તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્યૂટી:વાળમાં સો વાર કાંસકો ફેરવવાથી ચમક વધે?

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

- કાવ્યા વ્યાસ

પ્રશ્ન : હું અત્યાર સુધી અરીઠાં અને શિકાકાઇથી હેરવોશ કરતી હતી પણ હવે મારે શેમ્પૂનો ઉપયોગ શરૂ કરવો છે. મારે યોગ્ય શેમ્પૂની કઇ રીતે પસંદગી કરવી જોઇએ? એક યુવતી (રાજકોટ) ઉત્તર : હાલમાં માર્કેટમાં અનેક પ્રકારનાં શેમ્પૂ મળે છે. વાળ સ્વસ્થ રહે એ માટે વાળને પૂરતું પોષણ આપે, ટોક્સિક તત્ત્વો સામે લડે અને વાળને રક્ષણ આપે તેવા શેમ્પૂની પસંદગી કરવી જરૂરી છે. માથાની ત્વચા માટે સુરક્ષિત હોય તેવાં કુદરતી તત્ત્વો ધરાવતાં શેમ્પૂની પસંદગી કરવી જોઈએ, કારણ કે કેમિકલથી વાળને નુકસાન થાય છે. શેમ્પૂની પસંદગી હંમેશાં તમારા વાળના પ્રકારને આધારે કરવી જોઈએ. તમારા વાળ તૈલી છે, રૂક્ષ છે કે પછી સામાન્ય છે એ બરાબર સમજીને એ પ્રમાણે શેમ્પૂની પસંદગી કરો. જો તમને ડેન્ડ્રફ અથવા ઓઇલી માથાની ત્વચાની સમસ્યા હોય તો એન્ટિ ડેન્ડ્રફ શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ. તૈલી અને પાતળા વાળ માટે ક્લિયર શેમ્પૂને પસંદ કરો. ઋતુ પ્રમાણે પણ અલગ પ્રકારના શેમ્પૂની પસંદગી કરવી જોઈએ. ઉનાળા દરમિયાન વાળ વધુ ચીકણા અને ઓઇલી થઈ જાય છે, જ્યારે શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યા વકરે છે. કેટલાંક લોકો શેમ્પૂની પસંદગી ફીણનાં આધારે કરે છે, પરંતુ આ રીત ખોટી છે. હંમેશાં ધ્યાનમાં રાખો કે શેમ્પૂમાં થતાં ફીણનાં આધારે શેમ્પૂની ગુણવત્તા નક્કી નથી થતી. ખરેખર તો ઓછાં ફીણવાળું શેમ્પૂ સારું હોય છે, કારણ તેનાં નાના કણ વધુ તેલ અને મેલને કાઢે છે.

પ્રશ્ન : શિયાળામાં ત્વચા સ્વસ્થ રહે એ માટેના ઘરગથ્થુ ઉપચાર જણાવશો એક યુવતી (સુરત) ઉત્તર : શિયાળામાં ઠંડીને કારણે ત્વચા સૂકી થઇ જાય છે. આ સિઝનમાં ત્વચાની શુષ્કતા, હાથ-પગની ત્વચામાં ચીરા પડવા, વાળમાં ખોડો અને હોઠની ત્વચા ફાટવી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બધી તકલીફથી ત્વચાને રક્ષણ આપવા નિયમિત કસરત કરવી જોઇએ તેમજ ચિકાશયુક્ત પદાર્થોનું સેવન કરવું જોઇએ. આ સિવાય સ્નાન પહેલાં શરીર પર સરસવ અથવા તલનાં તેલથી નિયમિત માલિશ કરવાથી અને સ્નાન માટે વધારે ગરમ પાણીનો ઉપયોગ કરવો ન કરવાથી ત્વચાનું સ્વાસ્થ્ય જાળવી શકાય છે. આ સિવાય જો શક્ય હોય તો સાબુના બદલે ચીકાશયુક્ત ઉબટનનો ઉપયોગ કરવો જોઇએ અથવા તો જવના લોટમાં તલનું તેલ ભેળવી મુલાયમ પેસ્ટ બનાવીને અને એને શરીર પર લગાડીને સ્નાન કરવું જોઇએ. મસૂરની દાળને દૂધમાં ક્રશ કરીને તેમાં ગુલાબજળ, મલાઇ તથા કપૂર ભેળવી શરીરે લગાડવાથી ત્વચા મુલાયમ ચમકે છે. દૂધની મલાઈમાં કેસર મિક્સ કરીને એને હોઠ પર લગાડવાથી હોઠ ગુલાબની પાંખડી જેવા ગુલાબી કોમળ બને છે.

પ્રશ્ન : મારી ફ્રેન્ડે મને બ્યુટી ટિપ આપી છે કે વાળમાં સો વાર કાંસકો ફેરવવાથી વાળ ચમકીલા થાય છે. શું આ વાત સાચી છે? એક યુવતી (વડોદરા) ઉત્તર : વાળમાં નિયમીત રીતે કાંસકો ફેરવવાથી ચોક્કસ ફાયદો થાય છે. વાળમાં કાંસકો ફેરવવાથી માથામાં રક્તભ્રમણ થાય છે અને કુદરતી તેલ વાળનાં મૂળ સુધી પહોંચે છે. જોકે વાળમાં સો વાર કાંસકો ફેરવવાની કોઇ જરૂર નથી. વધારે વખત કાંસકો ફેરવવાથી વાળને ફાયદો થવાને બદલે નુકસાન થઇ શકે છે. વધારે વખત કાંસકો ફેરવવાથી વાળનાં મૂળ નબળાં થઇને તૂટી શકે છે. આના કારણે વાળ ચમકીલા થાય કે ન થાય પણ એના ખરવાનું પ્રમાણ વધી જશે. આમ, વાળમાં સો વાર કાંસકો ફેરવવાથી વાળ ચમકીલા થાય છે એ માન્યતા પાછળ કોઇ વૈજ્ઞાનિક તથ્ય નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો