તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજાવટ:પરફેક્ટ બેડશીટ વધારે બેડરૂમની સુંદરતા

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બેડરૂમ ડેકોરમાં જેટલું મહત્ત્વ કર્ટન્સ, કુશન્સ અને બીજી એક્સેસરીનું હોય છે એટલી અગત્યની હોય છે બેડશીટ.
 • પલંગની બેડશીટ સુંદર અને કમ્ફર્ટેબલ હોય એ જરૂરી છે. પલંગની બેડશીટનું મટિરિયલ તમને આરામનો અહેસાસ કરાવે એવું હોવું જોઇએ ...

- દિવ્યા દેસાઇ

બેડરૂમ ડેકોરમાં જેટલું મહત્ત્વ કર્ટન્સ, કુશન્સ અને બીજી એક્સેસરીનું હોય છે એટલી અગત્યની હોય છે બેડશીટ. બેડરૂમની સુંદરતા વધારવામાં બેડશીટ્સનું આગવું પ્રદાન હોય છે. જો તમારે બેડરૂમને સુંદર લુક આપવો હોય તો બેડશીટની ખરીદી કરતી વખતે કેટલીક ખાસ અને મહત્ત્વની વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

સુંદરતાની સાથે કમ્ફર્ટ વ્યક્તિ જ્યારે થાકીને ઘરે આવો છો ત્યારે તેને પલંગ પર આડા પડીને રિલેક્સ થવાનું સૌથી વધારે પસંદ હોય છે. આ સંજોગોમાં પલંગની બેડશીટ સુંદર અને કમ્ફર્ટેબલ હોય એ જરૂરી છે. પલંગની બેડશીટનું મટિરિયલ તમને આરામનો અહેસાસ કરાવે એવું હોવું જોઇએ. આ મટિરિયલ ખૂંચે એવું હશે તો તમને આરામનો અનુભવ નહીં થાય. ઘણાં લોકો માને છે કે જો મટિરિયલનો થ્રેડ કાઉન્ટ વધારે હોય તો મટિરિયલ વધારે આરામદાયક હોય છે. જોકે એવું નથી. હકીકતમાં 100% કોટન હોય એવું મટિરિયલ વધારે આરામદાયક સાબિત થાય છે. બેડશીટ્સ માટે ઇજિપ્શિયન કોટન, પિમા કોટન અને કોમ્બેડ કોટન સારા વિકલ્પો છે. જો તમને પ્રમાણમાં સસ્તો વિકલ્પ જોઇતો હોય તો પોલિસ્ટર બ્લેન્ડ મટિરિયલ પણ પસંદ કરી શકો છો. આ પ્રકારના મટિરિયલની બેડશીટ સુંદર લાગે છે અને સાથે સાથે આરામદાયક પણ સાબિત થાય છે.

મટિરિયલની યોગ્ય પસંદગી પલંગ માટે યોગ્ય બેડશીટની દરેક વ્યક્તિની વ્યક્તિગત પસંદગી હોય છે. જો તમને લાઇટ મટિરિયલ જોઇતું હોય તો કોટન કે પોપલીનની પસંદગી કરી શકો છો. તમે એવાં કોટનની પસંદગી કરી શકો છો જે સોફ્ટ હોય અને ઠંડીની સિઝનમાં ઉષ્માળુ રહે છે અને ગરમીની સિઝનમાં ઠંડક આપે છે. આ સિવાય તમે કોટન-પોલિસ્ટર બ્લેન્ડ મટિરિયલની પસંદગી કરી શકો છો. આ મટિરિયલ પરવડે એવું અને રિંકલ ફ્રી હોય છે પણ એ કોટન જેવી ઠંડક નથી આપી શકતું. બેડશીટ માટે લિનન યોગ્ય પસંદગી છે કારણ કે એ ઠંડક આપે છે પણ એની સમસ્યા એ છે કે એનાં પર કરચલી બહુ ઝડપથી પડી જાય છે. ખાસ અવસર માટે સિલ્ક બેડશીટ સારો વિકલ્પ છે કારણ કે એ બેડરૂમને ક્લાસી લુક આપે છે. સિલ્ક બેડશીટમાં સફેદ રંગની સિલ્કની બેડશીટ રૂમને અનોખો લુક આપે છે. જો કે સિલ્કની બેડશીટમાં અનેક રંગોના વિકલ્પ પણ મળે છે. બેડરૂમના ડેકોર પ્રમાણે સિલ્કની રંગીન બેડશીટની પસંદગી પણ કરી શકાય છે.

યોગ્ય સાઇઝની પસંદગી તમારે એવી બેડશીટની પસંદગી કરવી જોઇએ જે સાઇઝમાં તમારા બેડ માટે યોગ્ય હોય. બેડની સાઇઝ કરતાં થોડી નાની કે પછી વધારે પડતી મોટી સાઇઝની બેડશીટ યોગ્ય રીતે પાથરી નથી શકાતી. જો યોગ્ય સાઇઝની બેડશીટ નહીં હોય તો એને ગાદલામાં વ્યવસ્થિત રીતે દબાવી નહીં શકાય જેના કારણે એ અસ્તવ્યસ્ત લાગશે. જો બેડશીટ ગાદલાં કરતા નાની હશે તો એ યોગ્ય રીતે ગાદલાંને આવરી નહીં શકે અને બેડશીટ પાથર્યા પછી પણ ગાદલાંની કિનારી બહાર દેખાશે જે બહુ જ ખરાબ લાગશે. ઓનલાઇન ખરીદી કરતી વખતે રાખો ધ્યાન જો તમે ઓનલાઇન બેડશીટ ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોત કેટલાક ખાસ મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઇએ. વળી, આ બેડશીટ ગાદલાં કરતા થોડી વધારે લાંબી અને પહોળી હોવી જોઇએ જેથી એને ગાદલાં નીચે સહેલાઇથી દબાવી શકાય. ઓનલાઇન ખરીદી કરતી વખતે બેડશીટ સાથે જે વિગતો દર્શાવેલી હોય એનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો. તમારી પસંદગીની બેડશીટની ખરીદી કોઇ ભરોસાપાત્ર વેબસાઇટ પરથી જ કરો. કોઇ અજાણી વેબસાઇટ પર ખરીદી કરતી વખતે છેતરાઇ જવાનો ડર હોય છે. જો તમે બેડશીટની ઓનલાઇન ખરીદી કરવાનું વિચારતા હો તો એમાં દર્શાવેલી લંબાઇ અને પહોળાઇ તેમજ જણાવેલા મટિરિયલની ખાસ ચકાસણી કરી લો. ઘણીવાર માત્ર લુક જોઇને ખરીદી કર્યા પછી પસ્તાવું પડે છે.

બેડશીટ પસંદગીની ટિપ્સ - વાતાવરણ પ્રમાણે બેડશીટની પસંદગી કરો. શિયાળામાં થોડી ઉષ્મા આપે એવી, ઉનાળામાં ઠંડક આપે એવી અને ચોસાસામાં જલ્દી સુકાઇ જાય એવી બેડશીટ પસંદ કરો. - ઉનાળા માટે કોટનની અને શિયાળા માટે સિલ્ક, સાટિન અને લિનન જેવા મટિરિયલની બેડશીટ યોગ્ય સાબિત થાય છે. રોજિંદા વપરાશ માટે રિંકસ ફ્રી બેડશીટ્સ યોગ્ય વિકલ્પ છે કારણ કે એને ઘરે સહેલાઇથી ધોઇ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો