સેક્સ સેન્સ:પ્યાર કા દર્દ હૈ, મીઠા મીઠા... પ્યારા પ્યારા

મેધા પંડ્યા ભટ્ટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રેમમાં દર્દ દરેક વ્યક્તિએ અનુભવ્યું હશે અને તે હંમેશાં પીડા આપનારું રહેતું હોય છે. તે દુખી કરી જાય છે અને તકલીફ આપે છે. આવું જ એક તકલીફ અને પીડા આપનારું દર્દ સમાગમનું પણ હોય છે પરંતુ તે દુખ નહીં પણ સુખનો આનંદ આપે છે. બે વ્યક્તિ જ્યારે એકમેકની સાથે દિલથી જોડાઇને ઓતપ્રોત થઇ રહ્યાં હોય ત્યારે તમામ પ્રકારની પીડા અને દર્દનો અનુભવ થતો હોય છે. આમ છતાં પણ તેઓ તમામ પ્રકારની પીડા અને દર્દને ભૂલીને કે પછી તેને સહન કરીને પણ એકબીજાના સહવાસનો અને સમાગમનો ભરપૂર આનંદ માણે છે. રોશની અને પ્રકાશનાં લગ્ન થયાં અને બંને હનીમૂન પર ગયા હતા. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને પ્રથમ રાત્રીને માણવાની ઉત્તેજના બંનેના ચહેરા પર જોવા મળતી હતી. આંખોના ઇશારા અને એકબીજાનો સ્પર્શ તેમને વધારે ઉત્તેજીત કરી જતો હતો. પ્રકાશને રોશનીનો સ્પર્શ ખૂબ સુંવાળો લાગતો હતો. લગ્નના દિવસે જ બંને જણા હનીમૂન પર ફરવા નીકળી ગયા હોવાથી હવે હોટલ રૂમમાં તેમની પ્રથમ રાત્રીની તૈયારી કરવામાં આવી હતી. રૂમમાં પહોંચતા જ ફૂલોથી સજાવેલો રૂમ અને બેડને જોઇને રોશનીના ગાલ વધારે ગુલાબી થઇ ગયા. પ્રકાશ તરફ નજરો નજરમાં જ તે શરમાઇ ગઇ. આખો રૂમ ફૂલોની સુવાસથી મઘમઘતો હતો અને સાથે જ બંનેનાં મન પણ એકબીજામાં ઓતપ્રોત થવા માટે મહેકી રહ્યાં હતાં. બંને જણા ફ્રેશ થઇ ગયા અને રોશની ખૂબ જ સુંદર સાડી પહેરીને તૈયાર થઇ. સાથે જ પ્રકાશ પણ પહેલી રાત્રીને ધ્યાનમાં રાખીને સુંદર કુર્તામાં સજ્જ હતો. રોશની બારી પાસે ઊભી હતી અને પ્રકાશ તેની પાસે જઇ પાછળથી તેના ખભા પર અને ડોકના ભાગમાં ચુંબન કરવા લાગ્યો. તેણે પોતાનો હાથ રોશનીની કમરમાં નાખી તેને પોતાની તરફ ફેરવી અને ઊંચકીને બેડ પર સુવાડી. ધીમે ધીમે તે રોશનીના પગથી લઇને માથા સુધી શરીરના દરેક ભાગને હળવા ચુંબનથી અને પોતાના હાથ વડે તેનાં અંગોને સ્પર્શવા લાગ્યો. રોશની પ્રેમક્રીડાની આ ક્રિયાનો આનંદ માણી રહી હતી અને સાથે જ ઉત્તેજીત થઇ રહી હતી. ધીમે ધીમે પ્રકાશની ક્રિયા થોડી સખત બની તેણે રોશનીના હોઠ પર તસતસતું ચુંબન કર્યું. ક્યાંય સુધી બંને એકબીજાને ચુંબન કરતા રહ્યા. તે દરમિયાન બંને સમાગમની ક્રિયા માટે ઉત્તેજીત થઇ ચૂક્યાં હતાં. પ્રકાશે પ્રથમ રાત્રીએ પ્રોટેક્શનનો ઉપયોગ કરવાના હેતુસર કાળજી વર્તી અને સાથે જ રોશનીને વધારે પીડા ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખ્યું. જોકે બંનેની આ પ્રથમ સમાગમ ક્રિયા હોવાથી થોડીઘણી તકલીફ પડી છતાંય બંનેએ હળવાશથી સ્પર્શ અને ચુંબન દ્વારા ક્રિયાનો સંતોષ માન્યો. બીજે દિવસે સવારે ફરીથી પ્રયત્ન કર્યો અને થોડી સફળતા મળી. આ રીતે ધીમે ધીમે બંને પોતાનાં હનીમૂનનાં અઠવાડિયાના સમય દરમિયાન સમાગમની ક્રિયાનો ભરપૂર આનંદ માણી ચૂક્યા હતા અને સાથે જ બંને એકબીજાને સંતોષ પણ આપી રહ્યા હતા. કેવી રીતે ક્રિયા દરમિયાન ઓછો દુખાવો થાય અને વધારે આનંદ મળે છે, તે એકબીજાને પૂછી લેતા હતા. થોડા સમય બાદ તો બંને એકબીજાને ચરમસુખનો આનંદ કેમ આપવો તે પણ જાણી ચૂક્યાં હતાં. આપણે જાણીએ છીએ કે સમાગમની ક્રિયાનો આનંદ માણવાની પદ્ધતિ અને ઇચ્છા દરેક વ્યક્તિની અલગ પ્રકારની હોય છે. ઘણીવાર શરીરના કેટલાક નાજુક અંગોને વધારે સખત રીતે સ્પર્શવાથી લાંબો સમય સુધી દુખાવો રહેતો હોય છે અને પ્રેમની ક્રિયા પીડાદાયક બની જતી હોય છે. ઘણાં પુરુષ અને સ્ત્રીઓને ઝડપી ક્રિયા પસંદ હોય છે. જોકે તેમાં કેટલીકવાર બેમાંથી એક પાર્ટનરને શારીરિક દુખાવો, પીડા કે બળતરાની ફરિયાદ રહેતી હોય છે. આવું ન થાય જ્યારે પણ પોતાના પાર્ટનર સાથે પ્રેમક્રીડા કરતાં કરતાં સમાગમ ક્રિયા તરફ વળો ત્યારે પોતાના પાર્ટનરનું ખાસ ધ્યાન રાખો. ઘણીવાર પાર્ટનર તમને સાથ આપી દે છે પણ પછીથી તેને તકલીફ થતી જોવા મળે છે. જે પાર્ટનર પરાણે સહવાસમાં જોડાય તેના માટે તે પીડાદાયક હોય છે. જ્યારે પ્રેમથી પીડાને સ્વીકાર કરનાર પાર્ટનર માટે સમાગમ બાદની કોઇ તકલીફ પીડાદાયક હોતી નથી પરંતુ તે આ પ્રકારની પીડાને પણ એન્જોય કરતા હોય છે. જેને આપણે પ્રેમની મીઠી પીડા કહી શકીએ. તેથી જ તો ઘણા લોકો કહે છે કે જે ફક્ત સહવાસ કરીને છૂટા પડે છે, તેમની માટે તે દર્દ છે પણ જે સહવાસને એકબીજામાં ઓતપ્રોત થઇને સાચા અર્થમાં માણે છે, તેમના માટે તો દરેક પીડા પણ પ્રિય બની જતી હોય છે. medha.pandya@ gmail.com

અન્ય સમાચારો પણ છે...