તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેટિંગ ડાયરી:અમારો પ્રેમ તો સફળ રહ્યો, પણ લગ્ન...

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય રીતે યુવતીઓ એકરારમાં સંકોચાતી હોય છે, પણ મેં બિન્દાસ પ્રપોઝ કર્યું...

- અમિતા

હું ત્યારે મારી ત્રણ-ચાર ફ્રેન્ડ્સ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહી હતી. અમે બધી ફ્રેન્ડ્સ રાત્રે સાથે મળીને વાંચતી. એક વાર એવું બન્યું કે અમે રાત્રે વાંચતાં હતાં. મારા ડેડી ઓફિસેથી આવ્યા નહોતા. અચાનક રાતના લગભગ અગિયારેક વાગ્યે ડોરબેલ રણકી. ડેડીના સ્કૂટરનો અવાજ તો ખ્યાલ આવી જાય એટલે મને થયું કે, છે તો કોઇ અજાણ્યું. મારી ફ્રેન્ડ્સને પણ થયું કે અત્યારે કોણ હશે? પણ દરેક સ્થિતિનો સામનો કરતાં ડેડીએ મને તૈયાર કરેલી. એટલે મેં આઇ-હોલમાંથી બહાર નજર કરી, તો એક હેન્ડસમ યુવાનનો ચહેરો દેખાયો, જેને મેં પહેલાં ક્યારેય જોયો નહોતો! છતાં એને જોઇને પળવાર માટે દિલની ધડકન અટકી ગઇ. થયું, આ એ જ છે, મારા સપનાંનો રાજકુમાર.

મેં બારણું ખોલ્યું તો ખબર પડી કે એ તો મારી ફ્રેન્ડનો ભત્રીજો હતો અને સી.એ.નું ભણતો હતો. એને ખબર પડી કે એની ફોઇ મારે ત્યાં વાંચવા આવી છે એટલે ફોઇને મળવા મારા ઘરે એડ્રેસ લઇને પહોંચ્યો હતો. એ ફોઇ સાથે વાતો કરતો હતો, ત્યારે મારી નજર એના પરથી હટવાનું નામ જ નહોતી લેતી. પરિચય થયા બાદ મેં જ એને સામેથી પ્રપોઝ કર્યું. સામાન્ય રીતે યુવતીઓ આવી બાબતમાં સંકોચાતી હોય છે, પણ મેં બિન્દાસ પ્રપોઝ કર્યું અને મારી આ રીત એને ગમી ગઇ. પછી તો પૂછવાનું જ શું? કોલેજ-યુનિવર્સિટીનો એકેએક ખૂણો, દરેક વૃક્ષ કે રેસ્ટોરાં અમારા પ્રેમજીવનના સાક્ષી બની રહ્યા. અલબત્ત, પ્રેમ સફળ થાય છે, પણ લગ્ન થાય જ એવું જરૂરી નથી. અમારો પ્રેમ તો સફળ રહ્યો, પણ લગ્ન...એ એના જીવનમાં સુખી છે અને હું…મારાં પેરેન્ટ્સની દીકરા જેવી દીકરી હોવાના ગર્વ સાથે જીવું છું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો