તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્સ સેન્સ:વરસાદી ગીતો અને વાતાવરણ તન-મનના ઉમળકાનું નિવારણ

મેધા પંડ્યા ભટ્ટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેવિને વાતાવરણના કેફમાં સોનલનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચી અને પછી બાલ્કનીમાં લઇ ગયો. આ પછી બંનેએ વરસાદની મજા માણી

રિમઝીમ ગિરે સાવન, સુલગ સુલગ જાયે મન ભીગે આજ ઇસ મૌસમ મેં, લગી કૈસી યે અગન... વરસાદી ઋતુની શરૂઆત થતાં જ દરેક વ્યક્તિનું મન વરસાદી મોસમ મુજબ વધારે રોમેન્ટિક બની જાય છે. ઝરમર વરસાદ વરસતો હોય અને તેવાં વાતાવરણમાં જો ઘરમાં પતિ બોલિવૂડનાં વરસાદી ગીતો વગાડવાનું શરૂ કરે તો પત્ની તરત જ પતિના મૂડને પારખી જતી હોય છે. તો બીજી તરફ જો પત્ની વરસાદમાં પલળવાની ઇચ્છા દર્શાવે તો પતિ તેનાં મનને અને ઇચ્છાને પારખી લેતો હોય છે. વરસાદ પડતો હોય અને આવા સમયે પતિ પત્ની સાથે રહીને ઘરમાં ગીતો સાંભળે તો પણ એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવાતું હોય છે. ગમે તેટલા કામમાં વ્યસ્ત હો કે એકબીજાથી નારાજગી હોય તો પણ વરસાદી ગીતો અને વાતાવરણ દરેક બાબતને ભૂલાવી દઇને બંનેને સાથે જોડી દેતું હોય છે. સોનલ અને કેવિનનું વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું હતું. બંને અલગ અલગ રૂમમાં 10થી 12 કલાક સુધી કોમ્યુટર પર કામ કરતાં હતાં. બંને ઘરમાં એકલાં જ હતાં છતાંય એકબીજાથી ખૂબ દૂર દૂર હતા તેવો અનુભવ બંનેને મનમાં સતત થતો રહેતો. તેમના સંબંધમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ અને શારીરિક આકર્ષણ જાણે ફ્રિજ થઇ ગયું હોય તેવું થઇ ગયું હતું. સોનલ ઓફિસની ઓનલાઇન મીટિંગમાં સાડી પહેરીને પ્રેઝન્ટેશન આપી રહી હતી. બીજા રૂમમાં બેઠેલા કેવિનને આજે ઓફિસનું કામ ઓછું હતું. વરસાદી વાતાવરણ હતુ અને તે બારીમાં ઊભો રહીને વરસાદને નિહાળી રહ્યો હતો. તે પાણી પીવા રસોડામાં ગયો તો તેણે બીજા રૂમમાં જોયું કે સોનલ ખૂબ સ્ટ્રેસ ફિલ કરી રહી હતી અને તેની મીટિંગ ચાલુ હતી. તે ત્યાંથી જતો રહ્યો અને આગળ ડ્રોઇંગ રૂમમાં બેઠો. અચાનક મૂશળધાર વરસાદ વરસવા લાગ્યો અને કેવિન ડ્રોઇંગરૂમની બાલ્કનીમાં મૂકેલ ખુરશીમાં બેઠો. તે વરસાદની મજા માણી રહ્યો હતો. સાથે જ સોનલની સાથે ભૂતકાળમાં બાઇક પર વરસાદમાં પલળવાના દિવસો યાદ કરવા લાગ્યો. થોડીવારમાં સોનલની મીટિંગ પૂરી થતાં તે ઊભી થઇને બહાર આવી તો તેણે જોયું કે કેવિન બેસીને વરસાદની મજા માણી રહ્યો હતો. તેના ચહેરા પર અજીબ પ્રકારની લાલી અને આનંદ જોવા મળી રહ્યો હતો. સોનલને થયું આ વાતાવરણમાં ગરમાગરમ ચા પીવી જોઇએ. તે રસોડામાં ગઇ અને ચા બનાવવા લાગી. રસોડામાં અવાજ થયેલો સાંભળી કેવિન ઊભો થયો અને તે તરફ ગયો. સોનલને જોઇ, સોનલે તેના તરફ જોયું. બે મિનિટ બંને એકબીજા સામે જોઇ રહ્યા. કેવિન રસોડામાં આવ્યો અને તેના ખભા પર હાથ મૂકીને કહ્યું, થોડાં ગરમાગરમ ભજિયાં પણ બનાવીએ. બંનેએ મળીને ચા અને ભજિયાં બનાવ્યાં અને બાલ્કનીમાં બેસીને સાથે તેનો આનંદ માણ્યો. સાથે જ કેવિને બંનેને ગમતાં વરસાદનાં ગીતો ચાલુ કરી દીધાં. ગીતોની સાથે સાથે વાતાવરણ બંનેને એકબીજા પ્રત્યે ખેંચી રહ્યું હતું. સોનલ ઊભી થવા ગઇ તો કેવિને તેનો હાથ પકડીને તેના તરફ ખેંચી અને બાલ્કનીના આગળના ભાગમાં તેને ખેંચીને લઇ ગયો. વરસાદ બંનેને ભીંજવવા લાગ્યો. બંને મસ્તીમાં આવી ગયાં. સોનલને પણ વરસાદમાં પલળવું ખૂબ પસંદ હતું. કેવિન તેને પાછળથી વળગીને ઊભો રહી ગયો. બંને એકબીજાની સાથે વરસાદની મજા માણવા લાગ્યાં. વરસાદમાં બંનેએ એકબીજાનાં સાંનિધ્યની મજા માણવાનું શરૂ કર્યું. થોડીવાર રહીને સોનલ બાથરૂમમાં ગઇ સાથે જ કેવિન પણ તેની પાછળ દોરવાઇને ગયો. બંનેએ વરસાદી મજાની સાથે સાથે અને શાવરની મજા માણી. મનની સાથે તનમાં થયેલી ઠંડકનો અનુભવ પણ તેમને થઇ રહ્યો હતો. મનની ઠંડકને દૂર કરવા તો તેમણે ચા અને ભજિયાંની મજા માણીને ગરમાટાનો અનુભવ કરી લીધો, પણ પ્રેમની ઉષ્મા તો એકબીજાની હૂંફથી જ મળી શકે તેમ હતી. બંને એકબીજાનાં આલિંગનમાં ફરી બહાર વરસાદને માણવા લાગ્યા. ધીમે ધીમે એકબીજાના સ્પર્શથી એકબીજા પ્રત્યે થતાં શારીરિક આકર્ષણમાં ખોવાઇ ગયાં અને સમાગમની ભરપૂર મજા માણી. બંને વચ્ચે આવી ગયેલો ખાલીપો ક્યારેય વરસાદી પ્રેમથી ભરાઇ ગયો તે ખબર જ ન પડી.

અન્ય સમાચારો પણ છે...