બ્યૂટી:સ્ટ્રિપથી બ્લેકહેડ્સ રિમૂવ કરું તો એલર્જી થઇ જાય છે!

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મને અપર લિપના વાળની સમસ્યા બહુ સતાવે છે. આ વાળ દૂર કરવા માટે વારંવાર પાર્લર જવાનું શક્ય નથી. આ વાળને કારણે હોઠનો ઉપરનો વિસ્તાર કાળો પડી ગયો છે. અપર લિપના આ વણજોઇતા વાળ દૂર કરવા માટે શું કરવું જોઇએ? એક યુવતી (રાજકોટ) ઉત્તર : અપર લિપના વાળ ઓછા કરવા માટે ચણાનો લોટ સૌથી સારો વિકલ્પ છે. ચણાના લોટ સાથે હળદર અને બે ટીપાં મધનાં મિક્સ કરો. આ મિશ્રણને હોઠ ઉપરના વિસ્તારમાં લગાવો. મિશ્રણ સુકાઈ જાય ત્યારે આંગળી ભીની કરીને વાળની દિશાની વિરુદ્ધ દિશામાં ઘસવું. વાળ જે દિશામાં હોય એની વિરુદ્ધ દિશામાં ઘસવાથી પરિણામ મળશે. આ સિવાય પપૈયાંનો મોટો કટકો લઇને ક્રશ કરી તેમાં ચમચો દૂધ ઉમેરો. આ પેસ્ટને અપર લિપના વિસ્તારમાં લગાવીને 30 મિનિટ બાદ ચહેરો ધોઇ લો. આનાથી આખા ચહેરા પર રહેલા વાળનો ગ્રોથ ઓછો થશે. ખાંડ અને લીંબુનો ઉપયોગ પણ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે એક વાટકીમાં થોડીક ખાંડ લો અને તેમાં પાણી અને લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણને 1 મિનિટ સુધી ગરમ કરીને પછી ઠંડું કરો. એ નવશેકું થાય એટલે તેને હોઠના ઉપરના ભાગ પર લગાવો અને તેને એક કપડાની મદદથી વેક્સની જેમ ખેંચી લો. જેથી અણગમતા વાળ દૂર થશે. પ્રશ્ન : મારા હાથ પર ખૂબ જ કરચલીઓ થઇ ગઇ છે. હું રોજ નિયમિત રીતે ક્રીમ લગાવું છું, પણ કરચલીઓ દૂર નથી થતી. હાથ પરની કરચલીઓ દૂર કરવા માટે મારે શું કરવું? કોઇ ઘરગથ્થુ ઉપાય જણાવશો? ઉત્તર : હાથ પર થયેલી કરચલી બહુ ખરાબ લાગે છે. એ દર્શાવે છે કે ત્વચામાં ભેજનું પ્રમાણ ઓછું થઇ ગયું છે અને એની કાળજી લેવાની જરૂર છે. સામાન્ય રીતે ત્વચા શુષ્ક હોય ત્યારે અને પાણીમાં વધારે કામ કરવાનું રહેતું હોય તો કરચલીઓ થઇ જાય છે. તમે તમારી ત્વચા પર ક્રીમ લગાવવાને બદલે મોઇશ્ચરાઇઝર લગાવો. એનાથી તમારી ત્વચાનો કુદરતી ભેજ જળવાઇ રહેવાની સાથે વધારાનું મોઇશ્ચર મળવાથી ત્વચા કોમળ રહેશે અને કરચલીઓ ઓછી થશે. આ ઉપરાંત, તમે રાત્રે સૂતાં પહેલાં હાથ પર વિટામિન ઇ-યુક્ત ઓઇલથી મસાજ કરો. આ સિવાય આહારમાં વિટામિન ઇથી ભરપૂર આહારનું સેવન કરશો. આનાથી ત્વચાની ગુણવત્તામાં સુધારો થશે અને ત્વચા વધારે ચમકવા લાગશે.

પ્રશ્ન : મારાં નાક પર ખૂબ જ બ્લેકહેડ્સ થઇ ગયાં છે. બ્લેકહેડ્સ દૂર કરવા માટે હું તે માટે આવતી િરમૂવર સ્ટ્રિપનો ઉપયોગ કરું છું, તો મારાં નાકની આસપાસની ત્વચા પર એલર્જી થઇ જાય છે. મારે બ્લેકહેડ્સ કેવી રીતે દૂર કરવા? ઉત્તર : તમને બ્લેકહેડ્સની સ્ટ્રિપમાં આ‌વતાં કેમિકલ્સની એલર્જી થઇ જતી હોવી જોઇએ. તમે બને ત્યાં સુધી આવી સ્ટ્રિપથી બ્લેકહેડ્સ રિમૂવ ન કરતાં સ્ટીમ લઇને તેનાથી ત્વચાને સોફ્ટ કરી બ્લેકહેડ્સ રિમૂવ કરી શકો છો. એ માટે તમે ચહેરા પર સ્ટીમ લઇ જ્યાં બ્લેકહેડ્સ વધારે હોય ત્યાંની ત્વચા પર વધારે સ્ટીમ લો. તે પછી બ્લેકહેડ્સ રિમૂવ કરવા માટેના ચીપિયાથી ખ્યાલ રાખીને બ્લેકહેડ્સ કાઢી નાખો. એ પછી નાક પર અને તેની આસપાસ કોઇ એન્ટિસેપ્ટિક ક્રીમ લગાવો. જો તમારી ત્વચા તૈલી હશે તો બ્લેકહેડ્સની સમસ્યા વારંવાર સતાવશે. આ સંજોગોમાં એને સાફ કરતી વખતે ત્વચાને નુકસાન ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું.

અન્ય સમાચારો પણ છે...