તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેટિંગ ડાયરી:સાહેલી જ જ્યારે શત્રુ બને ત્યારે…

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેને પોતાનાં અંગત માન્યાં હોય, એ જ આપણી સૌથી કિંમતી વ્યક્તિ છીનવી લે ત્યારે અશ્રુ સારવા સિવાય શું બાકી રહે?ाा

મને આજેય એ દિવસ યાદ છે, જ્યારે એણે મારા હાથમાં કંકોતરી પકડાવતાં કહ્યું હતું, ‘દસ દિવસનો સમય છે. તું ચોક્કસ આવજે. મારાં લગ્નમાં મારી પ્રિય સખી ન હોય તો મજા શું આવે?’ અને હું એ કંકોતરીમાં લખેલ બંને નામ જોતી રહી ગઇ હતી. હા, એ મારી બહેનપણી શિખાનાં લગ્નની કંકોતરી હતી! અને એનાં લગ્ન થવાનાં હતાં, મારા જ પ્રેમી સાથે. પારકાં પોતાનાં બને એવું સાંભળ્યું હતું, પણ જેને પોતાનાં માન્યા હોય એ જ જ્યારે દિલ પર ઘા કરે ત્યારે એની વેદના નથી કહેવાતી, નથી સહેવાતી! હું અને શિખા ખાસ બહેનપણીઓ. કોલેજમાં પણ સૌ અમારી ફ્રેન્ડશિપ માટે ઇર્ષા કરે. આવી અમારી ફ્રેન્ડશિપમાં ગેરસમજ ત્યારે ઊભી થઇ જ્યારે એ મારા જીવનમાં આવ્યો. અમારાં ઘરમાં સૌને જાણ હતી અને પરિવારજનો ખુશ હતાં કે બંનેને તેમને ગમતું અને યોગ્ય પાત્ર મળી ગયું. મારા અને શિખા વચ્ચે ક્યારેય કોઇ વાત ખાનગી રાખવાની આદત નહોતી. મેં મારા પ્રેમ વિશે એને વાત કરી અને ત્યારે શિખાએ મને કહ્યું, ‘આર યુ શ્યોર? કે એ તને પ્રેમ કરે છે?’ મેં શિખાને જવાબ આપ્યો, ‘એક કામ કરીએ. આજે કેન્ટીનમાં આપણે ત્રણેય સાથે જઇશું અને તું પોતે જ એને પૂછીને ખાતરી કરી લેજે.’ કેન્ટીનમાં શિખાએ એને પૂછ્યું, ‘ડુ યુ રિયલી લવ હર?’ ત્યારે એણે જવાબ આપેલો, ‘કેમ? તમને શંકા છે?’ અને એ પછી એ બંનેની દલીલો ચાલી. ત્યારે પણ મને થયું કે ઇટ્સ ઓકે! આવું તો ચાલ્યાં કરે, પણ એ જ મારી મોટી ભૂલ હતી. શિખા એ દિવસે એને કેન્ટીનમાં મળી તે પછી કોણ જાણે એને શું થયું કે એ મારાથી ધીમે ધીમે દૂર થવા લાગ્યો. જ્યારે જ્યારે હું એેને મળવાનું કહેતી, ત્યારે એની પાસે જાત જાતનાં બહાનાં તૈયાર રહેતાં. હા, બહાનાં કેમ કે એ મારી પાસે બહાનું કાઢતો, પણ શિખા માટે એની પાસે સમય જ સમય હતો. અને આજે! આજે શિખા મારા ઘરે આવી, ત્યારે ખૂબ ખુશ હતી. હા, એનાં લગ્ન મારા જ પ્રેમી સાથે નક્કી થઇ ગયા હતા. હું એનાથી દૂર થતી ગઇ અને એ શિખાની વધુ નિકટ થતો ગયો. મારા હાથમાં રહેલી કંકોતરીમાં એક દિલ તીરથી વિંધાયેલું હતું, જેમાં લખેલું હતું ‘શિખા વેડ્સ …’ અને મારી આંખોમાંથી બે બુંદ એ દિલ પર ટપકી પડ્યાં. જ્યારે જેને પોતાનાં અંગત માન્યાં હોય, એ જ આપણી સૌથી કિંમતી વ્યક્તિ છીનવી લે ત્યારે અશ્રુ સારવા સિવાય શું બાકી રહે?

અન્ય સમાચારો પણ છે...