સંબંધનાં ફૂલ:જેને સાદગી ગમે છે એ ચોક્કસ કુદરતની નજીક હશે...

12 દિવસ પહેલાલેખક: રચના સમંદર
  • કૉપી લિંક

જે વ્યક્તિ પ્રકૃતિથી પ્રભાવિત રહે છે, જે પ્રકૃતિની પરવા કરે છે એને ચોક્કસપણે દરેક પ્રાણીની પરવા હશે. જે લોકો બીજમાંથી અંકુર, છોડ અને પછી વૃક્ષ બનવાની ઘટનાનું રસપૂર્વક અવલોક કરે છે, એના વૃદ્ધિ-વિકાસમાં મદદ કરે છે એને ખબર છે કે તેઓ આ પ્રક્રિયાના એકલા સહભાગી નથી. અનેક જંતુઓ, પક્ષીઓ અને ખિસકોલી જેવા પ્રાણીઓ પણ વિકાસનો હિસ્સો છે. રેલ્ફ વોલ્ડો એમર્સને કહ્યું છે કે, ‘પ્રકૃતિ ક્યારેય ઉતાવળમાં નથી હોતી. તે ધીમે-ધીમે આગળ વધે છે. ગમે તેટલી ઉતાવળ હોય અથવા તો ગમે તેટલા પ્રયાસ કરવામાં આવે તો પણ બીજ રાતોરાત વૃક્ષ નહીં બનવા ઇચ્છે. આ વિકાસનો અનુભવ કરવાની ને પલ્લવિત હોવાની પ્રત્યેક ક્ષણનો ઊંડાણથી અનુભવ કરો એ અદ્્ભૂત પદાર્થપાઠ છે. નવી ડાળીઓ ફૂટશે, જૂનાં-નવાં પાન આવતા રહેશે, મૂળિયાં વધારે ઊંડા જશે, ધરતી પરથી પકડ વધારે મજબૂત થશે અને આકાશ તરફ વિકાસ થશે... આ બધું જ થશે પણ એમાં જરૂરી સમય લાગશે. જો છોડની વૃક્ષ બનવાની યાત્રાને રોજ જોવામાં આ‌વશે તો તાત્કાલિક સફળતા મેળવવાનો મંત્ર શોધતી વ્યક્તિ કંટાળી જશે. આપણે વિચારી શકીએ છીએ કે આટલો ધીમો વિકાસ કરવાની શું જરૂર છે? ઝડપથી વધવાનો વિકલ્પ વધારે સારો નથી? આનો જવાબ આપણે પોતે શોધીએ તો પણ આપણને જ એક સવાલ થશે કે આખરે એક થડ, થોડીક ડાળ, અનેક પાન અને ઊંડા મૂળ ધરાવતું સાદુ વૃક્ષ પ્રકૃતિ માટે આટલું અગત્યનું શું કામ છે? એ તો આમ જ ઉગી નીકળે છે...ન કોઇ ધમાલ, ન કોઇ ઉત્સવ કે પછી ન કોઇ શોરબકોર. આમ છતાં પ્રકૃતિ માટે માનવી કરતાં પણ વધારે ઉપયોગી. આ પરિસ્થિતિ સદીઓ જૂની છે અને આગામી સદીઓ સુધી આવું જ રહેશે. માણસને એવું ગુમાન છે કે વૃક્ષ આપણી દયા પર જીવિત છે. આ વિચાર જાણીને જો વૃક્ષ અટ્ટહાસ્ટ કરી શકતાં તો ધરતી ગાજી ઉઠતી. લાઓ ત્જૂએ સાચું જ કહ્યું છે કે ‘વૃક્ષનું હૃદય માનવ જેવું નથી હોતું.’’

સંબંધને મજબૂત બનાવતી સોનેરી સમજણ આપણા સમાજમાં લગ્નસંબંધને આજીવન સંબંધ માનવામાં આવે છે. જોકે લગ્નબંધનમાં બંધાયેલા બે વ્યક્તિઓ વચ્ચે ક્યારેક સંબંધનાં તાંતણા નબળા પડવા લાગે છે, પરંતુ આ તાંતણાને મજબૂત રાખવાનું મુશ્કેલ નથી. જોકે કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો સંબંધને આજીવન મજબૂત રાખી શકાય છે. સૌથી પહેલાં પાર્ટનરની કોઇ ટેવથી તમને પરેશાની થતી હોય તો એને સ્વીકારવાનો પ્રયત્ન કરો. કોઇ વ્યક્તિ સર્વગુણસંપન્ન નથી હોતી. પાર્ટનરને તમે એમની ખામી-ખૂબ સાથે સ્વીકાર્યા છે. તેમને બદલવાનો પ્રયત્ન ન કરતાં જેવા છે તેવા સ્વીકારો. કોઇ કામ કરવા માટે પાર્ટનરને હુકમ ન કરો. આનાથી સંબંધોમાં કટુતા આવે છે. તેના બદલે વિનંતી કરશો તો એ કામ પાર્ટનર ખુશ થઇને કરશે. સંબંધને દૃઢ બનાવવા માટે નકારાત્મક બાબતને અવોઇડ કરો. તમને પાર્ટનરની ખામી પસંદ નથી તો એમના પોઝિટિવ પાસાં પર ધ્યાન આપો. દંપતી સાથે બેસીને ખુશીની પળો અને દિવસો યાદ કરે તે મહત્ત્વનું છે. વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય ફાળવો અને સંબંધોને વધારે મજબૂત બનાવો.

અન્ય સમાચારો પણ છે...