તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્યૂટી:રેઝરથી ત્વચા કાળી પડે છે, બીજો ઉપાય ખરો?

7 દિવસ પહેલા
 • કૉપી લિંક

- કાવ્યા વ્યાસ

પ્રશ્નઃ મારા નખ એકદમ નાનાં છે. મને નખ વધારવાનો ખૂબ શોખ છે. આના માટે મેં અનેક ઉપાયો અજમાવ્યા પણ મારા નખ વધતા નથી. મને કોઇ ઉપાય જણાવશો? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : તમારા નખ નાનાં છે અને વધતાં નથી. તો તમારામાં વિટામિન અને પ્રોટીનની ઊણપ હોવી જોઇએ. તમે લીંબુનું ફાડિયું નખ પર ઘસો. એનાથી તમારા નખ વધશે અને સારા પણ રહેશે. અઠવાડિયામાં એક વખત એરંડિયાથી હાથની આંગળી અને નખનો મસાજ કરવાથી પણ નખની સુંદરતામાં વધારો થાય છે અને નખ ચમકીલા બને છે. આ ઉપરાંત, તમારા આહારમાં પ્રોટીન અને વિટામિન વધારે મળે એવા ખાદ્યપદાર્થો સામેલ કરો. નખને સ્વસ્થ અને મજબૂત બનાવવામાં ખોરાક મહત્ત્વનો ભાગ ભજવે છે. આથી પ્રોટીન, કેલ્શ્યિમ, આર્યન, વિટામીન બી અને સી યુક્ત આહારનો ભોેજનમાં સમાવેશ કરો. ખાસ કરીને વિટામિન સી ધરાવતા ખાદ્યપદાર્થો વધારે લો. એનાથી નખની સાથોસાથ તમારી ત્વચા પણ સારી રહેશે. થોડા થોડા દિવસના સમયાંતરે મેનિક્યોર કરાવો તો પણ ઘણો ફરક પડશે.

પ્રશ્નઃ મારા હોઠના ઉપરના ભાગ પર ખૂબ જ રુવાંટી છે. તે દૂર કરવા માટે હું થ્રેડિંગ કરાવું છું, પણ બે-ત્રણ દિવસમાં જ તે રુવાંટી ઊગી જાય છે. આના લીધે મારા હોઠ અને ચહેરો ખરાબ લાગે છે. મને કોઇ ઉપાય બતાવશો? એક યુવતી (રાજકોટ) ઉત્તર : તમારા હોઠના ઉપરના ભાગ પર જે રુવાંટી છે, તે દૂર કરવા તમે થ્રેડિંગ કરાવો છો અને તે બે-ત્રણ દિવસમાં ઊગી જાય છે, તેનું કારણ એ છે કે થ્રેડિંગ કરતી વખતે રુવાંટી મૂળમાંથી ખેંચાતી નહીં હોય. તમે થ્રેડિંગ કરાવતી વખતે હોઠ પરની ત્વચાને સરખી રીતે ખેંચી રાખો અને થ્રેડિંગ કરનારને પણ કહો કે તે જ્યારે થ્રેડિંગ કરે ત્યારે થોડી વધારે સખતાઇથી થ્રેડ ખેંચે જેથી રુવાંટી મૂળમાંથી ખેંચાઇ જાય. આમ કરવાથી તે ઝડપથી ઊગશે નહીં. જો તમે ઘરગથ્થુ ઉપચાર અજમાવવા ઇચ્છતાં હો તો ચણાના લોટમાં થોડું દૂધ ભેળવી તેનું ઉબટણ જેવું બનાવી હળવા હાથે હોઠના ઉપરના ભાગ પર જ્યાં રુવાંટી છે ત્યાં ઘસો. ધીરે ધીરે તેની સાથે રુવાંટી ખેંચાઇ જશે અને ઝડપથી નહીં ઊગે. આ ઉપાય દર બે-ત્રણ દિવસે કરતાં રહો, જેથી તમારી એટલા હિસ્સાની ત્વચા પણ સારી રહેશે.

પ્રશ્નઃ મારા હાથ-પગ પર ખૂબ વાળ છે. આના કારણે મારા હાથ-પગ ખરાબ લાગે છે. મને હેર-રીમૂવરનો ઉપયોગ કરવાનું ગમતું નથી અને રેઝરથી ત્વચા કાળી પડી જાય છે. મને અન્ય કોઇ ઉપાય જણાવશો? એક યુવતી (સુરત) ઉત્તર : તમારા હાથ-પગ પર જો વધારે પડતી રુવાંટી હોય તો તમે હેર-રીમૂવરનો ઉપયોગ કરી શકો છો અને તમને તે વાપરવાનું પસંદ ન હોય તો રેઝરનો ઉપયોગ કરી શકો છો. રેઝરના ઉપયોગથી ત્વચા શ્યામ થઇ જવાની માન્યતા ખોટી છે કેમ કે જો તમે સ્નાન કરતી વખતે પહેલાં ત્વચા પર સારી રીતે સાબુ લગાવીને પછી રેઝરનો ઉપયોગ કરો તો હાથ-પગ પરની રુવાંટી સહેલાઇથી નીકળી જશે અને ત્વચા ખરાબ એટલે કે શ્યામ પણ નહીં થાય. જો તમારે આ ઉપાય ન અપનાવવા હોય તો ચણાના લોટમાં દૂધ મિક્સ કરી તેનાથી સ્નાન કરો. ચણાના લોટમાં દૂધ ન નાખવું હોય તો તમે પાણીનો ઉપયોગ પણ કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો