તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેક્સ સેન્સ:ફરજરૂપે નથી સહવાસ, એકબીજાને હોય ઘણી આસ

મેધા પંડ્યા ભટ્ટ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પતિ-પત્નીના જીવનમાં બીજા સુખ આપવાની સાથે શારીરિક સુખ આપવું પણ મહત્ત્વનું છે

ઘણાં કપલ્સની પ્રેમ અને સહવાસને લઇને પસંદગી અલગ અલગ હોય છે. તેવા સમયે પતિના મનમાં તેની ઇચ્છા પ્રમાણેનો સહવાસ અલગ પ્રકારનો હોય છે અને બીજી તરફ પત્નીના મનમાં તે અલગ પ્રકારનો હોય છે. આવા સમયે એકબીજાની સાથે વાતચિત કરીને એકબીજાને સહવાસ દરમિયાન કેવો પ્રેમ આપવો અને સહવાસ દરમિયાન કેવા પ્રકારની ક્રિયા પસંદ છે તે જાણવું ખૂબ જરૂરી છે. પતિ-પત્ની વચ્ચે આ પ્રકારની ચર્ચા થવી ખૂબ જરૂરી છે. એ તેમની વચ્ચેના શારીરિક સંબંધમાં જો કોઇ તકલીફ હોય તો તેને દૂર કરવામાં મદદરૂપ બની શકે છે. આપણે જાણીયે છીએ કે મોટાભાગની પત્નીઓ, પતિને સમાગમની ક્રિયામાં વધારે પ્રમાણમાં સપોર્ટ કરતી હોતી નથી. ઘરનાં અન્ય કામની જેમ સમાગમ કરવો પણ તેમની ફરજના ભાગરૂપે છે તેમ પતિ સાથે વર્તન કરતી હોય છે. બીજી તરફ પતિના મનમાં પણ પત્નીને શારીરિક સુખ આપવું અને પોતે મેળવી લેવું જેવી રોજિંદી ક્રિયા હોય તેમ તે ફરજ બજાવે છે. આવા સમયે પતિ અને પત્નીએ સમાગમની ક્રિયાને ફરજના ભાગરૂપે નહીં પણ તન-મનની તૃપ્તિ માટે માણવું જરૂરી છે. જો બંને એકબીજાને તન અને મનથી તૃપ્ત કરી શકે તે પ્રકારે સમાગમનો આનંદ માણે તો બંનેના સંબંધમાં પણ તે આનંદની ઝલક દેખાશે. જેની અસર તેમના જીવન પર પડશે અને આનંદિત જીવન જીવી શકશે. પતિ-પત્નીના જીવનમાં એકબીજાને તમામ સુખ આપવાની સાથે શારીરિક સુખ આપવું તે સૌથી મહત્ત્વનું છે. તેમાં પણ જો એકબીજાને એવો અહેસાસ થવા લાગે કે બંને એકબીજાને ફક્ત ખુશ રાખવા માટે સમાગમ કરી રહ્યા છે. તો તે ખોટું છે. બંનેએ એકબીજાને ખુશ તો રાખવાના જ છે પણ તે ખુશીમાં, શારીરિકતામાં ઓતપ્રોત થઇને એકબીજાને તે ખુશીનો અહેસાસ કરાવવો જરૂરી છે. ભૂખ લાગી હોય અને પાણી પીને પેટ ભરી લઇએ તેવું ન રાખવું. મનગમતું સ્વાદિષ્ટ ભોજન આરોગીને જે હાશકારો અનુભવાય છે, તેવું જ મનગમતી વ્યક્તિ સાથે મનગમતી રીતે કરવામાં આવતા સમાગમથી અનુભવાય છે. એક રીતે જોવા જઇએ તો મોટાભાગનાં પતિ અને પત્નીનું જીવન સમાગમની બાબતમાં મશીન જેવું હોય છે. પતિ તેની ઇચ્છાતૃપ્તિ થઇ જતા સૂઇ જાય છે, તો બીજી તરફ પત્નીને પૂરતો સંતોષ મળ્યો કે નહીં તે પૂછવાની દરકાર રાખવામાં આવતી નથી. વળી, પત્ની પણ પતિના ઉત્સાહની સામે ઠંડા બરફ જેવી બનીને રહે તો પતિને પણ પૂરતો સંતોષ મળતો નથી. આ રીતે મિકેનિકલ સમાગમ કરવાથી સંબંધમાં બહુ મોટી તિરાડ આવે છે. જેનાં કારણે પછીથી વ્યક્તિ શારીરિક સુખની તલાશમાં બહાર સંબંધ શોધવા તરફ પ્રેરાય છે. જેનાં કારણે ક્યારેક તેના ખોટા પરિણામો આવતા પતિ-પત્નીના સંબંધ નાબૂદ થઇ જતા હોય છે. ફક્ત સમાગમમાં સંતોષ ન મળવાને કારણે પતિ-પત્ની અન્ય પાત્રો તરફ સંતોષ મેળવવા ખેંચાણ અનુભવે છે. જે યોગ્ય નથી. જો પતિ અને પત્ની એકબીજાને પૂરતા પ્રમાણમાં સમાગમનો સંતોષ આપી શકે તો જીવનમાં અન્ય વ્યક્તિના તરફ આ હેતુસર આકર્ષાવાનો કોઇ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. તેથી બંનેએ આ બાબતની ચર્ચા મુક્ત મને કરવી જોઇએ. પતિએ તેની પત્નીને ક્યા પ્રકારનો સ્પર્શ, ક્યા અંગો પર કરવામાં આવતો સ્પર્શ ઉત્તેજીત કરે છે અને તેને કઇ રીતે સંતોષ મળે છે તે ખાસ જાણવું જોઇએ. બીજી તરફ પત્નીએ પણ પતિને કેવા પ્રકારે આનંદ મળે છે અને કઇ ક્રિયા કરવાથી તે સંતોષજનક સમાગમ કરી શકે છે, તે જાણવું જોઇએ. પતિ અને પત્નીએ ક્યારેય એકબીજાના શરીરને કે અંગોને ખરાબ સમજવા ન જોઇએ. બંનેએ એકબીજા દ્વારા થતી અંગો સાથેની રમતને આકર્ષણ અને ઉત્તેજનાનું પ્રતિક સમજીને તેનો આનંદ માણવો જોઇએ. આવું કરવાથી બંને એકબીજાને પૂરતો આનંદ આપી શકશો અને ચરમસીમાનું સુખ પ્રાપ્ત કરી શકશો. એક ગાઢ સંબંધથી જોડાયા હોઇએ ત્યારે અંગત વાતો અને શરીરના અંગોની ચર્ચા કરવામાં ક્યારેય શરમ સંકોચ અનુભવવો નહીં. તમે બંને એકબીજાને સુખ અને સંતોષ આપવા માટે એકબીજા સાથે જોડાયા છો, તો તેમાં શારીરિક સુખ પ્રથમ સ્થાને આવતું હોય છે. કપલના સંબંધોમાં શારીરિક નિકટતા વધશે એટલા સંબંધો વધારે મજબૂત બનશે. જેની ચર્ચા જેટલી ખુલ્લા મનથી અને ખુલ્લા શબ્દોથી કરશો તેટલો જ સંબંધ વધારે ગાઢ અને મજબૂત બનશે અને સાથોસાથ બંનેને એકબીજા પ્રત્યે પ્રેમ અને આકર્ષણ પણ જળવાઇ રહેશે. તેથી સમાગમાં એકબીજાને એકબીજાથી કેવા પ્રકારની આસ રહેલી છે તે સ્પષ્ટ કરતા રહો અને તમારા સંબંધને ખાસ બનાવી દો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો