વુમન ઇન ન્યૂઝ:યોગ્ય પ્લાનિંગ અને મહેનતે બનાવી દીધી યુપીએસસીની મહિલા ટોપર

મીતા શાહ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મધ્ય પ્રદેશના ભોપાલનાં વતની જાગૃતિ નાનપણથી જ કલેક્ટર બનવા ઇચ્છતાં હતાં. તેઓ બાળપણથી જ ભણવામાં અવ્વલ હતાં. જાગૃતિ તેમની સફળતાનો સંપૂર્ણ શ્રેય માતા-પિતા, ભાઇ અને શિક્ષકોની મહેનતને આપે છે

સિવિલ સર્વિસ એક્ઝામમાં સફળતા મેળવવા માટે દિવસ-રાત મહેનત કરવી પડે છે અને ભારે મહેનત પછી જ સફળતાનો સ્વાદ ચાખી શકાય છે. હાલમાં જાહેર થયેલાં સિવિસ સર્વિસ એક્ઝામ 2020નાં પરિણામમાં ભોપાલનાં જાગૃતિ અ‌વસ્થીએ ઓલ ઇન્ડિયા બીજો રેન્ક અને મહિલાઓની યાદીમાં દેશભરમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. Â અભ્યાસમાં અવ્વલ મધ્ય પ્રદેશના ભોપાલનાં વતની જાગૃતિ નાનપણથી જ કલેક્ટર બનવા ઇચ્છતાં હતાં. તેઓ બાળપણથી જ ભણવામાં અવ્વલ હતાં. જાગૃતિએ GATEની પરીક્ષામાં 51મો રેન્ક પણ મેળવ્યો હતો અને એન્જિનિયર બન્યાં પછી થોડાક વર્ષો સુધી ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)માં પણ નોકરી કરી હતી. જોકે તેમણે નોકરીની સાથે સાથે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની પરીક્ષા આપવા માટે તૈયારી શરૂ કરી દીધી હતી. તેમણે સિવિસ સર્વિસ એક્ઝામમાં સફળતા મેળવવા માટે યોગ્ય પ્લાનિંગ સાથે મહેનત કરી અને માત્ર બે વર્ષમાં આઇએએસ બનવાનું પોતાનું સપનું પુરું કરી લીધું. Â જાગૃત માતા-પિતા જાગૃતિના પિતા પ્રોફેસર ડો. એસ.સી. અવસ્થી સરકારી મેડિકલ કોલેજ ઓફ હોમિયોપેથીમાં પ્રોફેસર છે. જ્યારે તેમનાં માતા મધુલતા અવસ્થી ગૃહિણી છે. મધુલતા પોતે શિક્ષિકા હતાં પણ બાળકોનાં શિક્ષણ ખાતર તેણે નોકરી છોડી દીધી. જાગૃતિ તેમની સફળતાનો સંપૂર્ણ શ્રેય તેમનાં માતા-પિતા, ભાઇ અને શિક્ષકોની મહેનતને આપે છે. બીજી બાજુ જાગૃતિની આ સફળતા પર તેનાં માતા મધુલતા અવસ્થીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘તે ખૂબ જ ખુશ છે અને તેને તેની પુત્રી અંગે કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. દરેક સ્ત્રીએ પોતાનાં બાળકોને ભણવામાં મદદ કરવી જોઈએ. કોઈએ ક્યારેય વિચારવું ન જોઈએ કે તે દીકરી છે કે દીકરો. જો બાળક પાસે ક્ષમતા છે તો તેને આગળ વધવા માટે સંપૂર્ણ ટેકો આપવો જોઈએ.’ Â નિયમિત મહેનતની આદત જાગૃતિ પોતાની સફળતાનો શ્રેય નિયમિત મહેનત કરવાની આદતને આપે છે. પોતાનો અનુભવ જણાવતા જાગૃતિ કહે છે કે ‘મેં પહેલી નોકરી કરતી વખતે 2019માં પ્રિલિમ આપી હતી પણ એમાં હું પાસ થઇ શકી નહોતી. જોકે હું આ પરીક્ષામાં સફળતા મેળવવા ઇચ્છતી હતી અને એટલે પછી મેં નોકરી છોડીને એમાં સંપૂર્ણ ધ્યાન આપવાનું નક્કી કર્યું. જોકે એ પછી કોવિડનો સમય શરૂ થઇ ગયો અને એ સમય દરમિયાન કોચિંગ સેન્ટર બંધ હતા. આ સંજોગોમાં મેં ઘરે જ જાતે મહેનત કરવાનું નક્કી કર્યું. શરૂઆતમાં હું 8થી 10 કલાક અભ્યાસ કરતી હતી અને આ સમય પછી ક્રમશ: વધીને ધીરે ધીરે 10થી 12 કલાક કરી નાખ્યો. પરીક્ષાના લગભગ બે મહિના પહેલાં હું નિયમિત રીતે 12થી 14 કલાક અભ્યાસ કરતી હતી. મેં તૈયારી માટે ઇન્ટરનેટની મદદ લીધી હતી. મેં પહેલા પ્રયાસમાં મળેલી નિષ્ફળતામાંથી પાઠ ભણીને બીજો પ્રયાસ વખતે મારી ખામીને દૂર કરવાનો પ્રયાસ કર્યો અને મને સફળતા મળી હતી.’ Â ગ્રામીણ વિકાસ માટે કરવું છે કામ જાગૃતિએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તે ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં કામ કરવા ઇચ્છે છે. તેણે કહ્યું હતું કે, ‘હું જાણું છું કે ભારતની વિશાળ પ્રતિભા ગ્રામીણ વિસ્તારોમાં છે. હું ઈચ્છું છું કે આ પ્રતિભાને યોગ્ય તક આપવામાં આવે તો ભારત ઘણો વિકાસ કરી શકે છે.’

અન્ય સમાચારો પણ છે...