તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સેસરીઝ:સુંદરતાને ચાર ચાંદ લગાવે અવનવી એનિમલ જ્વેલરી

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એનિમલ જ્વેલરીના વિકલ્પો ગોલ્ડ, સિલ્વર, મોતી, ડાયમંડ અને કોપર જેવાં મટીરિયલમાં અને વિવિધ રંગોમાં પણ જોવા મળે છે

યુવતીઓ સતત કંઇક નવું ટ્રાય કરવા માટે તત્પર રહે છે. તેઓ વાઇલ્ડ લુક માટે એનિમલ જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે. હાલમાં એનિમલ જ્વેલરીમાં બ્રેસલેટ, ઇયરિંગ્સ, રિંગ અને પેન્ડન્ટ વગેરેમાં તમને એનિમલ શેપની જ્વેલરી મળી રહે છે. આ જ્વેલરીમાં વાઘ, હાથી, સિંહ, ચિત્તો, સાપ, બિલાડી, ફિશ, વગેરે એનિમલ ઉપરાંત મોર, પોપટ, બેટમેન, બટરફ્લાય જેવાં પક્ષીઓના શેપની જ્વેલરી ડિમાન્ડમાં છે. એનિમલ જ્વેલરી યંગસ્ટર્સમાં બહુ લોકપ્રિય છે. એનિમલ જ્વેલરીમાં સૌથી વધારે બ્રેસલેટ અને ઇયરિંગ્સ લેવાનું લોકો વધુ પસંદ કરે છે. આ એનિમલ જ્વેલરી ગોલ્ડ, સિલ્વર, મોતી, ડાયમંડ અને કોપર જેવાં મટીરિયલમાં અને વિવિધ રંગોમાં પણ જોવા મળે છે. આ જ્વેલરી સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં નથી આવતી અને એની સાથે મીનાકારી, ગોલ્ડ અને ડાયમંડનું કોમ્બિનેશન કરવામાં આવે છે. મીનાકારીથી આ એનિમલ જ્વેલરીને થોડો કલર ટચ આપવામાં આવે છે, જેનાથી એ આકર્ષક લાગે છે. }કડાં અને બંગડીઓ : વાઇલ્ડ લુક આપતાં કડાં અને બંગડીઓ યુવતીઓની ફેવરિટ બની ગઈ છે. સામાન્ય રીતે આવી ડિઝાઇનવાળી ફંકી જ્વેલરી કોલેજ જતી યુવતીઓને બહુ પસંદ પડે છે. જો આ કડાં અને બંગડીઓ સ્ટીલ કે પ્લાસ્ટિકનાં મટીરિયલની બની હોય તો યુવતીઓ એને જીન્સ કે વેસ્ટર્ન ડ્રેસ સાથે પહેરવાનું કરે છે. જો આ કડાં અને બંગડીઓ ગોલ્ડ, સિલ્વર કે ડાયમંડમાંથી બનેલી હોય તો પરંપરાગત પ્રસંગોએ એને પહેરવાથી અલગ જ લુક મળે છે. }પેન્ડન્ટ : અલગ અલગ પ્રાણીઓની ડિઝાઇનવાળાં પેન્ડન્ટ માર્કેટમાં ઉપલબ્ધ છે. યુવતીઓ પોતાની પસંદગી પ્રમાણે આ પેન્ડન્ટની પસંદગી કરીને બધા કરતા અલગ લાગી શકે છે. }ઇયરિંગ્સ : પ્રાણીઓની સિમ્બોલિક ડિઝાઇનવાળાં સ્ટાઇલિશ ઇયરિંગ્સ આધુનિકાઓની પહેલી પસંદ છે. }રિંગ : કંઇક અલગ પહેરવાનો શોખ ધરાવતી યુવતીઓ પોતાના કલેક્શનમાં એનિમલ જ્વેલરીની ડિઝાઇનવાળી રિંગ ચોક્કસપણે રાખે છે.

અન્ય સમાચારો પણ છે...