લેટ્સ ટોક:હવે મહિલાઓ ધડાધડ લઇ રહી છે ડિવોર્સ કારણ કે...

4 મહિનો પહેલાલેખક: મુક્તિ મહેતા
  • કૉપી લિંક
  • આ બદલાવ પાછળ સમાજની માનસિકતામાં આવેલું પરિવર્તન છે

એક્ટ્રેસ નીના ગુપ્તા હંમેશાં પોતાના વિચારો સ્પષ્ટ રીતે અભિવ્યક્ત કરવા માટે જાણીતી છે. હાલમાં તેમણે લગ્ન અને ડિવોર્સ વિશે ચોંકાવનારા નિવેદન કર્યા છે અને પહેલાંની સરખામણીમાં અત્યારે ડિવોર્સના કિસ્સાઓ કેમ વધી રહ્યા છે એ વિશે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું છે. નીના ગુપ્તાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, ‘લોકોને ડિવોર્સ લેવાનો નિર્ણય નકામો લાગે છે, પણ આજના સમયમાં આ બહુ જરૂરી છે. આજની યુવાન છોકરીઓ આર્થિક રીતે સ્વતંત્ર છે અને એ પુરુષ પર નિર્ભર નથી. આ કારણે એ ડિવોર્સ લેવામાં વાર નથી લગાડતી. પહેલાંના સમયમાં મહિલાઓ પાસે ચુપચાપ રહેવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો પણ હવે આત્મનિર્ભર યુવતીઓને તેમના વિકલ્પોની સારી રીતે ખબર છે.’ સામાજિક પરિવર્તન હવે ઘણી મહિલાઓ ડિવોર્સ લેવાની પહેલ કરે છે. સામાજિક રિસર્ચ પછી તારણ નીકળ્યું છે કે મહિલાઓની માનસિકતામાં આવેલા આ બદલાવ પાછળ સમાજની માનસિકતામાં આવેલું પરિવર્તન છે. આધુનિક મોર્ડન સોસાયટીમાં મહિલાઓને અભ્યાસની અને આગળ વધવાની પૂરતી તક મળે એવા સંજોગો ઉભા થયા છે. આજની મહિલાઓની વિકાસવાદી વિચારધારા મહિલાઓને દબાઇને રહેવાનું નથી શીખવતી. હવે છોકરીઓ કામ કરે છે, સ્ટાર્ટ-અપ ચલાવે છે અને આત્મનિર્ભર છે. આ સામાજિક પરિવર્તનને કારણે મહિલાઓ પોતાના હક પરત્વે સજાગ બની છે અને જો તેમની સાથે સંબંધમાં અન્યાય થતો હોય તો એનો ભાર વેેંઢારવાને બદલે સામેથી ડિવોર્સ માગતી થઇ છે. Â બદલાતી જરૂરિયાત હવે છોકરીઓ આત્મનિર્ભર બનવા લાગી હોવાના કારણે લગ્નસંસ્થા તરફથી તેમની અપેક્ષાઓ બદલાઇ ગઇ છે. હવે તેમને એવા પાર્ટનરની જરૂર નથી જે તેમને ફાઇનાન્શિયલ સિક્યોરિટી આપે અને સુવિધાઓ આપે. હવે તો આ બધી વસ્તુઓ તો યુવતીઓ આપબળે મેળવી શકે છે. હવે યુવતીઓને પતિના રૂપમાં એ‌વો સાથી જોઇએ છે જે તેમને ચા બનાવવામાં પણ મદદ કરે અને દરેક કામમાં ભાગીદારીનો હક આપે. જ્યારે લગ્ન પછી યુવતીની અપેક્ષા પૂરી ન થાય ત્યારે તે અસંતુષ્ટ અને ટોક્સિક લગ્નજીવન સહન કરવાને બદલે એનો અંત લાવવા માટે સામેથી ડિવોર્સ લઇ લેવાનું વધારે પસંદ કરે છે. Â સંબંધમાં બેવફાઇ કોઇ પણ પત્ની માટે ડિવોર્સ લેવાનો નિર્ણય લેવાનું સહેલું નથી હોતું પણ એવા કેટલાંક કારણો હોય છે જે તેને આ નિર્ણય લેવા માટે પ્રેરે છે. હકીકતમાં કોઇ પણ સંબંધ ગમે તેટલો મજબૂત હોય પણ જો પતિ બેવફા થઇ જાય તો એને આજની આધુનિક યુવતી કોઇ પણ સંજોગોમાં સહન કરવા માટે તૈયાર નથી હોતી. આ સંજોગોમાં સંબંધ તૂટવાની અણી પર પહોંચી જાય છે અને પત્ની સામેથી જ ડિવોર્સ માગી લે છે. Â આત્મસન્માન પણ છે જરૂરી એક સંબંધમાં મહિલા અને પુરુષ બંનેનું આત્મસન્માન જળવાય એ જરૂરી છે પણ સમાજની રૂઢિવાદી વિચારધારામાં ક્યારેક આ શક્ય નથી બનતું. જ્યારે એક પતિ પોતાની પત્નીને પોતાના કરતાં ઓછી મહત્ત્વની માને છે ત્યારે પત્નીના આત્મસન્માનને સતત ઠેસ પહોંચે છે. જ્યારે આ પરિસ્થિતિમાં સુધારો નથી થતો ત્યારે મહિલા સામેથી ડિવોર્સ માગવા મજબૂર બની જાય છે. Â સપનાં પર પૂર્ણવિરામ વર્કિંગ યુવતીઓ લગ્ન પછી પણ કરિયરમાં આગળ વધવા ઇચ્છતી હોય છે. આ સંજોગોમાં જો પતિ કે સાસરિયાં યુવતીને તેનાં સપનાં પર પૂર્ણવિરામ મૂકવાની ફરજ પાડે તો આધુનિક યુવતીઓ સપનાં પર પૂર્ણવિરામ મૂકવાનો વિકલ્પ પસંદ નથી કરતી જે એકદમ યોગ્ય વિકલ્પ છે. મહિલા આત્મનિર્ભર હોય એમાં કંઇ ખોટું નથી. આમ, યુવતીના સપનાં પર પૂર્ણવિરામ મૂકવા જેવો અભિગમ મહિલાને સામેથી ડિવોર્સ લેવા માટે મજબૂર કરે છે.

અન્ય સમાચારો પણ છે...