જોબન છલકે:વરસાદી રાતનું તોફાન

3 મહિનો પહેલાલેખક: મોસમ મલકાણી
  • કૉપી લિંક

ખરાબ લોકવાળી બારી આંધીએ ફરીથી ખોલી દીધી અને હવાના ઝાપટા સાથે ધસી આવેલાં વરસાદના ટીપાંથી માન્યતાનું તન અને મન તરબતર થઇ ગયું. એકાએક માન્યતાએ જોયું કે બારીનું લોક ક્યાંક પડી ગયું એટલે એ બારીને દોરીથી બંધ કરવા માટે બહાર આવી અને બહારનું રોમેન્ટિક વાતાવરણ અનુભવીને જાણે બારીમાં જ જડાઇ ગઇ. એકાએક માન્યતાની નજર સામેની બંધ બારી પર પડી. એ બારી માનવના ઘરની હતી. એ બારીને જોઇને માન્યતાને માનવનો ઉદાસ અને ઉતરેલો ચહેરો યાદ આવી ગયો અને તેની આ હાલત માટે પોતે જવાબદાર હોવાની લાગણીનો અહેસાસ થતા તેને પોતાની જાત પર ગુસ્સો આવવા લાગ્યો. માન્યતાને બે દિવસ પહેલાંની ઘટના આવી ગઇ હતી. બે દિવસ પહેલાં માનવ તેના દરવાજા પર આવ્યો હતો પણ તેણે માનવને ઘરના દરવાજાની અંદર આવવાની પરવાનગી નહોતી આપી અને આખરે હતાશ થઇને માનવ દરવાજાથી જ પાછો વળી ગયો હતો. આ ઘટના સાથે માન્યતાને એ દિવસે જોયેલી માનવની લાગણીસભર આંખો યાદ આવી ગઇ. તેને અહેસાસ થયો હતો કે માનવની એ આંખો હવે રાહ જોઇ જોઇને થાકી ગઇ છે અને તે આ પ્રેમની લાગણી સામે નબળી પડવા નહોતી માગતી. કદાચ તે પોતે પણ પરવશ બની ગઇ અને માનવને પણ જાણે કહ્યા વગર જ આ વાતની જાણ થઇ ગઇ છે. માનવની દલીલ હતી કે હવે તે શેની રાહ જોઇ રહી છે પણ કદાચ તેને એમ લાગતું હતું કે કોઇ અંતરંગ સંબંધમાં રહેવા માટે તેની વય વધી ગઇ છે. શું હવે તેનું શરીર નિકટતાને માણવા માટે યોગ્ય છે? આવા સવાલ તેના મનને પરેશાન કરી રહ્યા હતા અને તે કોઇ પણ સંજોગોમાં માનવ માટે સમસ્યા સર્જવા નહોતી માગતી. બારીમાં ઊભી-ઊભી માન્યતા આ સવાલોનો જવાબ શોધી રહી હતી ત્યાં એકાએક માનવે પોતાના ઘરની બારી ખોલી. માન્યતાની નજર તેના પર પડી. માન્યતા તો વરસાદનો આનંદ માણી રહી હતી પણ માનવની આંખોમાં તેને પામવાની ઇચ્છાની સાથે સાથે તેની પરવા હતી અને પ્રેમ હતો. માનવે પોતાની બારીમાંથી હાથ લંબાવીને કહ્યું, ‘શું કામ ભીંજાય છે? બારી બંધ કર, તબિયત ખરાબ થઇ જશે.’ માન્યતાએ મ્લાન સ્મિત કરીને કહ્યું, ‘વાંધો નહીં, દવા ખાઇ લઇશ.’ માનવે આંખથી ઠપકો આપ્યો, ‘ઠંડી નથી લાગતી તને? શું જરૂર છે?’ માન્યતાએ પણ આંખના ઇશારાથી જવાબ આપ્યો કે મને આ ઠંડક ગમે છે અને પછી હાથ ફેલાવીને વરસાદનું સ્વાગત કરવા લાગી. માન્યતાએ માનવની આંખમાં જોયું તો એમાં પ્રેમ, સંભાળ, આકર્ષણ અને બીજા અનેક ભાવ તેને સંમોહિત કરી રહ્યા હતા. આટલી વાતચીત પછી એકાએક માનવ બારીમાંથી ચાલ્યો ગયો. પાંચ જ મિનિટમાં માન્યતાના ઘરની ડોરબેલ વાગી. દરવાજાની બીજી તરતફ માનવ હતો. માન્યાએ થોડું ગભરાઇને કહ્યું, ‘મને અત્યારે દરવાજો ખોલવાનું યોગ્ય નથી લાગતું.’ માનવે લાગણીસભર અવાજમાં કહ્યું, ‘એમ તો વરસાદમાં ભીંજાવું પણ યોગ્ય નથી.’ માન્યતાએ આવેશભર્યા અવાજમાં કહ્યું, ‘મને કંઇ નહીં થાય, મારી અંદર એક આગ સળગી રહી છે. દરવાજો ખોલીશ તો આગ વધારે ભડકશે.’ માનવે પ્રેમભર્યા અવાજમાં જવાબ આપ્યો કે ‘આગ બુઝાવવાનો આ રસ્તો નથી. આપણે મળીને એકબીજાની આગ બુઝાવી શકીશું.’ થોડો સમય સન્નાટો છવાઇ ગયો. માન્યતાનો બાળપણનો સાથીદાર માનવ ક્યારે ખાસ મિત્ર અને પછી પ્રેમી બની ગયો એ ખબર જ ન પડી. જોકે માતા-પિતાનું અકાળે અવસાન થઇ જતા માન્યતાએ નાના ભાઇ-બહેનને આત્મનિર્ભર કર્યા પછી જ લગ્ન કરવાનો સંકલ્પ માનવને જણાવ્યો તો માનવ પણ સરળતાથી રાહ જોવા માટે તૈયાર થઇ ગયો. આખરે વીસ-વીસ વર્ષની તપસ્યા પછી ગયા વર્ષે જ ભાઇ-બહેનનાં લગ્ન કરીને માન્યતાએ રાહતનો શ્વાસ લીધો પણ પછી તેને પચાસ વર્ષે લગ્ન કરવામાં થોડું અજુગતું લાગતું હતું એટલે તે માનવને ટાળી રહી હતી, પણ માનવ તેેને ગમે તે ભોગે મનાવી લેવા ઇચ્છતો હતો. એકાએક જોરથી વીજળીનો કડાકો થયો અને માન્યતાએ ગભરાઇને દરવાજો ખોલી નાખ્યો તો સામે હતો માનવ...એ દરવાજા પર પીઠ ટેકવીને બેઠો હતો અને જાણે દરવાજો ખૂલવાની રાહ જોઇ રહ્યો હતો. દરવાજો ખૂલતા જ માનવે કહ્યું, ‘મને ખબર હતી, તું શાંત થઇશ એટલે દરવાજો ખોલીશ જ.’...અને પછી હસીને ઘરમાં આવી ગયો. આવીને કહ્યું, ‘ચિંતા ન કર. હું તારા માટે ગરમાગરમ ચા લઇ આવું ત્યાં સુધી તું કોરી થઇને કપડાં બદલી લે.’ બહાર વરસાદનું જોર વધી રહ્યું હતું અને એ સાથે જ માન્યતા પણ લાગણીમાં તણાઇ રહી હતી. તે આગળ વધી અને માનવની છાતી પર માથું રાખી દીધું અને કહ્યું, ‘હું કપડાં નહીં બદલું. મને ઠંડી નથી લાગી રહી. તારા પ્રેમની ગરમી મારા માટે પૂરતી છે.’ આ નિકટતાથી માનવ પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યો અને તેણે માન્યતાના કાનમાં કહ્યું, ‘મારી આવી પરીક્ષા ન લે. મારા પ્રેમમાં વાસના નથી પણ આટલી નિકટતા પછી...હું મારી જાત પર કાબૂ...’ અને તેનો હાથનો ભરડો વધતો ગયો. માનવના હાથ માન્યતાના વાળ અન શરીર પર ફરવા લાગ્યા. આખરે માન્યતાએ તમામ હક માનવને આપતા કહ્યું કે, ‘હવે જાત પર કાબૂ રાખવાની જરૂર પણ નથી. લાગણીનું પૂર આવવા દો અને નિકટતાને મન ભરી માણી લો.’ આટલું કહીને માનવના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા. આખરે વર્ષોથી અતૃપ્ત રહેલા બે શરીરો એકબીજામાં સમાઇ ગયા અને સંપૂર્ણતાનો અહેસાસ તેમના જીવનમાં પ્રસરી રહ્યો.

અન્ય સમાચારો પણ છે...