તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂડ એન્ડ માઇન્ડ:જૂની વસ્તુઓ ન કાઢવાની જીદ...

5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બિનજરૂરી વસ્તુઓનો કારણ વિનાનો સંગ્રહ વ્યક્તિમાં સાઇકોલોજિકલ અસ્થિરતા પેદા કરે છે

નિ ષ્ઠાને જોઇને જ લાગે કે કંઇક તો એવું છે જે બરાબર નથી. નિસ્તેજ ચહેરો, જૂનું થઇ ગયેલું ટોપ, ઘસાઇ ગયેલું બ્રેસલેટ અને, કાંડા પરની ઓલ્ડ ફેશન વોચ આ બધું જોનારની નજરમાં બેસતું ન હતું. એને પ્રશ્નો પુછાય એટલા જ જવાબો મળે, એ પણ પરાણે. એનું રોજિંદું વર્તન અને વ્યવહાર પણ અસ્તવ્યસ્ત. એના રૂમમાં એક બાજુ કપડાંનો ઢગલો પડેલો દેખાય અને કપડાંમાં જૂની વસ્તુઓનો ભંડાર. કેટલીક વસ્તુઓ તો છેલ્લાં ચાર-પાંચ વર્ષથી વાપરી પણ ન હોય. ન એ વસ્તુઓ પોતે હટાવે કે ન બીજા કોઇને હટાવવા દે. એક્ઝામની તૈયારી કરવામાં ત્રણ વર્ષ નીકળી ગયાં. આ ત્રણ વર્ષમાં દુનિયા ક્યાંય આગળ નીકળી ગઇ પણ નિષ્ઠા હજુ ત્યાંની ત્યાં જ રહી. ઓનલાઇન શોપિંગથી નવી નવી વસ્તુઓ મંગાવાતી જ રહે પણ જૂની વસ્તુઓ કાઢી નાખવાનું નામ ન લે. મોટી તકલીફ એ વાતની કે કપડાં, વોચ અને એસેસરિઝ જૂનાં જ પહેરે. આને જિદ્દી સ્વભાવ ગણવો કે બીમારી?

ક્લટર સાઇકોલોજી એવું કહે છે કે તમે જે જગ્યાએ રહો છો એ જગ્યાને જ જો વ્યવસ્થિત ના રાખી શકો તો આ વ્યવસ્થા તમને ડલ કરી શકે છે. તેની પાછળ જૂની વસ્તુઓ સાથે જોડાયેલા ફોલ્ટી ઇમોશન્સ હોય છે. જે વસ્તુઓ સાથે જોડાયેલી લાગણી અને વસ્તુ ખોઇ દેવાના ભયને દર્શાવે છે. જે વસ્તુ તમારી વર્તમાન અવસ્થામાં તમને આગળ વધવા માટે મદદરૂપ ન થઇ શકે તેને ક્લટર (કચરો) કહેવાય છે. એની સાથે ક્યાંક કોઇક જૂની કુટેવો, ઘૃણા, અપરાધભાવ, નકારાત્મક વિચારો કે ગૂંચવણભર્યા રિલેશન્સ જોડાયેલાં છે. જે વ્યક્તિ આ વસ્તુની નકારાત્મકતામાંથી બહાર આવી નથી શકતી તે આ વસ્તુને છોડીને આગળ વધતા ડરે છે. અમુક વસ્તુઓ સાથે તમે એટેચ્ડ હો તે સામાન્ય બાબત છે પરંતુ બિનજરૂરી વસ્તુઓનો કારણ વિનાનો સંગ્રહ સાઇકોલોજિકલ અસ્થિરતા પેદા કરે છે. જેમ કે રોજ સવારે અસ્તવ્યસ્ત રૂમમાંથી નાની ચાવી શોધવા માટે પડતો સ્ટ્રેસ, ઘણાબધા નકારાત્મક વિચારોમાંથી એક સારા વિચારને શોધવા માટે કરવી પડતી મહેનત દર્શાવે છે. નિષ્ઠાને સામાન્ય સલાહ આપવામાં આવી કે રોજ દસ મિનિટ રૂમની સફાઇ પાછળ કાઢવી. બિનજરૂરી વસ્તુઓનો નિકાલ કરવો અને ત્યાં સુધી નવી વસ્તુઓ ખરીદવી નહીં. ડ્રોઇંગ રૂમમાં મેન સોફા, રસોડામાં સ્ટવ અને બેડરૂમનો માસ્ટર બેડ આ ત્રણ જગ્યાની આસપાસ હંમેશાં સ્વચ્છતા રહેવી જોઇએ. ફેંગ શૂઇ પણ આ પ્રકારના બેલેન્સમાં માને છે. મોબાઇલમાંથી બિનજરૂરી એપ્લિકેશન્સ અને જીવનમાંથી અણગમતા લોકોને દૂર કરી નાખવા. મૂડમંત્ર ઃ તનદુરસ્તી માટે મનદુરસ્તી જરૂરી છે. આ માટે તમારી આસપાસનું વાતાવરણ વ્યવસ્થિત હોવું જોઇએ. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો