તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસથાળ:શિયાળામાં તબિયતને તગડી બનાવતાં વસાણાં

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

- રિયા રાણા

કાટલાં પાક
સામગ્રી : ઘઉંનો લોટ - 1 વાટકી, સમારેલો ગોળ - દોઢ વાટકી, કાટલું પાવડર - જરૂર પ્રમાણે, સમારેલો સૂકો મેવો - અડધી વાટકી, સૂંઠ પાઉડર - 2 ચમચી, કોપરાંની છીણ - જરૂર પ્રમાણે, ઘી - એક વાટકી, ગુંદ - જરૂર પ્રમાણે
રીત: એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો અને એમાં ગુંદ તળો. ગુંદ તળાઇ જાય એટલે કાઢી લો અને પછી એ ઘીમાં 00ઘઉંનો લોટ શેકો. આ લોટ બદામી રંગનો થાય ત્યાં સુધી એને શેકો. લોટ શેકાઇ જાય એટલે એમાં ગોળ ઉમેરો અને પછી એમાં કાટલું પાઉડર, સમારેલો સૂકો મેવો, તેમજ કોપરાંની છીણ ઉમેરો. સૂકો મેવો અને કોપરાંની છીણ અડધું અલગ કાઢી લો. આ મિશ્રણમાં ગુંદને અધકચરો વાટીને મિક્સ કરી લો. આ તૈયાર કાટલાં પર સૂકો મેવો અને કોપરાંની છીણ નાખીને એને સજાવો. આ કાટલાંના કટકાં કરીને ડબ્બામાં ભરી લો. શિયાળામાં સવારે રોજ આ કાટલું ખાવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

ગુંદ પાક
સામગ્રી : ગુંદ - 200 ગ્રામ, ઘઉંનો લોટ - 2 કપ, કોપરાંની છીણ - અડધો કપ, સમારેલો સૂકો મેવો - 1 કપ, સૂંઠ પાઉડર - એક ચમચી, એલચી પાઉડર - અડધી ચમચી, એલચી પાઉડર - અડધી ચમચી, જાયફળ પાઉડર - અડધી ચમચી, ગંઠોડા પાઉડર - અડધી ચમચી, ઘી - 2 મોટી ચમચી, ટોપરાંની છીણ અને બદામ અને પિસ્તાંની કતરણ - બે મોટી ચમચી
રીત: એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં ગુંદને તળી લો. એક ચમચી ઘીમાં સમારેલો સૂકો મેવો સાંતળી લો. તળેલા ગુંદનો ભૂકો કરી લો. એક કડાઇમાં ઘી ગરમ કરીને એમાં ઘઉંનો લોટ એ બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો. ઘઉંના શેકેલા લોટમાં ગુંદનો ભૂકો, ટોપરાંની છીણ અને સાંતળેલો સૂકો મેવો ઉમેરો. આ મિશ્રણમાં સૂંઠનો, એલચીનો, જાયફળનો અને ગંઠોડાનો પાઉડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. એક કડાઇમાં ઘી ગરમ કરીને ગોળ ઉમેરો. ગોળ બરાબર ઓગળી જાય એટલે એમાં લોટનું મિશ્રણ નાખો અને સારી રીતે હલાવીને આ પાકને થાળીમાં પાથરીને એ ઠરે એટલે મનગમતા આકારમાં કાપી લો.

કાળા તલનું કચરિયું
સામગ્રી : કાળા તલ - 250 ગ્રામ, ગોળ - 200 ગ્રામ, ઠળિયાં વગરનું ખજૂર - 100 ગ્રામ, કાળા તલનું તેલ - 2 મોટી ચમચી, ગુંદ - 5 ગ્રામ, બદામ - 50 ગ્રામ, કાજુ - 50 ગ્રામ, કોપરાંની છીણ - 20 ગ્રામ, ઘી - બે મોટી ચમચી
રીત: કાળા તલને મિક્સરમાં અધકચરાં વાટી લેવા અને પછી એની અંદર ખજૂર અને તલનું તેલ નાખીને બારીક પેસ્ટ બનાવી લેવી. આ પછી મિશ્રણમાં સમારેલો ગોળ નાખીને ફરીથી ક્રશ કરવું. એક પેનમાં 2 ચમચી ઘી મૂકીને ગુંદ તળી લો અને કાજુ તેમજ બદામને સમારીને નાના ટૂકડાં કરી લો. એક મોટા બાઉલમાં કાળા તલની પેસ્ટ, ગુંદ અને સૂકો મેવો સારી મિક્સ કરો અને પછી કોપરાંની છીણ નાખો. આ કચરિયું લાંબા સમય સુધી સારું રહે છે અને શિયાળામાં એકદમ સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ સાબિત થાય છે.

