પહેલું સુખ તે...:ફિટનેસ અને સ્વાસ્થ્ય સુધારે પોઝિટિવ ફ્યુચર થિંકિંગ

17 દિવસ પહેલાલેખક: સપના વ્યાસ
  • કૉપી લિંક
  • વર્કઆઉટ અને જીવન પ્રત્યે હકારાત્મક વિચારસરણી રાખવાથી વર્કઆઉટનું સૌથી સારું પરિણામ મળી શકે છે. માત્ર વિચારવાનો અભિગમ બદલાવીને સારામાં સારું વર્કઆઉટ પરિણામ મેળવી શકો છો

શું તમને ખબર છે કે ભવિષ્ય પ્રત્યેની તમારી વિચારસરણીની અસર તમારા સ્વાસ્થ્ય પર થાય છે? જ્યારે વ્યક્તિ ભવિષ્ય પ્રત્યે હકારાત્મક વિચારસરણી ધરાવતી ન હોય. તો નકારાત્મક વિચારોને કારણે તે એંગ્ઝાઇટી અને ડિપ્રેશનનો ભોગ બને છે. આપણે હમણાં જ 2023માં પ્રવેશ કર્યો છે ત્યારે આપણામાંથી અનેક લોકોએ હેલ્થ અને ફિટનેસ જાળવવા માટેનો નિર્ધાર કર્યો હશે. તમે પોઝિટિવ ફ્યુચર થિંકિંગના પાવરની મદદથી હેલ્થ અને ફિટનેસ ગોલ સુધી પહોંચી શકો છો. તમારા વર્કઆઉટ અને જીવન પ્રત્યે હકારાત્મક વિચારસરણી રાખવાથી વર્કઆઉટનું સૌથી સારું પરિણામ મળી શકે છે. તમે માત્ર વિચારવાનો અભિગમ બદલાવીને સારામાં સારું વર્કઆઉટ પરિણામ મેળવી શકો છો. પોઝિટિવ થિંકિંગ કરવાથી એનર્જી લેવલમાં વધારો થાય છે અને એના પરિણામે એક્સરસાઇઝની ઇન્ટેન્સિટી પણ વધારી શકાય છે. વ્યક્તિના માઇન્ડને પણ બાયસેપ્સની જેમ જ ટ્રેઇન કરી શકાય છે. સતત પ્રેક્ટિસ કરવાથી, જાગૃતિ કેળવવાથી તેમ જ એ દિશામાં કામ કરવાથી સહેલાઇથી પોઝિટિવ માઇન્ડ સેટ કેળ‌‌વી શકાય છે. કઇ રીતે મદદ કરે છે ફ્યુચર થિંકિંગ? જો તમે હકારાત્મક રીતે ભવિષ્ય વિશે વિચાર કરશો તો એનાથી અનેક માનસિક ફાયદા થશે. આના કારણે લાંબા ગાળાનાં લક્ષ્યાંકોને સિદ્ધ કરવાનું પ્રોત્સાહન મળે છે. પ્રોત્સાહન અને અપેક્ષા જ્યારે તમે કંઇક કરવા માટે પ્રોત્સાહિત હો છો તો ત્યારે તમને ભવિષ્યમાં એનું કંઇક નક્કર પરિણામ મળશે એવી અપેક્ષા પણ હોય છે અને આના કારણે જ સફળતા મળવાની શક્યતા વધી જાય છે. ભવિષ્ય વિશેની વિચારશક્તિ એટલે કે ફ્યુચર થિકિંગ અને કલ્પનાશક્તિ એ બંને અલગ છે. કલ્પનાશક્તિથી અવનવી કલ્પના કર્યા પછી વ્યક્તિને સુખદ લાગણીનો અહેસાસ થાય છે. આના માટે કંઇ કામ કરવાની કે ભવિષ્યની સફળતા માટે કોઇ આયોજન કરવાની જરૂર નથી. આની સરખામણીમાં ફ્યુચર થિંકિંગની મદદથી વ્યક્તિ તેના જીવનના સાચાં લક્ષ્યાંકો સિદ્ધ કરી શકે છે. આ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે આયોજન કરવું પડે છે, પ્રયાસ કરવા પડે છે અને રસ્તામાં આવતા અવરોધોનો સામનો કરવાની ક્ષમતા કેળવવી પડે છે. વિઝ્યુઅલાઇઝેશન જ્યારે તમે મનમાં કંઇક વિચાર્યું હોય અને એના પર ઊંડાણભર્યો વિચાર કરો ત્યારે તમે તમારા મનના વિચારને વિઝ્યુઅલાઇઝ કરી શકો છો. વિજ્યુઅલાઇઝેશનની મદદથી તમે વધારે સારા ભવિષ્ય માટે આયોજન કરી શકો છો. ડિલે ડિસ્કાઉન્ટિંગ ડિલે ડિસ્કાઉન્ટિંગએક સાયકોલોજિકલ ટર્મ છે. વ્યક્તિ જ્યારે લાંબા ગાળે મળતા રિવોર્ડની સરખામણીમાં ઝડપથી મળતા નાના એ‌વોર્ડ સ્વીકારવાનો અભિગમ અપનાવે છે ત્યારે આ પરિસ્થિતિને ડિલે ડિસ્કાઉન્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. મેન્ટલ હેલ્થ ચેલેન્જનું મેનેજમેન્ટ ભવિષ્ય વિશે હકારાત્મક રીતે વિચારવાથી આદત હોય તો એના ઘણા ફાયદા થાય છે. આના કારણે અનેક મેન્ટલ હેલ્થ ચેલેન્જની સમસ્યામાં ફાયદો થાય છે. સ્ટ્રેસમાં ઘટાડો અત્યારના વ્યસ્ત સમયમાં જેને સ્ટ્રેસ ન હોય એવી કોઇ વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે છે. જે વ્યક્તિ આશાવાદી હોય અને ભવિષ્ય વિશે હકારાત્મક આયોજન કરતી હોય એ જીવનની નકારાત્મક ઘટનાઓ અને સ્ટ્રેસનો વધારે સારી રીતે સામનો કરી શકે છે. દુ:ખને રાખે દૂર વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન કરવાથી વિચારોમાં પણ પરિવર્તન આવે છે. પોઝિટિવ રહેવાથી અને સફળ ભવિષ્યની કલ્પના કરવાથી શરીરમાં હકારાત્મક અંત:સ્રાવોનો સ્રાવ થાય છે અને આના કારણે માનસિક દુ:ખ દૂર થાય છે. કઇ રીતે લેશો ફ્યુચર થિંકિંગની મદદ? તમારી કલ્પનાશક્તિની મદદથી ફ્યુચર થિંકિંગ કરવાથી અઢળક ફાયદોે થાય છે પણ કઇ રીતે એને અમલમાં મૂકી શકાય એ વિશે ઘણી વ્યક્તિઓ અવઢવ અનુભવતી હોય છે. તમે જ તમારા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ફ્યુચર થિંકિંગના અભિગમ વિશે અવનવા પ્રયોગો કરી શકો છો. પ્રેક્ટિસ જો તમે તમારા ભૂતકાળના કે પછી વર્તમાનની સમસ્યામાં જ અટવાયેલા રહેતા હો તો ભવિષ્યનો હકરાત્મક વિચાર કરવાથી હકારાત્મક માનસિકતા કેળવાય છે. આમ, હંમેશાં ભવિષ્ય વિશેના પોઝિટિવ વિચારોને મહત્ત્વ આપો. ભવિષ્યનો વિચાર તમે સ્વસ્થ જીવન જીવવા માટે ઇમેજિનેશન પાવરની મદદ લઇ શકો છે. જ્યારે આપણે કંઇક વિચારીએ છીએ ત્યારે નેગેટિવ વિચારધારા, નિરાશાવાદ અને ડરની લાગણીને સામનો કરવા માટે મગજના કેટલાક હિસ્સાઓની મદદ લઇએ છીએ અને આના કારણે વધારે હકારાત્મક વિકલ્પની પસંદગી કરી શકીએ છીએ. આ રીતે હકારાત્મક વિચારસરણી રાખવાથી સંબંધો વધારે સ્વસ્થ બની શકે છે. આમ, તમારી ફ્યુચર ચેનલ ચાલુ કરો અને સુખદ ભવિષ્યની કલ્પના કરીને વિઝ્યુઅલાઇઝ કરો. hello@coachsapna.com

અન્ય સમાચારો પણ છે...