રસથાળ:પ્લમ કેક

રિયા રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કિસમિસ-2 ચમચી, કાળી સૂકી દ્રાક્ષ-2 ચમચી, ડ્રાય ક્રેનબેરી-2 ચમચી, ટૂટીફ્રૂટી-4 ચમચી, કાજુ ટુકડા-2 ચમચી, બદામ ટુકડા-2 ચમચી, અખરોટ ટુકડા-2 ચમચી, ઘઉંનો લોટ-1 કપ, અમૂલ બટર-અડધો કપ, કન્ડેન્સ્ડ મિલ્ક-10 ચમચી, બેકિંગ પાઉડર-અડધી ચમચી, બેકિંગ સોડા-પા ચમચી, વેનિલા એસેન્સ-અડધી ચમચી રીત : એક કડાઇમાં ખાંડ કોરી જ ગરમ કરવા મૂકો. બાજુમાં એક તપેલીમાં પાણી ગરમ મૂકો. ધીમે-ધીમે ખાંડ ઓગળીને કેરેમલ બનવા લાગશે. ખાંડ ઓગળીને બ્રાઉન થાય અને ઊભરો આવે ત્યારે ગેસ બંધ કરી એકદમ ધીરે-ધીરે ગરમ પાણી ઉમેરો. ફરી ગેસ ચાલુ કરી તેને 2 મિનિટ માટે ઉકાળો. કેરેમલ સીરપ તૈયાર થાય એટલે તેમાં બધાં જ ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દેવા. 4-5 મિનિટ પછી ગેસ બંધ કરીને ઠંડુ થવા સાઇડમાં મૂકી દો. હવે એક બાઉલમાં બટર અને કન્ડેન્સ્ડ મિલ્ક મિક્સ કરી લો. બીજા બાઉલમાં ઘઉંનો લોટ, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરી ચાળી લો. ઓવનને 160° ડિગ્રી પર 10 મિનિટ માટે પ્રિહિટ કરી કેક મોલ્ડમાં બટર પેપર મૂકી અને રેડી રાખો. હવે બટરના મિશ્રણને બરાબર ફીણી તેમાં લોટ અને વેનીલા એસેન્સ મિક્સ કરી લો. કેક બેટરને મોલ્ડમાં ભરી પ્રિહિટેડ ઓવનમાં 40-45 મિનિટ માટે બેક કરો. થવા આવે ત્યારે ટુથપિકથી ચેક કરી બહાર કાઢો. તેના પર તૈયાર કરેલ કેરેમલ સીરપ રેડો. રૂમ ટેમ્પરેચર પર ઠંડી થાય એટલે અનમોલ્ડ કરીને સર્વ કરો.

અન્ય સમાચારો પણ છે...