સજાવટ:ઘરને વધારે સુંદર બનાવે રિનોવેશન

દિવ્યા દેસાઇ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રનું રિનોવેશન અને રિસ્ટાઇલિંગ એક રસપ્રદ કાર્ય છે. દરેક વ્યક્તિની સર્જનાત્મકતા અને બજેટ અલગ અલગ હોય છે અને વ્યક્તિ એને ધ્યાનમાં રાખીને ઘરને સારી રીતે સજાવવા ઇચ્છતી હોય છે. દરેક વ્યક્તિ એવું ઇચ્છે છે કે તેનું ઘર સૌથી સારું અને આકર્ષક લાગે. જોકે ઘરનું રિનોવેશન કે નવીનીકરણ સરળ કામ નથી. એની સાથે અનેક મુશ્કેલીઓ આવે છે. ઘરનું રિનોવેશન અને એ માટેનું પ્લાનિંગ સમય માગી લેતી પ્રક્રિયા છે અને આને નક્કી કરેલા બજેટમાં ન્યાય આપવો સહેલું કામ નથી. જોકે ખર્ચ પર કાબૂ રાખીને ઘરનું સારામાં સારું રિનોવેશન કરી શકાય છે. } પ્રોફેશનલની મદદ ઘરનાં રિનોવેશન માટે કોઇ આર્કિટેક્ટ કે ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ લેવાનો વિકલ્પ કદાચ થોડો મોંઘો સાબિત થઇ શકે છે પણ એના કારણે આખા પ્રોજેક્ટને નવીન દૃષ્ટિકોણથી જોઇ શકાય છે. એક પ્રોફેશનલને રિનોવેશનમાં જે મુદ્દાઓ જરૂરી કે હાઇલાઇટ કરવા માટે જરૂરી લાગે એ એક સામાન્ય વ્યક્તિ કદાચ ન વિચારી શકે. જો તમારે ઓછા ખર્ચમાં મદદ જોઇતી હોય તો ગાઇડન્સ લેવાને બદલે એક જ વખત કન્સલ્ટ કરીને તેમનો મત જાણવાનો વિકલ્પ પસંદ કરી શકાય. જો તમે એક જ વખતે પ્રોફેશનલ મદદ લેવાનું વિચારતા હો તો સૌથી પહેલાં તમારે તમને શું જોઇએ છે અને શું નથી જોઇતું એ વિશે સ્પષ્ટતા કેળવવી પડશે. }યોગ્ય કોન્ટ્રાક્ટરની પસંદગી એક અનુભવી અને યોગ્ય કોન્ટ્રાક્ટર ચોક્કસપણે રિનોવેશનને મર્યાદિત બજેટમાં સારી રીતે પાર પાડવાની ક્ષમતા ધરાવે છે. આ કારણોસર રિનોવેશન માટે એવા કોન્ટ્રાક્ટરની પસંદગી કરો જે અનુભવી હોય, અને તમારી જરૂરિયાતોને સારી રીતે સમજી શકે. જો કોન્ટ્રાક્ટર અનુભવી હશે તો જરૂરી સામગ્રીની જરૂરિયાત વિશે તરત ક્યાસ કાઢી શકશે. આ સંજોગોમાં વસ્તુઓનો ઓછો બગાડ થશે અને કામને ન્યાય આપી શકાશે. }જૂની વસ્તુઓનો સારી રીતે ઉપયોગ તમારાં ઘરમાં એવી અનેક વસ્તુઓ હશે જેનું ફરીથી સમારકામ કરીને એને નવીન લુક આપી શકાય છે. જો તમારાં ઘરમાં જૂના દરવાજા કે કબાટ જેવી લાકડાંની વસ્તુઓ હશે તો એમાંથી સરળતાથી નવું કોફી ટેબલ બનાવી શકાશે. આમ, જૂની વસ્તુઓમાં થોડો ફેરફાર કરીને એમાંથી નવી વસ્તુઓ બનાવી શકાય છે. આ રીતે જૂની વસ્તુઓનો ઉપયોગ કરવાથી માત્ર મજૂરી અને કદાચ પેન્ટિંગ કે પછી પોલિશિંગનો જ ખર્ચ કરવો પડે છે. } યોગ્ય જગ્યાએથી વસ્તુઓની પસંદગી રિનોવેશન વખતે દેખાદેખીમાં વસ્તુઓની ખરીદી કરવાને બદલે ખરીદી માટે યોગ્ય જગ્યાઓની પસંદગી કરવી જોઇએ. જો તમારી આસપાસમાં જરૂરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ હોય તો રાજસ્થાનથી સંગેમરમર આયાત કરીને લગાવવાનો મોહ ખોટો છે, એને છોડવો જોઇએ. અપમાર્કેટ સ્ટોરમાં જોવા મળતી અનેક ડિઝાઇનર વસ્તુઓ સ્થાનિક કારીગરો કે પછી વ્યવસાયિકો પાસેથી ઓછા ભાવમાં ખરીદી શકાય છે. } સમજદારીથી સિલેક્શન ઘરનું રિનોવેશન કરાવતી વખતે કોઇ ફેશનથી પ્રભાવિત ન થાઓ. ફેશન સતત બદલાતી રહે છે એટલે ફેશનનાં વહેણમાં તણાયા વગર રિનોવેશન સ્વીટ, સિમ્પલ પણ આરામદાયક રાખવાનું પસંદ કરો. ક્લાસિક કે સદાબહાર ફેશન સ્ટાઇલ વર્ષો પછી પણ ફ્રેશ અને સ્ટાઇલિશ લાગે છે. રિનોવેશન વખતે વધારાનો સામાન નીકળે એ સ્ક્રેપ ડીલરને આપી દો. પૈસા ભલે ઓછા મળે પણ તમારા ઘરનો વધારાનો કચરો મહેનત વગર સાફ થઇ જશે. જે વસ્તુઓ ચાલુ કન્ડિશનમાં હોય એને ઓનલાઇન વેચીને મૂલ્ય મેળવી શકાય છે. ભાવતાલ કરવો એક સારી ડીલ માટે અથવા તો યોગ્ય કિંમતમાં વસ્તુ મળે એ માટે ભાવતાલ કરવામાં શરમ રાખવી જોઇએ નહીં. તમે કોન્ટ્રાક્ટ સાથે ડીલ કરી રહ્યા હો કે પછી કાચા માલના ડીલર સાથે...ભાવતાલ કરીને જ તમામ વસ્તુઓ નક્કી કરી. નાની નાની વાતોમાં 5થી 10 ટકાનું ડિસ્કાઉન્ટ પણ સમગ્ર રિનોવેશન ખર્ચ પર સારી એવી બચત કરાવે છે એટલે ભાવતાલ કરવામાં શરમ ન કરો.

અન્ય સમાચારો પણ છે...