તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલ્થ:મારા સ્પર્મ કાઉન્ટ ઓછા છે, આમ છતાં બાળક થઇ શકે?

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

- હેતા જાની

પ્રશ્ન : મારા લગ્નને 3 વર્ષ થયેલા છે. મારી ઉંમર ત્રીસ વર્ષની છે અને મારી પત્નીની ઉંમર છવ્વીસ વર્ષની છે. છેલ્લા દોઢ વર્ષથી અમે બાળકનો પ્રયત્ન કરીએ છીએ. પત્નીના બધા રિપોર્ટ નોર્મલ છે પણ મારો શુક્રાણુનો કાઉન્ટ દોઢ લાખ છે અને એક્ટિવ મોટિલિટી દસ ટકા છે. અમે છેલ્લા બે વર્ષમાં દસ વખત આઇ.યુ.આઇ. કરાવેલ છે પરંતુ હજુ સુધી સફળતા મળેલ નથી. તો શું અમને બાળક થશે? અમે માતા- પિતા બની શકીશું? એક યુવક (અમદાવાદ) ઉત્તર : સૌ પ્રથમ તો તમારે શુક્રાણુની કમીનું કારણ શોધવું જોઇએ. નાનપણમાં થયેલ ઓરી-અછબડા, ગાલપચોડિયુ, ટી.બી ના કારણે ઘણીવાર શુક્રાણુની કમી સર્જાતી હોય છે. વેરિકોસીલ નામની બીમારીના કારણે પણ શુક્રાણુની સંખ્યા તેમજ હલન ચલન (મોટિલિટી) અસર જોવા મળે છે. આજના સમયમાં યોગ્ય નિદાન બાદ સારવારથી શુક્રાણુની સંખ્યા ચોક્કસ વધી શકે છે. આપના આટલા ઓછા કાઉન્ટ દ્વારા આપ બીજી વીસ વખત આઇ.યુ.આઇ. કરાવશો તો પણ પરિણામ મળવાની શક્યતા નહીંવત છે. આઇ.યુ.આઇ. માટે શુક્રાણુની સંખ્યા દસ લાખ કરતા વધારે હોવી જરૂરી છે. આપ સારવાર દ્વારા ચોક્કસ માતા-પિતા બની શકો છો. માટે ચિંતા છોડી નિદાન કરાવી યોગ્ય સારવાર શરૂ કરો. પ્રશ્ન : મારી ઉંમર ૩2 વર્ષ છે અને હું HIV પોઝિટિવ છું. હાલમાં મારી ટ્રીટમેન્ટ ચાલુ છે અને રિપોર્ટ પણ હકારાત્મક છે. મારે જાણવું છે કે HIV પોઝિટિવ વ્યક્તિ લગ્ન કરી શકે? એક યુવાન (વાપી) ઉત્તર : માત્ર તબીબી દૃષ્ટિકોણથી જોવામાં આવે તો HIV પોઝિટિવ વ્યક્તિ તેની ઇમ્યુન સિસ્ટમ જ્યાં સુધી સંપૂર્ણપણે ખોરવાઈ ન જાય ત્યાં સુધી જાતીય જીવન માણી શકે છે. જોકે તમે લગ્ન કરવાનું નક્કી કરો તો તમારી બીમારી વિશે માહિતી આપીને જ લગ્ન કરવા જોઇએ. મારો અંગત અભિપ્રાય છે કે તમે HIV પોઝિટિવ હોય એવી પાર્ટનર પસંદ કરીને લગ્ન કરી શકો છો. એનાથી તમને એકમેકને આ તકલીફ સામે લડવામાં સપોર્ટ પણ મળશે, પછી તમારી મરજી. તમે HIV પોઝિટિવ વ્યક્તિ સાથે લગ્ન કરો તો પણ જાતીય જીવન માણતી વખતે સલામતીનું ધ્યાન રાખવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો