મનમેળો:પરિવર્તન માટે અવાજ ઉઠાવો...

ગાયત્રી શર્મા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમુક નાની-નાની વસ્તુઓ આપણી સમાજિક અને પારિવારિક વ્યવસ્થામાં કંઇક એવી રીતે ગૂંથાયેલી હોય છે કે તેને બદલાવવાનો કે સુધાર લાવવાનો વિચાર પણ આપણને ક્યારેય આવતો નથી. આમાં સૌથી વધુ નુકસાન મહિલાઓનું જ થાય છે, માટે બદલાવ માટે બીડું પણ એણે જ ઉઠાવવું જોઈએ

સ્ત્રીઓને બાળપણથી જ નાની-નાની વાતોને લઈને રોક-ટોક અને અલગ અલગ ટીકા-ટિપ્પણીઓનો સામનો કરવો પડતો રહે છે. આ વાત કદાચ તમને સામાન્ય લાગે, પરંતુ મહિલાઓના સમ્માન અને આત્મવિશ્વાસમાં ચોક્કસપણે ઊંડી અસર કરનારી હોય છે. આની અસર માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ થાય છે. આ માટે, પરિવર્તનની શરૂઆત સ્ત્રીઓ જ કરે. ‘ફરવાના બદલે થોડું કામ કરી લે’ છોકરીઓ જાણે-અજાણે ભેદભાવનો શિકાર બનતી રહે છે. ભાઈને ફરવાની અને ઘેર મોડા આવવાની છૂટ હોય છે. એની પાસે ઘરના કામમાં મદદ કરવાની અપેક્ષા રાખવામાં આવતી નથી. પરંતુ, છોકરીઓને દરેક નિયમ અને કાયદાઓનું પાલન કરવું જ પડે છે. માની લઈએ કે નિયમો સારા જ હોય છે, પરિવારના અને વ્યક્તિના ભલા માટે જ હોય છે. તો પછી, એ નિયમમાં કોઈ એકને કઈ રીતે છૂટ મળી શકે? ‘બાળકને કઈ શીખવાડ્યું નથી’ બાળકોને સારા સંસ્કાર આપવા, રોજ ભણાવવા, હોમવર્ક કરાવવું વગેરે શીખવાડવું સ્ત્રીઓની જ જવાબદારી છે. અને જો, બાળક ભૂલ કરી બેસે તો દોષનો ટોપલો માતાના જ માથે! પિતાએ પણ બાળકના ભણાવવામાં અને સ્કૂલે મોકલવાની તૈયારીમાં બરાબર યોગદાન આપવું જોઈએ. આનાથી બાળકનું ઘડતર યોગ્ય જ થશે. ‘ઘર તો બસ પુરુષ ચલાવે છે...’ સ્ત્રીઓ ઘરના કેટલાએ નાના-મોટા ખર્ચાઓમાં સહયોગ કરતી હોય છે. જેમ કે ઓફિસથી ઘરે પાછા આવતા સમયે શાકભાજી, ફળો, દૂધ લાવવું, બાળકો માટે ખાવા-પીવાનો સામાન લાવવો. તહેવારની તૈયારી કરવી, ભેટ ખરીદવી વગેરે. આવા પ્રકારનો આર્થિક સહયોગ તો ગણતરીમાં પણ નથી આવતો. જયારે ઘરખર્ચની વાત થતી હોય ત્યારે સ્ત્રીઓ વિનમ્રતાથી પોતાનું આપેલું યોગદાન કહી શકે છે. આવું સ્પષ્ટતાપૂર્વક કહેવાનું એક જ કારણ છે કે તેના વડે તમને પણ પોતાની સાર્થકતાનો અહેસાસ થશે. ‘નોકરી કરો પણ સાથે ઘરના દરેક કામ પણ’ સવારે વહેલા ઊઠીને ઘરનું કામ કરવું, જો બાળકો હોય તો એમની આખા દિવસની તૈયારી કરવી. એ પછી ઓફિસ જઈને કામ કરવું. જો આ બધામાં કોઈ કામ બાકી રહી જાય તો સાંજે ઘરે પાછા આવીને એ વિશે સાંભળવું અને ફરી પાછું ઘરનાં કાર્યોમાં લાગી જવાનું. તમે એવી વ્યવસ્થા બનાવી શકો જેમાં ઘરનાં અન્ય સભ્યો પણ નાના-મોટાં કાર્યોમાં તમને મદદ કરે. ‘તારાથી તો કંઈ પણ થતું નથી’ સ્વાભાવિક રીતે જોવામાં આવે છે કે પુરુષ કે પછી ઘરનું કોઈ મોટું સદસ્ય અકારણ જ કેટલીએ વાર મહિલાના કામમાં ભૂલો કાઢે છે. જેમકે ‘જમવાનું આજે સારું નથી બનાવ્યું’, ‘કપડાં બરાબર નથી ધોયાં’, ‘બાળકોને હોમવર્ક નથી કરાવ્યું’, ‘ઘર વ્યવસ્થિત નથી રાખતી’, વગેરે વગેરે. આનાથી મહિલાઓમાં અપરાધબોધ જન્મે છે અને તેઓને પોતાની જાત ઊણી અને નિરર્થક હોવાનો અહેસાસ થવા લાગે છે. તો કેમ નહીં અઠવાડિયામાં એક દિવસ નાસ્તા કે પછી ભોજનની જવાબદારી પુરુષ સભ્ય લઇ લે અથવા તો સવાર-સાંજની જવાબદારીઓ મહિલા અને પુરુષોમાં વહેંચાઇ જાય! ‘તું નહીં જાય તો લોકો શું કહેશે?’ વ્યવસાયિક મહિલાઓ ક્યારેક સામાજિક કાર્યક્રમોમાં હાજરી ન આપી શકે ત્યારે પરિવારના સદસ્યોને સમજાવો કે હંમેશાં દરેક જગ્યા પર હાજર રહેવાનું કદાચ શક્ય ન પણ બને. ‘આખો દિવસ કરે છે જ શું? મોટાભાગે આ મેણું સાંભળવા મળતું જ હોય છે કે, ‘ઘર પર જ તો હોય છે, આખો દિવસ બીજું કરવાનું શું હોય છે?’ દિવસભર સ્ત્રીઓ શું કરે છે એ પુરુષોને પણ ખબર પડવી જોઈએ. એવા દરેક કાર્યો જેની ગણતરી પણ થતી નથી હોતી તેને એક દિવસ પુરુષો પણ કરે. આનાથી સ્ત્રીઓને પણ અઠવાડિયામાં એક દિવસ રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...