પેરેન્ટિંગ:બાળકોના અભ્યાસ માટે યોગ્ય રીતે રોકાણ જરૂરી

મમતા મહેતાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સમયની સાથે સાથે બાળકોનાં શિક્ષણને લગતી જરૂરિયાતો પૂરી કરવાનું માતા-પિતા માટે પડકાર બની રહ્યું છે. જોકે માતા-પિતા થોડી સમજદારીથી આયોજનપૂર્વક રોકાણ કરે તો આ પડકારનો સામનો કરી શકાય છે. બાળકોને સારું શિક્ષણ અને ઉછેર આપવો એ માતા-પિતાની મોટી જવાબદારી છે પણ હાલમાં અભ્યાસ બહુ મોંઘો બની ગયો છે. આ સંજોગોમાં બાળકોના અભ્યાસના ખર્ચ માટે યોગ્ય રીતે રોકાણ કરવું જરૂરી છે. લક્ષ્ય નક્કી કરો બાળકોના અભ્યાસ માટે રોકાણ કરવાનું શરૂ કરો એ પહેલાં પોતાનું લક્ષ્ય નક્કી કરો. મોંઘવારીના આ સમયમાં શાળાકીય શિક્ષણનો ખર્ચ પણ બહુ વધી ગયો છે અને હાયર એજ્યુકેશન માટે પૈસાનું પ્લાનિંગ બહુ જરૂરી છે. જોકે ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ માટે કેટલો ખર્ચ થશે એનો ચોક્કસ આંકડો નક્કી કરવાનું મુશ્કેલ હોય છે પણ આ મામલામાં તમે અનુમાન કરીને પ્લાનિંગ કરી શકો છો. જો તમે રોકાણ માટે લક્ષ્ય નહીં કરો તો તમે સારી રીતે પ્લાનિંગ નહીં કરી શકો. આમ, લક્ષ્ય નક્કી કરીને જ ફાઇનાન્સિયલ પ્લાનિંગની દિશામાં આગળ વધવું જોઇએ. શક્ય એટલી જલ્દી શરૂઆત બાળકોનું ઉચ્ચ શિક્ષણ લાંબા ગાળાનું પ્લાનિંગ માગી લે છે એટલે તેમનાં બાળપણથી જ બચત અને રોકાણ કરવાનું શરૂ કરી દો. દર મહિને કેટલીક રકમ બચાવીને એનું યોગ્ય જગ્યાએ રોકાણ કરીને પેરેન્ટ્સ તેમનું લક્ષ્ય સારી રીતે સિદ્ધ કરી શકે છે. આ રીતે બાળક જ્યારે 18 વર્ષનું થશે ત્યારે માતા-પિતાએ સારી એવી રકમની બચત કરી શકે છે. બચતની સાથે રોકાણ જરૂરી બાળકોના અભ્યાસ માટે શરૂઆતથી જ બચત કરવાનું જરૂરી છે. બાળકો માટે બચત કરતાં પહેલાં એક યાદી બનાવો જેમાં તમારા તમામ રોકાણની વિગતો હોય. આવક અને જાવકનું એક લિસ્ટ બનાવો જેમાં ઘર અને કારની લોનનાં રીપેમેન્ટનો પણ સમાવેશ કરો. આ લિસ્ટની મદદથી તમને ખબર પડશે કે તમે શું ખોટો ખર્ચ કરી રહ્યા છો અને તમારા ખર્ચમાંથી કેટલી રકમ બચાવી શકો છો. આ બચેલી રકમનું તમે સારી રીતે રોકાણ કરો જેથી તમારી આ રકમ સતત વધતી રહે. સુકન્યા સમૃદ્ધિ યોજના, પીપીએફ અને મ્યુચ્યુઅલ ફંડ જેવી યોજનાનો સારી રીતે અભ્યાસ કરીને તેમજ ફાયદા-નુકસાનની માહિતી મેળવીને પેરેન્ટ્સ રોકાણ કરી શકે છે અને લાંબા ગાળે સારી એવી રકમ મેળવી શકે છે. એજ્યુકેશન લોનની તૈયારી બાળકોના ઉચ્ચ અભ્યાસ માટેની તૈયારી કરતી વખતે એ વાત મગજમાં રાખો કે ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષા માટે તમે ઉભું કરેલું ફંડ ઓછું પડે એવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે. આ સંજોગોમાં એજ્યુકેશન લોન લઇને તમે જરૂરિયાત પૂરી કરી શકો છો. જોકે બાળકના ઉચ્ચ અભ્યાસ કરવા માટે પૈસાની વ્યવસ્થા કરતી તમારી નિવૃતિ પછીની જરૂરિયાતો તરફ આંખ આડા કાન ન કરો. બાળકના અભ્યાસ માટેનું ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરતી વખતે તમારી જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...