ચોકલેટ અડદિયા
સામગ્રી : અડદનો લોટ - 250 ગ્રામ, દળેલી ખાંડ - 300 ગ્રામ, ઘી - 250 ગ્રામ, સમારેલો સૂકો મેવો - બેથી અઢી કપ, ગુંદ - અડધો કપ, અડદિયાનો મસાલો - 1 મોટી ચમચી, એલચી પાઉડર - અડધી મોટી ચમચી, ચોકલેટ એસેન્સ - અડધી ચમચી, ચોકો ચિપ્સ - 1 મોટી ચમચી, ચોકલેટ પાઉડર - 2 ચમચી, મિલ્ક પાઉડર - દોઢ ચમચી, ઘી - બે કપ, મલાઇ - દોઢ મોટી ચમચી
રીત: એક કડાઇમાં અડધું ઘી, દૂધ તથા મલાઈ સાથે ઉકાળો અને પછી એમાં અડધો લોટ ઉમેરીને ધાબો આપો. આ રીતે ધાબો આપવાથી અડદિયા કણીદાર બને છે. આ ધાબાને અડધા કલાક સુધી રાખી મૂકો. બીજી કડાઇમાં વધેલું ઘી અને લોટ ઉમેરીને લોટને સારી રીતે શેકો. લોટ બદામી રંગનો શેકાઇ જાય એટલે એની અંદર ઘીમાં તળેલો ગુંદ નાખો. હવે આ મિશ્રણમાં સૂકો મેવો, ચોકલેટ એસેન્સ, મિલ્ક પાઉડર, ચોકલેટ પાઉડર, ચોકો ચિપ્સ અને દળેલી ખાંડ તેમજ એલચી પાઉડર અને અડદિયાનો મસાલો મિક્સ કરો. આ મિશ્રણને થોડું ગરમ કરો નાખો. આ પછી એક થાળીમાં ઘી લગાવીને આ મિશ્રણને 15થી 20 મિનિટ માટે ઠરવા દો અને પછી એના પર કાજુ, બદામ, પિસ્તાની કતરણ છાંટો. થઇ ગયા સ્વાદિષ્ટ ચોકલેટ અડદિયા તૈયાર.

ખજૂરના બોલ્સ
સામગ્રી : ઠળિયાં વગરનું ખજૂર - 1 કિલો, ઘી - 2 મોટા ચમચા, સમારેલો સૂકો મેવો - 1 મોટી વાટકી
રીત: ખજૂરને એકદમ ઝીણું સમારી લો. એક કડાઇમાં ઘીને ગરમ કરો. ઘી બરાબર ગરમ થઇ જાય એટલે એમાં ખજૂર નાખીને સારી રીતે હલાવો. ખજૂર થોડું નરમ પડે એટલે એમાં સમારેલો સૂકો મેવો નાખી દો અને સારી રીતે મિક્સ કરો. તમે આમાં તમારી પસંદગી પ્રમાણે સૂકો મેવો નાખી શકો છો. સૂકો મેવો બરાબર મિક્સ થઇ જાય એટલે મિશ્રણના નાના બોલ બનાવો. આ રીતે ખજૂરના બોલ તૈયાર થઇ જાય છે. જો તમને કોપરાંની છીણનો સ્વાદ પસંદ હોય તો ખજૂરના બોલ્સને તમે એમાં પણ રગદોળી શકો છો.

કિચન ટિપ્સ
- રવાના લાડુ બનાવતી વખતે માવાને બદલે દૂધનો પાવડર વાપરો. આનાથી લાડુનો સ્વાદ બમણો થઇ જશે.
- ઢોંસા બનાવતા પહેલા તેના મિશ્રણમાં બે મોટી ચમચી બાફેલા ચોખા મિક્સ
કરી દો. આનાથી તે તવા પર ચોંટશે નહિં.
- ગુવારના શાકમાં અજમાનો વઘાર કરવાથી પેટમાં ગેસ પણ નહીં થાય અને શાક વધુ સ્વાદિષ્ટ લાગશે.
- અડદની દાળનાં દહીંવડા બનાવતી વખતે તેની પેસ્ટમાં થોડોક મેંદો ઉમેરવાથી દહીંવડા સફેદ અને મુલાયમ થશે.
- બટાકાની છાલ કાઢી તેમાં ફોર્કથી કાણા પાડી તેને મીઠાવાળા પાણીમાં બોળી રાખવાથી દમ આલુ સારા બનશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો