તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસથાળ:પાસ્તાની સુપર સ્વાદિષ્ટ રેસિપી

રિયા રાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાસ્તા એ મૂળ ઇટાલિયન વાનગી છે. બાળકોને ખાસ કરી ને ખુબ પસંદ આવે છે. પાસ્તાને બાફીને અલગ અલગ સોસ સાથે પીરસવામાં આવે છે. પાસ્તા અલગ અલગ આકારના હોય છે. આકાર પ્રમાણે તેના વિવિધ નામ પણ હોય છે. તેને વ્હાઇટ, રેડ અને ગ્રીન સોસમાં બનાવાય છે. લાંબા પાસ્તાને સ્પગેટી કહેવામાં આવે છે. ઘણા લોકો પાસ્તા પણ ઘરે બનાવતા હોય છે.

પેસ્તો પાસ્તા

સામગ્રી : બેસિલનાં પાન-1 કપ, અખરોટનાં ટુકડા-8 થી 10નંગ, લસણ-2 કળી, મરી પાઉડર-અડધી ચમચી, ઓલિવ ઓઇલ-2 ચમચી, લીંબુનો રસ-2 ચમચી, પાણી-જરૂર મુજબ, પાસ્તા-2 કપ, મીઠું-સ્વાદ મુજબ, તેલ-1 ચમચી, ચીઝ-2 ક્યૂબ રીત : પેસ્તો સોસ બનાવા માટે ઉપરની બધી સામગ્રી ભેગી કરી મિક્સરમાં ક્રશ કરી લેવી. પાસ્તા બનાવા માટે પેનમાં પાણી ગરમ કરવા મૂકવું. પાણી ઉકળે એટલે તેમાં અડધી ચમચી તેલ અને મીઠું નાખવું. તે પાણીમાં પાસ્તા બાફવા. પાસ્તા બફાઇ જાય એટલે નિતારી લઇ તેની ઉપર ઠંડું પાણી રેડી અડધી ચમચી તેલ નાખી ધીમેથી હલાવી દો. કડાઈમાં પાસ્તા લઇ તેમાં પેસ્તો સોસ, મીઠું, મરી પાઉડર ઉમેરી મિક્સ કરો. ઉપરથી ચીઝ ભભરાવી સર્વ કરો.

પાસ્તા સલાડ

સામગ્રી : પાસ્તા-1 કપ, મસ્ટર્ડ સોસ-1 ચમચી, બાફેલાં મકાઈ દાણા-પા કપ, પનીર-પા કપ, સમારેલાં કેપ્સિકમ-પા કપ, લીંબુનો રસ-અડધી ચમચી, મરી પાઉડર-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ, વર્જિન ઓલિવ ઓઈલ-1 ચમચી, કોથમીર-1 ચમચી રીત : પેનમાં પાણી ગરમ કરવું. થોડું ઓલિવ ઓઇલ અને મીઠું નાખી પાણી ઉકળે એટલે તેમાં પાસ્તા નાખવા. પાસ્તા 80% ચડી જાય એટલે તેને ચારણીમાં નિતારી ઉપર ઠંડું પાણી રેડવું. પાસ્તા ઉપર થોડું ઓલિવ ઓઇલ નાંખી હાથ ફેરવી દેવો જેથી પાસ્તા છૂટા રહે. હવે એક બાઉલમાં વર્જિન ઓલિવ ઓઇલ અને મસ્ટર્ડ સોસ મિક્સ કરી આ મિશ્રણને ખૂબ જ હલાવવું. એકદમ ઘટ્ટ થાય એટલે તેમાં ચોરસ કાપેલા કેપ્સિકમ, પનીર, બાફેલાં પાસ્તા, બાફેલી મકાઈ , મરી પાઉડર, લીંબુનો રસ, મીઠું નાખી દરેક વ્યવસ્થિત હલાવી મિક્સ કરો. કોથમીરથી ગાર્નિશ કરી પીરસો.

અરેબિતા પાસ્તા

​​​​​​​રીત : કડાઈમાં બટર મૂકી તેમાં લસણ સાંતળવું. હવે તેમાં બ્રોકોલી અને કેપ્સિકમ સાંતળી બહાર કાઢી લેવા. તે જ કડાઈમાં બટર મૂકી મેંદો શેકવો. સહેજ ગુલાબી થાય એટલે તેમાં દૂધ ઉમેરતા ઉમેરતા હલાવતા રહેવું. ઘટ્ટ થાય એટલે મીઠું, મરી પાઉડર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરવું. હવે સાંતળેલાં શાકભાજી તથા ઓલિવ ઉમેરવાં. હવે બાફેલા પાસ્તા ઉમેરી બરાબર મિક્સ કરી 2-3 મિનિટ રહેવા દેવું. પછી સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરવું. જો ચીઝી બનાવવા હોય તો ઉપર પ્રોસેસ ચીઝ છીણી અને સર્વ કરવું. જૈન પાસ્તા સોસ

સામગ્રી : ટામેટાં-3 નંગ, ઘી-1 ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, હળદર-અડધી ચમચી, ધાણાજીરું-1 ચમચી, ચીઝ ક્યૂબ-1 નંગ, ઓરેગાનો-અડધી ચમચી, વ્હાઈટ સોસ-અડધો કપ, ટોમેટો કેચપ-3 ચમચી, મીઠું- સ્વાદ પ્રમણે

રીત : સૌપ્રથમ ટામેટાંની ગ્રેવી કરી લેવી. ત્યારબાદ પેનમાં ઘી ગરમ થાય એટલે ગ્રેવી નાખો. બધા મસાલા ઉમેરી સાંતળો. ઘટ્ટ થાય એટલે ટોમેટો કેચપ અને વ્હાઈટ સોસ ઉમેરી અને ચીઝ નાખી ગેસ બંધ કરી વ્યવસ્થિત મિક્સ કરી દો. તૈયાર છે સ્વાદિષ્ટ જૈન પાસ્તા સોસ. લેમન સ્પગેટી પાસ્તા

​​​​​​​સામગ્રી : સ્પગેટી-1 મોટો બાઉલ, લસણ પેસ્ટ-1 ચમચી, લેમન ઝેસ્ટ-1 ચમચી, તેલ-3 ચમચી, ચીલી ફ્લેક્સ-2 ચમચી, ચીઝની છીણ-અડધો કપ, લીંબુનો રસ-પા કપ, મીઠું-સ્વાદ મુજબ, મિક્સ હર્બસ-અડધી ચમચી

રીત : સૌથી પહેલાં સ્પગેટીને બાફી તેલવાળી કરી એક બાજુ રહેવા દેવી. હવે કડાઈમાં તેલ ગરમ કરી લસણ અને ચીલી ફ્લેક્સ નાખો. લીંબુનો રસ અને લેમન ઝેસ્ટ નાખો. ત્યારબાદ સ્પગેટી મિક્સ કરો. મિક્સ હર્બસ અને જરૂર મુજબ મીઠું ઉમેરો. ગેસ બંધ કરી ચીઝની છીણ ઉમેરી સરસ રીતે મિક્સ કરી દો. લેમન સ્પગેટી પાસ્તા તમારા પરિવારને બહુ જ પસંદ પડશે.

અન્ય સમાચારો પણ છે...