સંબંધનાં ફૂલ:વ્યક્તિ હંમેશાં કામ જ લાગે છે...

15 દિવસ પહેલાલેખક: રચના સમંદર
  • કૉપી લિંક

એક હકીકત બહુ જાણીતી છે કે જે વસ્તુ આપણને સારા મિત્રો અને સંસ્કારો પાસેથી મળી શકે છે એ પૈસાથી ક્યારેય નથી મળી શકતી. સારા મિત્રો આપણને સારી કંપની આપે છે અને સતત આગળ વધવામાં મદદ કરતી સંતુલિત વિચારધારાને અપનાવામાં મદદ કરે છે. સારા મિત્રોનો સાથ તણાવને દૂર રાખે છે. મિત્રો પાસે તમારી વાત સાંભળવાનો સમય હોય છે, વાતને સાંભળનારા કાન હોય છે તેમજ ધીરજભર્યો અભિગમ હોય છે. મિત્રોની વચ્ચે રહેવાથી ક્યારેય એકલતા નથી લાગતી. સમસ્યા કોઇ પણ હોય પણ સારા મિત્રોનો સાથ દરેક સમસ્યાને દૂર કરવા માટે સક્ષમ હોય છે. આ ફાયદો માત્ર પૈસા આપીને ખરીદી નથી શકાતો. ડોગરી વાર્તાકાર કૃષ્ણ શર્માની વાર્તાનું એક પાત્ર પોતાનો અનુભવ જણાવતા કહે છે કે, ‘વ્યક્તિને એક વખત સંભાળીને સાચવી લીધા પછી એ અનેક વખત કામ લાગે છે પણ પૈસા માત્ર એક વખત જ કામ લાગે છે. એક વખત પૈસાનો ઉપયોગ કરી લીધો એટલે એ ખર્ચાઇ ગયા.’ જોકે મિત્રતા અલગ અનુભવ છે. મિત્રતા સાચવી લીધા પછી જીવનના કોઇ આડાઅવળા વળાંકની ચિંતા કરવાની જરૂર નથી. સંબંધોની જરૂરિયાતનું આ મોટું કારણ છે. આવું જ કંઇક સંસ્કારોનું છે. જો વ્યક્તિ સંસ્કારી હોય તો અનેક લોકો એની આસપાસ રહેવા ઇચ્છે છે અને તેને પોતાના મિત્રવતૃળમાં શામેલ કરવા ઇચ્છે છે. આવા લોકોની સાથે રહીને બીજી વ્યક્તિને ગર્વની લાગણી અનુભવાય છે. જીવનને સારી રીતે જીવવા માટે માત્ર અભ્યાસ અને પોતાના સંસ્કારો પર વિશ્વાસની જરૂર હોય છે. સંસ્કારોની પોતાની આગવી ભાષા હોય છે. એક નાનકડી પહેલ કે પછી નજરમાં તરવરતી લાગણી એક ક્ષણમાં વ્યક્તિ કેટલી સંસ્કારી છે એનો અંદાજ આપી દે છે. સજ્જનતા કે પછી ભદ્રતાનો ગુણ અણમોલ છે. આ કારણો જ કહેવામાં આવ્યું છે કે જેની પાસે સારા મિત્રો અને સંસ્કાર છે એ બહુ ધનવાન છે કારણ કે આ ખૂબી પાસે હોવાથી શાંતિ અને રાહતની લાગણીનો અહેસાસ થાય છે. જ્યારે કોઇ વ્યક્તિ તકલીફમાં હોય છે ત્યારે પોતાની નજીકની ખાસ વ્યક્તિનો ચહેરો જોઇનેે જે રાહતની લાગણી મળે છે એને કોઇ પણ સંજોગોમાં ખરીદી નથી શકાતી. ભદ્ર વ્યવહાર એ યોગ્ય ઉછેરનું પરિણામ છે અને એ રાતોરાત શીખી નથી શકાતો. આ એક રીતે વારસામાં મળતી ખાસિયત છે જેને બહુ સરળતાથી અનુભવી શકાય છે. પ્રયાસ કરો કે બાળક યોગ્ય ઉછેર પામે અને સારા મિત્રોની સાથે મોટુું થાય.

અન્ય સમાચારો પણ છે...