પરંપરા:નવરાત્રિ : શક્તિનાં નવ સ્વરૂપની આરાધનાનો મહોત્સવ

શક્તિ મહેતા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘટ સ્થાપના વખતે માટીમાં અગિયાર ધાન્યની વાવણી કરીને જવારા ઉગાડવામાં આવે છે અને દસમા દિવસે માતાજીની વિદાય સાથે આ જવારાનું પણ વિસર્જન થાય છે

આસો સુદ એકમ એટલે કે 7 ઓક્ટોબરથી નવરાત્રિનો શુભારંભ થઇ રહ્યો છે. આ તહેવાર ભારતીય સંસ્કૃતિ સાથે સદીઓથી વણાયેલો છે. નવ રાત સુધી ચાલનારા આ તહેવારમાં શક્તિનાં નવ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. Â પહેલો દિવસ - શૈલપુત્રી : નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે. માતા શૈલપુત્રી હિમાલય રાજનાં પુત્રી છે. માનાં સ્વરૂપની સવારી નંદી છે. તેમનાં જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ છે. Â બીજો દિવસ - બ્રહ્મચારિણી : નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું જ સ્વરૂપ છે. માતા બ્રહ્મચારિણીના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જાપમાળા છે. માનવામાં આવે છે કે દુર્ગા માતા કુંવારા હતાં ત્યારે તેઓ બ્રહ્મચારિણીનાં સ્વરૂપથી ઓળખાતાં હતાં. Â ત્રીજો દિવસ - ચંદ્રઘંટા : આ દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેમનું આ નામ પડ્યું હતું. શિવના મસ્તક પર અર્ધ ચંદ્ર આ વાતનો સાક્ષી છે. Â ચોથો દિવસ - કુષ્માન્ડા : આ દિવસે માતા કુષ્માન્ડાની પૂજા કરવાનો મહિમા છે. માતા કુષ્માન્ડા સિંહની સવારી કરે છે. તેમનું સ્વરૂપ આઠ ભુજાઓ ધરાવે છે. માતાના આ રૂપના કારણે પૃથ્વી પર હરિયાળી છે. Â પાંચમો દિવસ - સ્કંદમાતા : આ દિવસે માતા સ્કંદમાતાની પૂજા થાય છે. માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે અને આ કારણે તેમને સ્કંદમાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાનાં આ સ્વરૂપમાં ચાર ભુજાઓ છે. અને માતા-પુત્ર સિંહની સવારી કરે છે. Â છઠ્ઠો દિવસ - કાત્યાયની : નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયની દુર્ગા માતાનું ઉગ્ર સ્વરૂપ છે અને એ સાહસનું પ્રતીક છે. આ માતાની સવારી સિંહ પર હોય છે અને તેમની ચાર ભુજાઓ છે. Â સાતમો દિવસ - કાલરાત્રિ : નવરાત્રિના સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આ માતાનું રોદ્ર સ્વરૂપ છે. પૌરાણિક કથા પ્રમાણે જ્યારે માતા પાર્વતીએ શુંભ-નિશુંભ રાક્ષસોનો વધ કર્યો હતો ત્યારે તેમણે આ રૂપ ધારણ કર્યું હતું. Â આઠમો દિવસ - મહાગૌરી : આ દિવસે માતા મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનનું પ્રતીક છે. Â નવમો દિવસ - સિદ્ધિદાત્રી : નવરાત્રિનો નવમો દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે. એવી માન્યતા છે કે જ્યારે કોઈ માતાના આ રૂપની આરાધના કરે છે કે તેને તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. માતા સિદ્ધિદાત્રી કમળનાં ફૂલ પર બિરાજમાન છે.

અન્ય સમાચારો પણ છે...