વર્કવાળો દુપટ્ટો આધુનિકાઓની પહેલી પસંદ છે. તમે રોજબરોજના દિવસોમાં જે કુર્તી પહેરો છો એને પણ તમારા નવરાત્રિના લુકમાં ઉમેરી શકો છો. જીન્સ સાથે થોડી મિરર વર્કવાળી અથવા તો ગામઠી જેવી કુર્તીને પહેરો અને તેની પર કંદોરો અથવા તો ટ્રેન્ડી બેલ્ટ બાંધી લો. તમારી પાસે ચણીયાચોળી પર પહેરવા માટે ઓક્સોડાઇઝ અથવા તો કોડીનો કંદોરો હોય તો એને કુર્તી પર લગાવી દો જે તમને એક ગ્લેમરસ લુક આપશે. }એસિમેટ્રિકલ કુર્તી અને લહેંગો ઘેરદાર એસિમેટ્રિકલ કુર્તી એના ઘેરને કારણે હંમેશાં ગ્રેસફુલ લાગે છે. આ કુર્તીને ઘેરદાર લહેંગા સાથે પહેરવામાં આવે છે ત્યારે ગરબા રમવાનો પરફેક્ટ લુક મેળવી શકાય છે. આ એસિમેટ્રિકલ કુર્તી અને ઘેરદાર લહેંગો પહેરવાથી ‘અપડાઉન’ અથવા તો ‘સેમી અપડાઉન’ પેટર્ન ક્રિએટ થાય છે જે અનોખો લુક આપે છે. }ધોતી અને કેડીયું ધોતી અને કેડીયું ગરબાપ્રેમી યુવતીઓને કુલ અને કમ્ફર્ટેબલ લુક આપે છે. ધોતીને ટ્રેડિશનલ લુક આપવા માટે બોર્ડર ડિઝાઇનમાં હેવી કચ્છીવર્કની પટ્ટીઓ પણ મૂકવામાં આવે છે અથવા તો કાચનું વર્ક પણ કરવામાં આવે છે. કેડીયામાં કચ્છી હેન્ડવર્ક સ્ટાઇલિશ લાગે છે અને એનું ધોતીની સાથે મેચિંગ કરી શકાય છે. નવરાત્રિમાં ધોતી અને કેડીયું પહેરેલી માનુની આકર્ષક લાગે છે.

અન્ય સમાચારો પણ છે...