સજાવટ:દીવાલ અને પડદાનું કરો પરફેક્ટ મેચિંગ...

4 મહિનો પહેલાલેખક: દિવ્યા દેસાઇ
  • કૉપી લિંક

જો તમે ઘર માટે સુંદર પડદા ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હો પણ થોડા કન્ફ્યૂઝ હોય તો એક ખાસ એવા પડદાની પસંદગી કરો જે દીવાલ સાથે સારી રીતે મેચ થતા હોય. હકીકતમાં કમરાની દીવાલ સાથે મેચ થતા પડદા પસંદ કરવાનું કામ થોડું મુશ્કેલ છે. તમે જો વિચાર્યા વગર મોંઘાદાટ પડદા ખરીદી લો તો પણ જો એ દીવાલ સાથે મેચ ન થતા હોય તો એના કારણે ઘરની સુંદરતામાં બિલકુલ વધારો નહીં થાય. Â યોગ્ય રંગની પસંદગી પડદા માટે રંગની પસંદગી કરતી વખતે તમે કલર વ્હીલનો પણ ઉપયોગ કરી શકો છો. કલર વ્હીલના ઉપયોગ પછી કોઇ કન્ફ્યૂઝન નહીં રહે. હકીકતમાં આ વ્હીલમાં જે રંગ હોય છે એને સામેનો રંગ એનો પૂરક રંગ કહેવાય છે. પડદાની પસંદગી વખતે આ કોમ્બિનેશન ધ્યાનમાં રાખવાથી ચોક્કસ ફાયદો થાય છે. Â કોન્ટ્રાસ્ટ રંગના પડદા હાલમાં કોન્ટ્રાસ્ટ રંગના પડદા ખરીદવાનો લેટેસ્ટ ટ્રેન્ડ છે. આ ટ્રેન્ડ પ્રમાણે જો દીવાલનો રંગ ડાર્ક હોય તો લાઇટ પડદાની અને જો દીવાલ લાઇટ હોય તો ડાર્ક રંગના પડદાની પસંદગી કરવામાં આવે છે. આ રીતે કોન્ટ્રાસ્ટ રંગના પડદા પસંદ કરવાથી રૂમની સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે. આ કલર કોમ્બિનેશનથી પડદા અને દીવાલ બંનેનો અલગ અલગ ગેટ અપ આવશે અને એ સાથે મળીને સુંદર લુક પણ આપશે. Â પ્લેન દીવાલ માટે યોગ્ય પસંદગી જો ઘરની દીવાલ પ્લેન હોય અને એની પર કોઇ ડિઝાઇન ન હોય તો સુંદર ડિઝાઇનવાળા પડદાની પસંદગી કરો. આ પડદા રૂમને પ્રકાશિત લુક આપશે. જો તમારા ઘરની દીવાલ પ્લેન ઓફ વાઇટ રંગની હોય તો એની પર કોઇ પણ રંગના પડદા અનોખો નિખાર આપશે. ઓફ ‌વાઇટ પ્લેન દીવાલ માટે તમે બ્રાઇટ કે ડીપ કલરના પડદાની પસંદગી કરી શકો છો. એ રૂમને ડેકોરેટિવ લુક આપશે. જો તમારી દીવાલનો રંગ પીળો હોય તો સફેદ કે ગ્રે રંગના પડદા સારા લાગે છે. જો દીવાલનો રંગ ગોલ્ડન કે પછી ડાર્ક વૂડન હોય તો એની સાથે મરૂન પડદો સારો લાગે છે.

અન્ય સમાચારો પણ છે...