તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેટિંગ ડાયરી:ધોધમાર વરસતી સાંજ કદી નહીં ભુલાય...

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ઓફિસમાં એ સમયે હું, બોસ અને પટાવાળો ત્રણ સિવાય કોઇ નહોતું

એ વખતે જોબમાં નવી જ હતી. સ્ટાફમાં આમ તો ઘણા લોકો હતા, સૌ મળતાવડા અને જરૂર જણાય ત્યારે મદદરૂપ થાય એવા. સ્વાભાવિક રીતે જ આવા કાળજીભર્યા સ્વભાવ ધરાવતા બોસ પ્રત્યે મને વધારે આકર્ષણ રહેતું. કદાચ મારા બોસને પણ એ ખ્યાલ આવી ગયો હશે કે કેમ, પણ એ કંઇ પણ કામ હોય ત્યારે અચૂક મારો મત પૂછતા. એક વાર ચોમાસામાં ઓફિસનો સમય પૂરો થયો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ઓફિસમાં એ સમયે હું, બોસ અને પટાવાળો ત્રણ સિવાય કોઇ નહોતું. મને મારા ટેબલ પર એકલી બેઠેલી જોઇ એમણે મને કેબિનમાં બોલાવી પૂછ્યું, ‘તમે કેમ હજી બેઠાં છો?’ મેં જવાબ આપ્યો, ‘મારા ઘર તરફ આપણા સ્ટાફમાંથી કોઇ રહેતું નથી, નહીંતર કોઇની સાથે જતી રહી હોત, પણ હવે તો વરસાદ અટકે અથવા ધીમો થાય તેની રાહ જોવી રહી.’ મારા બોસે કહ્યું, ‘બહાર એકલાં બેસીને શું કરશો? વરસાદ હમણાં તો ઓછો થાય એવું લાગતું નથી. અહીં બેસો. આપણે કોફી પીઇએ.’ થોડી વારે પ્યૂન કોફી લઇ આવ્યો. અમે બંનેએ કોફી પીધી અને વાતો કરતાં હતાં. અચાનક મને ચક્કર આવતાં હોય એવું લાગ્યું અને વાત કરતાં મારી જીભ થોથવાવા લાગી. દરમિયાન બોસ એમની ચેર પરથી ઊભા થઇને મારી પાસે આવી ખભા પર હાથ મૂકી કહી રહ્યા હતા, ‘શું થાય છે?’ પણ જવાબ ન આપી શકી અને…. જ્યારે જવાબ આપવા લાયક બની, ત્યારે ખ્યાલ આવ્યો કે હવે તો હું દુનિયાને શું જવાબ આપીશ? મારું સર્વસ્વ હું ગુમાવી બેઠી હતી. હું જેમતેમ ઊભી થઇ, મારા કપડાં સરખા કર્યાં અને કેબિનમાંથી બહાર નીકળી ગઇ. ઓફિસનો પ્યુન છેક બહાર બેઠો હતો. હું ઘરે પહોંચી પણ મને શરીર આખું દુખતું હતું. મારી જાતને વારંવાર દોષ આપતાં મેં એક કાગળમાં રાજીનામું લખ્યું અને કવર પર ઓફિસનું સરનામું લખી મારા ભાઇને બીજા દિવસે એ ઓફિસમાં આપી આવવા કહી દીધું, આજે હું જોબ કરું છું, પણ ઓફિસમાં સૌથી અંતર જાળવીને રહું છું. બોસ નામની વ્યક્તિથી તો ખાસ દૂર રહું છું. લગ્ન કર્યાં નથી અને કરવાની પણ નથી.

અન્ય સમાચારો પણ છે...