તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- પાયલ પટેલ
આરામદાયક હોય એ જ સાચી ફેશન. ફેશનપ્રેમી માનુનીઓમાં હાલમાં પેન્ટ સૂટની ફેશન લોકપ્રિય બની છે. આ ફેશન પાવરફૂલ લુક તો આપે જ છે પણ સાથે સાથે પહેરવામાં પણ આરામદાયક છે. ફેશનિસ્ટાઓમાં બ્રોકેટ અને સિલ્ક તથા સાટિન મટિરિયલના પેન્ટ સૂટ લોકપ્રિય છે. - પેન્ટ સૂટની સ્ટાઇલ પેન્ટ સૂટમાં બ્લેઝરની સાથે સાથે પેન્ટ પહેરવામાં આવે છે. સામાન્ય રીતે કોર્પોરેટ સ્ટાઇલ માટે ડિઝાઇન થયેલો આ લુક પાર્ટીપ્રેમીઓમાં પણ લોકપ્રિય બન્યો છે. ઘણી યુવતીઓ પેન્ટ સૂટમાં બ્લેઝર નીચે ટી-શર્ટ પહેરે છે અને જો તમારે હોટ લુક મેળવવો હોય તો અંદર ટેન્ક ટોપ પહેરી શકો છો. જો તમે પાર્ટીમાં પેન્ટ સૂટ પહેરવાનો વિચાર કરતા હો તો અંદર પહેરવા માટે શાઇનિંગવાળું મટિરિયલ પસંદ કરી શકો છો. હાલના ટ્રેન્ડમાં તો ફ્લોરલ પેન્ટ સૂટ ખૂબ ચલણમાં છે. પેન્ટ સૂટ વાઇબ્રન્ટ રંગોમાં શોભી ઉઠે છે પરંતુ રંગની પસંદગી કરતી વખતે ત્વચાના વાનને ધ્યાનમાં રાખવો જરૂરી છે.
- બાંધો છે મહત્ત્વનો પેન્ટ સૂટની પસંદગી કરતી વખતે તમારો બાંધો કેવો છે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઇએ. જો તમારું બોડી એકવડું કે પરફેક્ટ શેઇપ ધરાવતું હોય તો જ પેન્ટ સૂટ સારો લાગશે. જે યુવતીઓની હાઇટ વધારે હોય તેમને પેન્ટ સૂટ ખૂબ જ સરસ લાગે છે. આ પ્રકારના ડ્રેસિંગ સાથે વધારે જ્વેલરી પહેરવાનું ટાળવું જોઇએ. આ પ્રકારના ડ્રેસિંગ સાથે ગળામાં ભારે નેકલેસને બદલે પતળી ચેઇન કે પછી નેકલેસ પહેરવો. પેન્ટ સૂટ સાથે ફૂટવેરમાં સ્ટિલેટોઝ કે પછી અન્ય હાઇ હિલના સેન્ડલ વધારે સારા લાગશે.
- બનશે દુલ્હનની પણ પસંદ! લગ્નની વાત આવે પરંપરાગત વસ્ત્રોમાં તૈયાર થયેલી દુલ્હન નજર સામે આવી જાય. હાલમાં 29 વર્ષની આન્ત્રપ્રિન્યોર સંજનાનાં વેડિંગ ડ્રેસે બધાનું ધ્યાન ખેંચ્યું. તેણે દિલ્હીના ધ્રુવ મહાજન સાથે લગ્ન કરતી વખતે સૂટ પેન્ટ પહેરવાનું પસંદ કર્યું હતું. તેણે પાઉડર બ્લૂ રંગનો પેન્ટશૂટ પહેર્યો હતો અને તેની સાથે મેચિંગ દુપટ્ટો ઓઢ્યો હતો. આ પેન્ટ સૂટ સાથે તેણે સિમ્પલ જ્વેલરી પહેરીને લાઈટ મેકઅપ કર્યો હતો. અલગ અલગ સ્ટાઇલના પેન્ટ સૂટ ચેક્ડ ડિઝાઇન : ચેક્ડ ડિઝાઇન કૂલ અને ક્લાસી લુક આપે છે અને પર્સનાલિટીને બોલ્ડ બનાવે છે. ક્રોપ્ડ સ્ટાઇલ : આ પ્રકારના પેન્ટ સૂટમાં ટ્રાઉઝરમાં ક્રોપ્ડ સ્ટાઇલ હોય છે. ઓવરસાઇઝ્ડ સૂટ : ઓવરસાઇઝ્ડ પેન્ટ સૂટ યુવતીઓને અલગ જ રફ લુક આપે છે. આ પ્રકારના પેન્ટ સૂટ પહેરવામાં અત્યંત આરામદાયક છે. ટર્ટલનેક સ્ટાઇલ : આ પ્રકારના પેન્ટ સૂટમાં ટોપ ટર્ટલનેક સ્ટાઇલનું હોય છે જેના કારણે એ ઠંડીમાં અત્યંત હૂંફાળો વિકલ્પ સાબિત થાય છે. પ્લેઇડ પેન્ટ સૂટ : આ પેન્ટ સૂટનું ફિટિંગ એકદમ પર્ફેક્ટ હોય છે. આ પ્રકારના પેન્ટ સૂટ સપ્રમાણ ફિગર ધરાવતી યુવતીઓ પર સારું લાગે છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.